Last Update : 06-May-2012, Sunday

 

વડોદરાને નજરાણુ આપવાનું આયોજન ભારે હૈયે બંધ રખાયું
૮ મેએ રણજિતસિંહના જન્મદિને સોનાની બગીમાં નગરયાત્રા નીકળનાર હતી

મહારાજા સયાજીરાવની ૧૫૦મી જન્મજયંતી સાથે રણજિતસિંહના ૭૫મા જન્મદિનનો અનોખો અવસર હતો ઃ ૭ દિવસ જલ્સો થનાર હતો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
વડોદરાના લોકપ્રિય રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઉજવાઇ રહેલી ૧૫૦મી જન્મજયંતી વર્ષ ટાણે જ જોગાનુ જોગ આગામી તા.૮ મેએ સયાજીરાવના પ્રપૌત્ર એવા શ્રીમંત રણજિતસિંહ ગાયકવાડનો ૭૫મો જન્મદિન આવતો હોઇ અનેરા અવસરને યાદગાર બનાવવા માટે રાજવી પરિવાર અને રણજિતસિંહ ગાયકવાડના શુભેચ્છકો દ્વારા સાત દિવસીય જલ્સાનું આયોજન કરાયું હતુ. રણજીતસિંહ ગાયકવાડ આ દિવસે સોનાની બગીમાં શહેરના રાજમાર્ગો ઉપર ફરનાર હતા. પરંતુ તેઓની અત્યંત નાજુક અવસ્થાને કારણે એક વર્ષથી થઇ રહેલા આયોજનને ભારે હૈયે પડતુમુકાયું છે.
ઇલોરાપાર્કની ખાનગી હોસ્પીટલમાં કીડનીની બિમારીને કારણે ગંભીર અવસ્થામાં આઇસીયુમાં સારવાર લઇ રહેલા વડોદરાના રાજવી શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડની તા.૮મેએ ૭૫મા જન્મ દિવસની સાથે સાથે મહારાજા સયાજીરાવની ૧૫૦મી જન્મજયંતિના અનોખા યોગને યાદગાર બનાવવા એક વર્ષથી વિશાળ પાયે આયોજન થઇ રહ્યું હતુ.
વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.૮મેએ રણજિતસિંહ ગાયકવાડની નગરયાત્રા હાથીની અંબાડી ઉપર કાઢવાનું નક્કી કરાયું હતું, પરંતુ તેમણે અનિચ્છા દર્શાવતા આખરે સોનાની બગીમાં યાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું.
વડોદરા માટે નગરયાત્રા નજરાણુ બને તે માટે આયોજકોએ યાત્રાનો રૃટ પણ નક્કી કરી દીધો હતો. રણજિતસિંહની સવારી પેલેસના મુખ્ય દ્વારેથી સવારે નીકળીને કીર્તિસ્થંભે પહોંચનાર હતી. જ્યાં તેઓ નાળિયેર વધેરવાના હતા. ત્યાંથી માર્કેટ ખાતે હનુમાનજીના દર્શન, ખંડેરાવ માર્કેટ ખાતે પૂતળાને ફૂલહાર તેમજ ન્યાયમંદિરમાં મહારાણી ચીમનાબાઈની પ્રતિમાના દર્શન- ફૂલહાર, ન્યાયમંદિરને પગે લાગી, માંડવી, નજરબાગ પેલેસ ખાતે વિઠ્ઠલમંદિરે દર્શન અને વડોદરાના નાક પાણીગેટ ખાતે મુલાકાત લઇ ઇસ્માઇલી જમાતખાનામાં સત્કાર થનાર હતો.
પરત ફરતા અંબાજી મંદિરે દર્શન અને દાંડીયા બજાર થઇ કીર્તીમંદિરનાં દર્શનનો કાર્યક્રમ હતો. સવારીમાં ગાયકવાડી પરંપરાની નવ ચીજો (લવાજમ) અને રાજવીઓ જોડાનાર હતા.
આ નિમીત્તે સાત દિવસીય જલ્સો થનાર હતો. અને તેમાં દેશ-વિદેશના પ્રસિધ્ધ કલાકારો હાજર રહેનાર હતા.
જોકે, રણજિતસીંહની તબિયત અત્યંત નાજુક બની જતા તમામ કાર્યક્રમો ભારે હેયે બંધ રાખવા પડયા છે.

 

રણજિતસિંહ ગાયકવાડના જન્મદિને
સૂરસામ્રાજ્ઞાી લતા મંગેશકર, ઉષા મંગેશકર, પંડિત જશરાજ, બિરજુ મહારાજ આવનાર હતા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
વડોદરાના રાજવી પરિવારના મોભી રણજિતસિંહ ગાયકવાડના ૮મી મે જન્મદિને થનારા જલ્સામાં સૂરસામ્રાજ્ઞાી લતા મંગેશકર, ઉષા મંગેશકર, પંડિત જશરાજ, બીરજુ મહારાજ સહિતના ટોચના કલાકારો ઉપસ્થિત રહેનાર હતા.
સાત દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન હતુ ઃ બે માસથી તબિયત લથડતા કાર્યક્રમ બંધ
સયાજીરાવની ૧૫૦મા જન્મ જયંતીની ઉજવણી દરમિયાન રાજવી પરિવારના રણજિતસિંહ ગાયકવાડના ૭૫મા જન્મદિનની ઉજવણી માટે એકવર્ષથી તૈયારીઓ થઇ રહી હતી અને સાત દિવસનાં કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા હતા.
ઉજવણીને યાદગાર બનાવવા માટે સૂરસામ્રાજ્ઞાી લતા મંગેશકર, ઉષા મંગેશકર, પંડિત જશરાજ, બિરજુ મહારાજ, જગદીશ ગાંગાણી, માધુરી દિક્ષીત સહિતનાં ટોચના કલાકારો અને હસ્તિઓ હાજર રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
રણજિતસિંહની તબિયત અત્યંતનાજુક બનતા લાંબા સમયથી ચાલતા આયોજનને ભારે હૈયે બંધ રાખવું પડયું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved