Last Update : 06-May-2012, Sunday

 

આતંકવાદી હૂમલાનો‘કોડેડ ઈ-મેઈલ’સાબરકાંઠાથી

-રાજકોટ જિલ્લાના શખ્સની પૂછપરછ

 

-શકમંદોના ફોટા જાહેર

અમદાવાદ, શનિવાર
લશ્કર-એ-તોઈબાના આતંકવાદીઓ ગુજરાત સહીત ચાર રાજ્યોની રેકી કરી ચૂક્યાં છે. ગુજરાતની ઓઈલ રિફાઈનરીઓ, અમદાવાદ શહેર કે અન્ય ભીડભાડવાળા વિસ્તારો આતંકવાદીઓનો ટાર્ગેટ હોવાની આશંકા વ્યક્ત કરતા સેન્ટ્રલ આઈ.બી.ના એલર્ટ બાદ ગુજરાત પોલીસ સતર્ક બની છે. આઈ.બી.એ ગુજરાત પોલીસને મોકલેલા પાંચ ફોટોગ્રાફના આધારે શકમંદોની શોધખોળ શરૂ કરાઈ છે. ગુજરાતમાં આતંકવાદી હિલચાલ માટેનો કોડેડ ઈ-મેઈલ સાબરકાંઠાથી કરાયાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. તો, સાયબર કાફેમાં ઓળખરૂપે જેના લાઈસન્સની કોપી અપાઈ હતી તેવા રાજકોટ જિલ્લાના માળિયામંિયાણા વિસ્તારના હીતેશ નામના ટ્રકચાલકની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા કે પંજાબમાં આતંકવાદી હૂમલાની ચેતવણી આપતા સેન્ટ્રલ આઈ.બી.ના એલર્ટના પગલે ગુજરાત પોલીસ સતર્ક બની છે. આતંકવાદીઓ રેકી કરી ચૂક્યા હોવાનો કોડેડ લેંગ્વેજવાળો મેસેજ કે મેઈલ સેન્ટ્રલ આઈ.બી.એ ઈન્ટરસેપ્ટ કર્યા પછી ચોંકાવનારી વિગતો ખૂલી છે. હાઈએલર્ટ વચ્ચે એવા ચોંકાવનારાં તથ્યો પ્રકાશમાં આવ્યા છે કે- કોડેડ ઈ મેઈલ સાબરકાંઠાના એક સાયબર કાફેમાંથી કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠાના સાયબર કાફેમાં ઓળખરૂપે એક વ્યક્તિના ડ્રાઈવંિગ લાઈસન્સની કલર ફોટોસ્ટેટ કોપી આપવામાં આવી હતી. રાજકોટ આર.આર. સેલ, એસ.ઓ.જી. અને એલ.સી.બી.એ માળિયામંિયાણા તાલુકાના એક ગામમાંથી હિતેશ નામના ટ્રક ડ્રાઈવરને શોધી કાઢી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. સેન્ટ્રલ આઈ.બી.ની ટીમ પણ હિતેશની પૂછપરછ માટે આવી છે. સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, પોતાનું લાઈસન્સ સાયબર કાફેમાં કઈ રીતે પહોંચ્યું તે જાણતો નહીં હોવાનું હીતેશ પોલીસને કહી રહ્યો છે.
બીજી તરફ, પાંચ હથિયારબઘ્ધ આતંકવાદીઓ કચ્છ સરહદેથી ધૂસ્યા છે અને તેમનો ટાર્ગેટ જામનગર રિફાઈનરી છે તેવી વિગતોના પગલે પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રેન્જના બે જિલ્લા, કચ્છ અને બનાસકાંઠામાં સઘન ચેકીંગ શરૂ કરાયું છે તેમ રેન્જ આઈ.જી. વી.એમ. પારગીએ જણાવ્યું હતું. દરમ્યાન, આજે મોડીસાંજે જામનગર શહેરમાંથી પોલીસે ત્રણ શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરી છે. એસ.ટી. રોડ ઉપર આવેલી કામા હોટલમાંથી મળેલા ત્રણ શકમંદોની પ્રાથમિક પૂછપરછમાં નોંધપાત્ર પ્રગતિ નહીં હોવાનું સત્તાવાર સૂત્રો કહે છે. સેન્ટ્રલ આઈ.બી.એ આપેલા પાંચ શકમંદોના ફોટોગ્રાફ ગુજરાત પોલીસે જાહેર કર્યા છે કે જેથી કથિત શકમંદો જોવા મળે તો પ્રજાજનો પોલીસને જાણ કરી શકે.

 

આ કેસમાં ૧૬ સાક્ષીઓ હોસ્ટાઇલ થયા
આણંદ,તા.૪
ઓડ મલાઉ ભાગોળ હત્યા કેસના ચુકાદા બાદ સરકારી વકીલ બી.સી.ત્રિવેદીએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે આ કેસની ફરિયાદ મોડી થઈ છે. બનાવ ૧લી માર્ચ,૨૦૦૨ના રોજ બન્યો હતો. જ્યારે ગુનો ૫મી માર્ચ,૨૦૦૨ના રોજ દાખલ થયો હતો. જો કે ઘટના સ્થળેથી કોઈ માનવ અવશેષ મળ્યા નથી. તેમણે મહત્તમ સજાની પણ માંગણી કરી હતી. ૧૬ સાક્ષીઓ હોસ્ટાઈલ થયા છે. ૧૭ આરોપીઓને નિર્દોષ જ્યારે ૧૩ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનું કોર્ટે ઠેરવ્યું છે. જો કે તેનો અભ્યાસ કર્યા બાદ અપીલમાં જવા અંગે વિચારાશે. આ ચુકાદાથી સરકારી વકીલે સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

આજીવન કેદની સજા પામેલ આરોપીઓ
આણંદ,તા.૪
(૧) હરીશભાઈ વલ્લભભાઈ પટેલ
(૨) વસંતભાઈ પુનમભાઈ પટેલ
(૩) લાલો ઉર્ફે નિલેશકુમાર મણીભાઈ પટેલ
(૪) ટીનો ઉર્ફે મહેશભાઈ ગોપાલભાઈ ઉર્ફે રામાભાઈ પટેલ (વાયરમેન)
(૫) મિનેશકુમાર પુનમભાઈ પટેલ
(૬) પ્રકાશ ઉર્ફે પકો જમનાદાસ પટેલ
(૭) રીતેશકુમાર અરવિંદભાઈ પટેલ
(૮) અશોકભાઈ ડાહ્યાભાઈ પટેલ
(૯) કિરીટકુમાર ઉર્ફે બોડીયો મનુભાઈ પટેલ
૬ માસની સજા પામેલ આરોપી
(૧) ભાવેશભાઈ કંચનભાઈ પટેલ

 

ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવશે
આણંદ,તા.૪
ઓડ મલાઉ ભાગોળ હત્યાકાંડમાં ૯ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદ તથા એક આરોપીને ૬ માસની કેદની સજાનો નામદાર ન્યાયાધીશ આર.એમ.શરીને જાહેર કર્યા બાદ કોર્ટ સંકુલમાં ઉપસ્થિત પત્રકારો સાથે વાત કરતાં બચાવ પક્ષના વકીલ સી.કે.પટેલે જણાવ્યું હતું કે ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મરનાર કાદરભાઈ ઈસ્માઈલભાઈ વોરાની જગ્યા અંગે અલગ-અલગ મત-મતાંતરો પ્રવર્ત્યા હતા. મેડિકલ પુરાવાઓ પણ મળ્યા ન હતા. તેમ છતાં પણ નામદાર કોર્ટે ૯ને આજીવન કેદની સજા ફરમાવી છે. જે અંગે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે.

 

કોર્ટના ચુકાદાથી ફરિયાદીને અસંતોષ
આણંદ,તા.૪
ઓડ હત્યાકાંડમાં આણંદની વિશેષ અદાલતે ૯ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફરમાવી છે. આ કેસના મુખ્ય ફરિયાદી રેહાનાબેન વોરાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે નામદાર કોર્ટના આ ચુકાદાથી સંતોષ છે. પરંતુ હજુ વધુને સજા થવી જોઈતી હતી. જે નિર્દોષ છુટયા છે તેમને સજા થાય તે માટે તેઓ હાઈકોર્ટમાં અપીલ કરનાર છે. આજના ચુકાદાને લઈ સામાજિક કાર્યકર તીસ્તા શીતલવાડ રીલીફ કમિટીમાં રેહાનાબેન વોરાના ઘરે ઉપસ્થિત રહ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.

 

નિર્દોષ છૂટેલા ૩૧ આરોપીઓ
(૧) કાંતિભાઈ માનાભાઈ ચાવડા, (૨) રાવજીભાઈ માનાભાઈ ચાવડા, (૩) જ્યંતિભાઈ શનાભાઈ પરમાર, (૪) રમેશભાઈ માનાભાઈ ચાવડા, (૫) પુનમભાઈ ડાહ્યાભાઈ તળપદા, (૬) ગણપતભાઈ છોટાભાઈ ચાવડા, (૭) બુધાભાઈ શંકરભાઈ પરમાર, (૮) ઉમેશભાઈ પુનમભાઈ પટેલ, (૯) અરવિંદભાઈ મંગળભાઈ પટેલ, (૧૦) મનુભાઈ આશાભાઈ પટેલ, (૧૧) નટુભાઈ ભગાભાઈ પટેલ, (૧૨) વિનુભાઈ રણછોડભાઈ પટેલ, (૧૩) પુનમભાઈ ડાહ્યાભાઈ પટેેલ, (૧૪) છોટાભાઈ રામાભાઈ પટેલ, (૧૫) દિલીપભાઈ ઉર્ફે દિપકભાઈ કનુભાઈ પટેલ, (૧૬) અશોકકુમાર હરમાનભાઈ પટેલ, (૧૭) પિયુષભાઈ હરમાનભાઈ પટેલ, (૧૮) સમીરભાઈ ભીખુભાઈ પટેલ, (૧૯) અરવિંદભાઈ ભગાભાઈ પટેલ, (૨૦) મણીલાલ બકોરભાઈ પટેલ, (૨૧) ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પટેલ, (૨૨) ઘનશ્યામભાઈ શંકરભાઈ પટેલ, (૨૩) દિલીપભાઈ રણછોડભાઈ પટેેલ, (૨૪) સુજીતભાઈ હરીશભાઈ પટેલ, (૨૫) પિન્ટુ ઉર્ફે રઘુવીરભાઈ ચંદ્રકાન્તભાઈ પટેલ, (૨૬) પુનમભાઈ શનાભાઈ પટેલ, (૨૭) દિનેશભાઈ પરસોત્તમભાઈ પટેલ, (૨૮) ભાવેશભાઈ મનુભાઈ પટેલ, (૨૯) બિપીનભાઈ મણીભાઈ પટેલ, (૩૦) સુરેશ ઉર્ફે સોમૈયા ચુનીલાલ પટેલ, (૩૧) સુરેશ ઉર્ફે ટાટો રણછોડભાઈ પટેલ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved