Last Update : 06-May-2012, Sunday

 
૭ મીએ ગુજરાતમાં દોઢ લાખ ઉમેદવારોની પરીક્ષા
‘ટેટ’માં અંધ ઉમેદવારોને રાઈટર અને વઘુ સમય આપવાનો નિર્ણય

અંધ ઉમેદવારોની રજૂઆત બાદ શિક્ષણ બોર્ડે બન્ને પેપર માટે વધારાની ૩૫ મિનિટ આપી

અમદાવાદ, શનિવાર
આગામી ૭ મીએ સોમવારે માઘ્યમિક શાળાનાં શિક્ષકો માટે લેવાનારી ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ)માં અંધ ઉમેદવારોને રાઈટર આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં, બન્ને પેપરમાં અંધ ઉમેદવારોને વધારાની ૩૫ મિનિટનો સમય પણ અપાશે. રાજ્યનાં તમામ ડીઈઓને આ આદેશનો અમલ કરવા માટેની સૂચના ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આપી દેવાઈ છે.
માઘ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટેની શિક્ષક અભિરૂચિ કસોટી (ટેટ) ૭ મી મે ના રોજ લેવાનારી છે. આ પરીક્ષામાં બેસનારા કેટલાક અંધ ઉમેદવારોએ રાઈટર (લહિયા)ની સેવા પૂરી પાડવા માટે શિક્ષણ બોર્ડને રજૂઆતો કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પોતે અંધ હોવાથી પ્રશ્નપત્ર વાંચી શકતા નથી અને પ્રશ્ન વાંચી સંભળાવવા અને વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી નોંધવા માટે લહિયા પર આધારીત છે. તેથી વઘુ સમય આપવો જોઈએ.
આવી રજૂઆતો બાદ બોર્ડનાં ચેરમેને તા. ૩૦-૪-૧૨થી જે ઉમેદવારો તેમના અંધત્વ તથા અન્ય શારીરિક વિકલાંગતા કે જેનાકારણે તેઓ જવાબ લખવા સમર્થ નથી તેઓને ધોરણ-૮ પાસ સુધીના હોય તેવા વિદ્યાર્થીનાં લહીયા તરીકેની સેવા આપવા વ્યવસ્થા કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
ઉપરાંત બોર્ડે અંધ ઉમેદવારોને વધારાનો કુલ ૩૫ મિનિટનો સમય આપવાનું પણ નક્કી કર્યું છે. જે મુજબ પ્રથમ પ્રશ્નપત્ર (સવારે ૧૧ થી બપોરે ૧.૩૦ સુધી) માટે વધારાની ૨૦ મિનિટ તથા બપોરે ૩ થી ૫ નાં પેપર માટે વધારાની ૧૫ મિનિટ અપાશે. આ વધારાના સમયનો લાભ લહીયા સાથે પરીક્ષા આપતા અંધ ઉમેદવારોને જ અપાશે. જે ઉમેદવારો જાતે પ્રશ્નપત્ર વાંચી શકે છે તેમને આ લાભ આપવાનો નથી.
રાઈટર તથા વધારાના સમયનો લાભ આપવા માટેની વ્યવસ્થા ગોઠવવા માટે બોર્ડે તમામ ડીઈઓ, જિલ્લાના ઝોનલ અધિકારીઓને સૂચના આપી દીધી છે. ૭ મીના રોજ લેવાનારી ‘ટેટ’માં ગુજરાતભરમાંથી દોઢ લાખથી વઘુ ઉમેદવારો બેસવાનાં છે. રાજ્યના કુલ આઠ સેન્ટરો પર લેવાનારી ‘ટેટ’માં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સ્કવોડને પણ તૈનાત કરાશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved