Last Update : 06-May-2012, Sunday

 

ખંભાત તાલુકાના ઉંદેલ રોડ પર
મારૃતીવાન એકાએક સળગી ઊઠી પાંચ વ્યક્તિઓનો અદ્ભુત બચાવ

રાબર સીમમાં બનેલી ઘટના ઃ પતિ-પત્ની અને બે બાળકો સહિત પાંચ ઉતરી જતા બચી ગયા

આણંદ,તા.૫
આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ ઉંદેલ રોડ ઉપર રાબર સીમમાં ગતરાત્રિના સુમારે એક મારૃતીવાન અચાનક સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્નસીબે કારચાલક તેમજ કારમાં સવાર તેમની પત્ની, બે બાળકો અને બનેવીનો અદ્ભુત બચાવ થવા પામ્યો હતો. ઉંદેલનો પરમાર પરિવાર ધોળકા પંથકમાં એક સબંધીને ત્યાં લગ્ન સમારોહ પતાવી પરત આવી રહ્યો હતો ત્યારે ઉંદેલ ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના શોર્ટસર્કીટને કારણેે સર્જાઈ હતી. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ ઉંદેલ ગામમાં રહેતા જ્યંતિભાઈ ભઈજીભાઈ પરમાર ગઈકાલ સવારના લગભગ ૮ઃ૦૦ કલાકના સુમારે પત્ની, બે બાળકો અને બનેવી સાથે ધોળકા પંથકમાં એક સબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. ઉંદેલનો પરમાર પરિવાર લગ્ન પ્રસંગ પતાવી પરત પોતાની મારૃતિવાન નં.-જીજે-૨૩એ-૮૯૫૨ લઈ પરત આવવા નીકળ્યો હતો. ગતરાત્રિના લગભગ ૮ઃ૧૫ કલાકના સુમારે આ મારૃતિવાન ઉંદેલ રોડ પર રાબર સીમમાં આવી પહોંચી હતી. દરમ્યાન અચાનક કારમાં ધુમાડાના ગોટેગોટા નીકળતાં જ ચાલક જ્યંતિભાઈ પરમારે જરાપણ વિલંબ કર્યા વિના કારને રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી અને કારમાં સવાર ચાલક સહિત પરિવારના પાંચેય સભ્યો કારમાંથી નીચે ઉતરી થોડે દુર ચાલી ગયા હતા. દરમ્યાન ગણતરીની જ મિનિટોમાં મારૃતિવાન આગમાં લપેટાઈને ભડ-ભડ સળગી ઉઠી હતી અને જોતજોતામાં આખી કાર સળગીને ખાખ થઈ ગઈ હતી. કારચાલકની સમયસુચકતાના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અને પરમાર પરિવારના તમામ સભ્યોનો અદ્ભુત બચાવ થવા પામ્યો હતો. હાલ ઉનાળાની ગરમીમાં શોર્ટસર્કીટ થવાના કારણે આ મારૃતિવાનમાં આગ લાગી હોવાનું ચાલકનું અનુમાન છે.
આ બનાવ અંગે જ્યંતિભાઈ ભઈજીભાઈ પરમાર (રહે.ઉંદેલ, તા.ખંભાત, જિ.આણંદ)એ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved