Last Update : 06-May-2012, Sunday

 
દાહોદમાં વિકલાંગો પર પોલીસ તંત્ર દ્વારા અટકાયતના પ્રશ્ને ૧૫મીએ વડોદરામાં કાર્યક્રમ

તંત્ર કહે છે અમે ચીઠ્ઠીના ચાકર તો આ ચીઠ્ઠી લખી કોણે ? પ્રશ્નના જવાબ માંગવા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાશે

 
ભાવનગર, શનિવાર
વિકલાંગોના પ્રશ્નોના નિરાકરણ માટે લડી રહેલ અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘના કાર્યકરો દ્વારા દાહોદના પરિસંવાદ દરમ્યાન પોલીસ તંત્ર દ્વારા જે અમાનવિય કૃત્ય અપનાવાયું હતું તે કોના કહેવાથી તેવા પ્રશ્નના જવાબ માંગવા આગામી તા.૧૫ના રોજ વડોદરા ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત ગૌરવ દિવસે અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘ દ્વારા રેલ્વે સ્પોર્ટસ ગ્રાઉન્ડ (પશ્ચિમ રેલ્વે), ડામોર ગોડાઉન સામે, દાહોદ ખાતે વિકલાંગ અધિકાર પરિસંવાદ યોજાનાર હતો, દરમ્યાનમાં વિના કારણે દાહોદ પોલીસ તંત્ર દ્વારા ૫૦૦ થી વધુ વિકલાંગોની એકાએક અટકાયત કરાઇ અને સંઘનાં પ્રમુખ લાભુભાઇ સોનાણીને સાથી વિકલાંગોથી અળગા કરી અજ્ઞાાત સ્થળે કોઇ અગમ્ય કારણોસર લઇ જવાયા તેમને કયા સ્થળે રાખવામાં આવ્યા છે તેની જાણકારી ફરજ પરનાં પોલીસ મિત્રોએ આપી નહી, પરિણામે તેમને માનસિક ચિંતા અને વ્યગ્રતાનો ભોગ બનવુ પડયુ, એટલુ જ નહી, પોલીસ તંત્ર દ્વારા તેમનો મોબાઇલ જપ્ત કરવાનું દબાણ પણ થયું કોઇપણ પ્રકારનો ગુનો ન આચરયો હોય તેવા વ્યક્તિ સાથે પોલીસ તંત્રનું અમાનવિય વર્તન શા માટે ? જે અંગે મુખ્યમંત્રિને જાણ પણ કરાઇ છે.
વિકલાંગો સાથે દાહોદમાં જે રીતે અમાનવીય વ્યવહાર પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે તે પ્રશ્ને રાજ્યનાં મુખ્યમંત્રીએ વિકલાંગોની માફી માગવી જોઇએ. રાજ્ય પર (બાવન) મો ગૌરવ દિવસ ઉજવે છે અને એ જ દિવસે ૫૦૦ જેટલા વિકલાંગોની અટકાયત કરી તેને ગોંધી રાખવાનું અમાનવિય કૃત્ય કરાયું છે.
વિકલાંગ મિત્રો દ્વારા આ પ્રશ્ન પોલીસ તંત્રને પુછવામાં આવતા તેઓએ કહ્યું અમે ચિઠ્ઠીના ચાકર છીએ ત્યારે (લાભુભાઇ સોનાણીનો) સીધો પ્રશ્ન છે કે આ ચિઠ્ઠી લખનાર કોણ છે ? આ પ્રશ્ને જવાબ માગવા તા.૧૫-૫ને મંગળવારનાં રોજ સાંજના ૪ થી ૬ દરમ્યાન સરદાર પટેલની પ્રતિમા, એમ.એસ.યુનિવર્સિટી સામે, સયાજીગંજ, વડોદરા ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ અખિલ ગુજરાત નેત્રહિન સંઘ દ્વારા આપવામાં આવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved