Last Update : 06-May-2012, Sunday

 
સદ્‌ભાવના બાજુ પર મૂકી જાતિ-ધર્મ-ભાષાનાં સંમેલનો
મોદી આજે સુરતમાં બે સંમેલનો સંબોધશેઃ પાટણમાં કોંગ્રેસનું સંમેલન

સુરતમાં બિહાર - ઝારખંડ, તેલુગુ સમાજના સંમેલન તો પાટણમાં કોંગ્રેસનું ધર્મના નામે ક્ષત્રિય સંમેલન

અમદાવાદ, શનિવાર
ચૂંટણી આવતાં જ દરેક જાતિ- ધર્મ અને ભાષાના મતદારોના ભાવ ઉંચકાય છે. આવતી કાલ તા. ૬મેના રોજ કોંગ્રેસના ક્ષત્રિય આગેવાનો પાટણ ખાતે ધર્મના નામે ક્ષત્રિય સંમેલન યોજશે, તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતમાં બિહાર, ઝારખંડ અને તેલુગુ સમાજના સંમેલનોમાં હાજર રહેશે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસના સદભાવના ઉપવાસનો પ્રારંભ કર્યો ત્યારે કોંગ્રેસની મતની રાજનીતિની આકરી ટીકા કરીને ધર્મ-જાતિ અને ભાષાના નામે વ્યક્તિને મતદારના સ્વરૂપમાં અલગ પાડવા અંગે આકરી ટીકા કરી હતી. પરંતુ ૬ માસમાં જ તેમને ચૂંટણીની વાસ્તવિકતા સમજાઇ ગઇ. તેમણે સુરતમાં બ્રહ્મસમાજનું સંમેલન યોજાવ્યું, પટેલ સમાજનું સંમેલન યોજાવ્યું. અને હવે આવતી કાલે પ્રાંત અને ભાષાને અલગ પાડી બિહાર- ઝારખંડ તથા તેલુગુ સમાજના સંમેલનો યોજાવ્યા છે.
તેમના આ સંમેલનથી ભાજપમાં જ અપવાદો શરૂ થયા છે. કારણ કે ભૂતકાળમાં જ્યારે કાશીરામ રાણા સુરતના સર્વોપરી હતા ત્યારે તેમણે બિહાર વિકાસ પરિષદ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું હતું. હવે મુખ્યમંત્રીએ બિહારમાં ભાજપની કારોબારી સમયે તેમના પોસ્ટરો અને બેનરોનું જેમણે કામ સંભાળ્યું હતું એવા અજય ચૌધરી નામના કાર્યકરને આગળ ધરી સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ બનાવી સંમેલન યોજ્યું છે.
આ સંમેલનની જાહેરાતોમાં બિહાર વિકાસ પરિષદનું નામ જોડાતા આ ટ્રસ્ટે રદિયો આપ્યો છે કે આ રાજકીય સંમેલન સાથે બિહાર વિકાસ પરિષદને કોઇ લેવા દેવા નથી.
ભાજપના સ્થાનિક નેતાઓ પણ બે ભાગમાં વહેંચાઇ ગયા છે. સી. આર. પાટીલ બિહારીઓનું સંમેલન સફળ બનાવવા કાર્યકરોને આદેશો આપે છે. તો પ્રવિણ નાયક અને નરોત્તમભાઇ તેલુગુ સમાજના સંમેલનમાં સંખ્યા કરવા સુચનાઓ આપે છે. આ ઝઘડો ઓફિસમાંથી રોડ ઉપર આવી જતા રસ્તો કાઢવો પડયો કે અર્ધા વોર્ડ બિહાર માટે કામ કરશે અને અર્ધા વોર્ડ તેલુગુ સમાજ માટે. આમ છતાં બંને જૂથો પોતાનું સંમેલન મોટુ કરવાની હરિફાઇ કરી રહ્યા છે. ક્યાંય સદભાવના જોવા મળતી નથી.
કોંગ્રેસે પાટણ ખાતે ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજવા માટે નિમિત્ત શોધી કાઢયું છે. સમી તાલુકાના પંચાસર ખાતે આવેલા પ્રાચીન મંદિર વીર રાજા જયશિખરીની છત્રી (સ્મારક)ના પુનરોઘ્ધાર કરવામાં આવ્યો તે ઉપલક્ષમાં સંમેલન યોજ્યું છે. આ સંમેલનમાં શંકરસંિહ વાઘેલા, શક્તિસંિહ ગોહિલ, ભરતસંિહ સોલંકી અને જગદીશ ઠાકોર ઉપસ્થિત રહેવાના છે. નિમંત્રણ પત્રિકામાં જણાવ્યું છે કે યુવાનો- મહિલાઓમાં શૈક્ષણિક, સામાજિક, સહકારી, રાજકીય તથા આર્થિક જાગૃતિ લાવવા સમાજને સંગઠ્ઠિત કરવા ‘‘ક્ષત્રિય’’ની વ્યાખ્યામાં આવતા તમામ સમાજોની અસ્મિતા અને એકતા માટેનું સંમેલન.ચૂંટણીને હજુ છ માસની વાર છે. છ માસમાં કોઇ સમાજ, ધર્મ, જાતિ રાજકીય પક્ષોની નજરમાંથી છટકી શકશે નહીં. છ માસ માટે મુખ્યમંત્રી સદભાવનાને બાજુ પર મુકી દેશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved