Last Update : 06-May-2012, Sunday

 

થલતેજ નજીકના હેબતપુર ગામની કરૂણ ઘટના
અવાવરૂ કૂવામાં પડેલા બકરીના બચ્ચાને બચાવવા જતા યુવકનું મોત

૮૦ ફુટ ઉંડા કૂવામાં પડેલા બચ્ચાને બચાવવા ગામના બે શખ્સો ઉતર્યા હતાઃ ૪૦ ફૂટની ઊંચાઇએ રસ્સો તૂટતા કરૂણાંતિકા સર્જાઇ

અમદાવાદ, શનિવાર
થલતેજ ક્રોસીંગ નજીક આવેલા હેબતપુર ગામમાં આજે સવારે અવાવરૂ કુવામાં પડેલા બકરીનાં બચ્ચાને બચાવા જતા ગામનાં એક યુવકનુ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એક આધેડને સોલા સિવિલ ખસેડાયા હતા. બકરીનાં બચ્ચાને બચાવી પરત ઉપર ચડતી વેળા લગભગ ૪૦ ફુટની ઉંચાઇથી રસ્સો તુટી પડતા બન્ને ગ્રામજનો પરત કુવામાં ફસડાયા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતુ.
થલતેજ નજીક આવેલા હેબતપુર ગામનાં એક અવાવરૂ કુવામાં પરોઢીયે એક બકરીનું બચ્ચુ પડ્યું હતુ. આશરે ૮૦ ફુટ ઉંડા કુવામાં ખાબકેલા બચ્ચાની વાત સવારે ૭.૩૦ વાગ્યા સુધીમાં આખા ગામમાં ફેલાઇ ગઇ હતી. ગામનાં લોકોએ ભેગા મળીને બચ્ચાને બહાર કાઢવાની યોજના ઘડી કાઢી હતી. ગામમાં રહેતા વિરસંિગ પ્રતાપસંિગ વણઝારા (ઉં.૪૦) અને દલજીભાઇ કાળાજીભાઇ ઠાકોર (ઉં.૫૦) બન્ને રસ્સા કુવામાં નાંખીને અંદર ઉતર્યા હતા. બાદમાં ઉપર ઉભેલા લોકોએ ખાટલાને દોરડા વડે ચાર પાયાથી બાંધીને અંદર ઉતાર્યો હતો. અંદર ઉતરેલા વિરસંિગભાઇ અને દલજીભાઇએ બકરીનાં બચ્ચાને ખાટલા પર બેસાડી દેતા ઉપર ઉભેલા લોકોએ ખાટલો ખેંચી લઇ બચ્ચાને હેમખેમ બચાવી લીઘુ હતુ.ગ્રામજનો દ્વારા હાથ ધરાયેલું આ રેસ્ક્યુ ઓપરેશન પુરૂ કરી વિરસંિગભાઇ અને દલજીભાઇ પરત રસ્સો પકડીને ઉપર ચડી રહ્યા હતા. લગભગ ૩૫થી ૪૦ ફુટની ઉંચાઇ સુધી ચડ્યા બાદ એકાએક રસ્સો વચ્ચેથી તુટી પડતા બન્ને પરત કુવામાં ફસડાઇ પડ્યા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરી ગ્રામજનોએ જાતે જ બન્ને ગ્રામજનોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે માથામાં ગંભીર ઇજાને કારણે વિરસંિગભાઇનું મોત નિપજ્યું હતુ. જ્યારે દલજીભાઇને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઉપરોક્ત ઘટના અંગે સરખેજ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved