Last Update : 06-May-2012, Sunday

 
આઠેક દિવસ અગાઉ બાળકને જન્મ આપ્યો હતો
સયાજીનાં પ્રસુતિગૃહનાં ત્રીજા મજલેથી મહિલાની છલાંગ

ત્રીજા મજેલીથી ભુસ્કો મારનારી મહિલા વોર્ડનાં મુખ્ય પ્રવેશદ્વારનાં પગથિયા પાસે ધડાકાભેંર પટકાઈ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
શહેરની સયાજી હોસ્પિટલનાં રૃક્મણી ચેનાની પ્રસુતિ ગૃહનાં ત્રીજા મજલેથી એક મહિલા દર્દીએ નીચે ભુસકો મારતા હાહાકાર મચી ગયો હતો. મધ્યરાત્રીએ ધડાકાભેંર ભોંય પર પટકાયેલી મહિલાને લોહિલુહાણ હાલતમાં જોઈને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે લઈ જવાઈ હતી. જ્યાં નિષ્ણાત તબિબોએ તેની સારવાર શરૃ કરી હતી. દરમિયાન આજે નમતી બપોરે અચાનક તેના પરિવારજનો તેની સારવાર પૂરી કરાવ્યા વિના જ તેને હોસ્પિટલમાંથી લઈ જતા રહસ્યનાં વમળો સર્જાયા હતા.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, કરજણ તાલુકાનાં હાંડોદ ગામની જશોદા સોલંકી નામની ગર્ભવતિ મહિલાને દસેક દિવસ પહેલા અચાનક દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબિબોએ તેનું સિઝેરિયન હાથ ધરીને તેની ડિલીવરી કરાવી હતી. ડિલીવરી દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, પ્રસુતિ બાદ મહિલાની તબિયત નાદુરસ્ત જણાતા તેને રૃકમણી ચેનાની પ્રસુતિ ગૃહમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સાથે દેખરેખ માટે તેની માતા પણ રહેતી હતી. તાજેતરમાં તેને રૃક્મણી ચેનાની પ્રસુતિ ગૃહનાં ત્રીજા મજલે શિફ્ટ કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે અંદાજીત અઢી વાગ્યાનાં સુમારે તે અચાનક ઝબકીને ઉભી થઈ ગઈ હતી. થોડી જ ક્ષણો બાદ તે વોર્ડની બારી પાસે ગઈ હતી અને કોઈ કંઈ સમજે તે પહેલા જ તેણે ત્રીજા મજલેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. ત્રીજા મજલેથી આ મહિલા ધડાકાભેંર ભોંય પર પટકાતા નીચે સૂતેલા લોકો ચોંકીને ઉઠી ગયા હતા અને તેમણે ભોંય પર લોહિલુહાણ હાલતમાં પડેલી મહિલાને ઉંચકીને સારવાર માટે દવાખાનામાં ખસેડી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતાં જ તબિબો અને મહિલાનાં માતા-પિતા પણ દોડી આવ્યા હતા. રાત્રી દરમિયાન આ ઈજાગ્રસ્ત મહિલાનું સિટી સ્કેન, એક્સ-રે તથા અન્ય રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા અને તેની સારવાર શરૃ કરવામાં આવી હતી. પરંતુ, ચોંકાવનારી વાત એ હતી કે, તેની સારવાર પૂરી થતા પહેલા જ તેના પરિવારજનો આજે તેને રહસ્યમય સંજોગોમાં હોસ્પિટલમાંથી લઈ ગયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved