Last Update : 06-May-2012, Sunday

 
પતિની દારૃ-જુગારની લત છોડાવવા જતાં ૪ લાખ ગૂમાવ્યા
દુઃખ દૂર કરવાના બહાને ઠગાઈ તાંત્રિક અને પુત્રો સામે ફરિયાદ

ઉસ્માનપુરાના મકાનમાં ધાર્મિક વિધિના બહાને અનેક લોકો સાથે લાખોની ઠગાઈ કર્યાની વિગતોથી ચકચાર

અમદાવાદ, ગુરૃવાર
પારિવારીક અને સામજીક સમસ્યાઓ ઉકેલવા જતાં ધર્મને નામે ચાલતા ધતિંગમાં ફસાઈ જવાનો અહેસાસ અનેક લોકોને થતો હોય છે. કુબેરનગરમાં રહેતા એક મહિલાએ તેના પતિની દારૃ અને જુગારની લત છોડાવવા જતાં તાંત્રિક અને તેના પુત્ર પાસે ચાર લાખ ગુમાવ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. નારણપુરા પોલીસે કહ્યું કે- ઉસ્માનપુરા વિસ્તારના મકાનમાં લોકોને દુઃખ-દર્દ દૂર કરવા ધાર્મિક વિધીના બહાને છેતરપિંડી કરતા એક તાંત્રિક અને તેના પુત્રો વિરૃધ્ધ અન્ય લોકોએ પણ ફરિયાદ કરી છે. તાંત્રિક અને ધાર્મિક વિધીના બહાને ઠગાઈના કિસ્સા અંગે પોલીસ તપાસ શરૃ કરવામાં આવી છે.
સરદારનગરના કુબેરનગર એ વોર્ડમાં રહેતા કમળાબેન ચોઈથરામ ગુરનાની (ઉ.વ. ૪૫)એ નારણપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, પતિ મુરલીભાઈની દારૃ અને જુગારની લત છોડાવવા ધાર્મિકતા આશરો લીધો હતો. ઉસ્માનપુરાની સત્યવાદી સોસાયટીમાં (૧) હરીરામ ચંદીરામ વાધવાણી (૨) નરેશ હરીરામ વાધવાણી (૩) હેમેન્દ્ર હરીરામ વાધવાણી અને (૪) મનીષ હરીરામ વાધવાણીએ કમળાબેનના પતિની દારૃ પીવાની અને જુગાર રમવાની આદત તાંત્રિક વિધીથી છોડાવી દેવાનું કહી ધાર્મિક વિધીના બહાને વર્ષ ૨૦૦૨થી ૨૦૧૨ દરમ્યાન ટૂકડે ટૂકડે ૧ લાખ રૃપિયા લીધા હતા. છતાં દારૃ પીવાની અને જુગાર રમવાની ટેવ છોડાવી શક્યા નહોતા.
વર્ષ ૨૦૦૯માં કમળાબેને માતાની કોડીનારના ઘાંટવડ ગામે આવેલી ૧૮.૫૦ વીઘા જમીન વેચવાની હોવાની વાત કરી હતી. હરીરામે જમીન તેના પુત્ર નરેશ મારફતે વેચવા કહ્યું હતું. નરેશે આ જમીન જનકસિંહ નામની વ્યક્તિને ૪.૯૧ લાખમાં વેચાણ આપી હતી. પૈસા જમા કરાવવા બેન્કમાં ખાતું ખોલાવવાની વાત કરી હતી. વેજલપુરની એસ.બી.આઈ.માં ખાતું ખોલાવાતાં બે લાખ જમા કરાવાયા હતા. પણ, ચેકબૂક અને પાસબૂક તાંત્રિકે પોતાની પાસે રાખી હતી. ૨.૯૧ લાખ કમળાબેનના બહેન અને ભાઈના નામના ક્રોસ્ડ ચેકથી લઈ ઓળવી જઈ વિશ્વાસઘાત, છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવાઈ છે.
નારણપુરાના પી.આઈ. એચ.બી. જમોડે કહ્યું કે, હરિરામ અને તેના પુત્રો સમસ્યાઓથી પરેશાન લોકોને તાંત્રિક વિધી કે ધાર્મિક વિધીના નામે માતાજીને દાગીના કે રોકડ નાણાં ચડાવવા કહેતા હતા. આ પ્રકારે અન્ય છ-સાત લોકો સાથે પણ છેતરપિંડી કરાયાની વિગતો મળી છે. ઉસ્માનપુરાની સત્યવાદી સોસાયટીમાં ધર્મના નામે લોકોને છેતરવામાં આવ્યા હોવાની ફરિયાદ બાદ તમામ વિગતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved