Last Update : 06-May-2012, Sunday

 
ગુજરાત:ચૂંટણી ટાણે નાણાંની હેરફેર પર સર્વેલન્સ

- કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ભારે સિકંજો

 

- કડક વોચ રાખવાનું આયોજન

ગાંધીનગર,શનિવાર
રાજ્યમાં સંભવત આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા મોટાપાયે થતી નાણાંની હેરફેર અટકાવવા માટે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ભારે સિકંજો કસવામાં આવનાર છે. તાજેતરમાં યોજાયેલી માણસાની પેટા ચૂંટણીમાં પણ પંચ દ્વારા પ્રથમ વખત સ્ટેટીક સર્વેલન્સ ટીમોને કામે લગાડવામાં આવતા ૯૪ લાખ રૂપિયાનું બિન હિસાબી નાણું પકડાયું હતું જેને ઇન્કમટેક્સ વિભાગના હવાલે કરવામાં આવ્યું છે. આ જ રીતે આગામી સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત કરવાનું પ્લાનંિગ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રિય ચૂંટણી પંચની નવી ગાઇડલાઇન પ્રમાણે વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારો કે તેમના ટેકેદારો પાસે અઢી લાખ કે તેથી વઘુ રકમ રોકડ સ્વરૂપે રાખી શકાશે નહીં. વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવાર દ્વારા કરોડો રૂપિયાની ગેરકાયદે હેરફેર કરવામાં આવતી હોય છે. આવી પ્રવૃત્તિ અટકાવવા માટે હવે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા નાણાંની હેરફેર સામે કડક વોચ રાખવાનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે.
ગત માર્ચ માસમાં યોજોલી ગાંધીનગરના માણસા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન પંચ દ્વારા પ્રથમ વખત નાણાંકીય હેરફેર રોકવા માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી હતી. માત્ર એક જ બેઠક અને પેટા ચૂંટણી હોવા છતાં પંચ દ્વારા ૩૨ જેટલી સ્ટેટીક સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો દ્વારા ગાંધીનગર અને આસપાસના જિલ્લા મહેસાણા તથા અમદાવાદના એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાં હજારોની સંખ્યામાં વાહનો તપાસવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાંથી અલગ-અલગ ટીમોને કુલ ૯૪ લાખ રૂપિયાનું બિનહિસાબી નાણું મળી આવ્યું હતું. એક જ બેઠકની ચૂંટણી હોવા છતાં આટલી માતબર રકમ પકડાતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ગાંધીનગર કલેક્ટર પી. સ્વરૂપના જણાવ્યા પ્રમાણે આ તમામ બિનહિસાબી નાણું પંચની સૂચના પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગને સુપ્રત કરી દેવામાં આવ્યું છે. બીજીતરફ માણસાની ચૂંટણીમાં સ્ટેટીક સર્વેલન્સ ટીમની સફળતાને પગલે હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં પંચ દ્વારા વઘુ સક્રિયરીતે આવી ટીમો મેદાનમાં ઉતારવામાં આવશે. આ ટીમને ગમે તે વાહન ચકાસવાની તથા ગમે તે બિલ્ડીંગમાં રેડ કરવાની સત્તા પણ સોંપાશે. સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં એક એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, એક સિનિયર પોલિસ ઓફિસર, ત્રણથી ચાર હથિયારધારી પોલીસ, એક વિડીયોગ્રાફરનો સમાવેશ કરાશે. આ ટીમો પૈસા તથા દારૂની હેરફેર સામે નજર રાખશે. આ તમામ પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. આ ટીમની તપાસ દરમિયાન ક્યાંય પણ મોટા પ્રમાણમાં બિનહિસાબી નાણું પકડાશે તો તરત જ ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવશે. આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં એક બેઠકદીઠ એક અથવા તેથી વઘુ ટીમો કાર્યરત કરવામાં આવનાર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved