Last Update : 06-May-2012, Sunday

 

દિલ્હીના એફવન ટ્રેક પર અનિલ કપૂર અને અજય દેવગણ વચ્ચે સ્પર્ધા યોજાશે

પડદા પરના પાત્રોને આ બંને વાસ્તવિત જીવનમાં ભજવવા માગે છે

મુંબઈ,તા.૧૭
દિલ્હીનાં એફવન ટ્રેક પર અજય દેવગણ અને અનિલ કપૂર વચ્ચે એક સ્પર્ધા યોજાવાની છે. આ રેસ સોમવાર ૨૩મી મેએ યોજાવાની છે. અનિલ કપૂરે જણાવ્યા પ્રમાણે, 'આ રેસની કલ્પના અજયની છે.'
સાથે જમતી વખતે આ બંને કલાકારો તેમની ફિટનેસ, ચપળતા અને સ્પીડ માટેની તેમની જરૃરિયાત જેવા વિષયો પર ચર્ચા કરતા હતા. તે સમયે સ્પોર્ટ્સ કારના શોખીન અજયે તેની સાથે એક કાર રેસમાં ભાગ લેવાનો કપડકાર અનિલ સામે ફેંક્યો હતો. નવાઈ પામેલા અનિલે આ પડકાર ઝીલી લીધો હતો. તે સમયે આ બંને અભિનેતા દિલ્હીના એફવન ટ્રેક પર પોતાની આવડતની પરીક્ષા આપશે એમ તે સમયે નક્કી થયું હતું.
તેમના આ સાહસ વિશે વિસ્તારપૂર્વક વાત કરતા અનિલે કહ્યું હતું કે, 'અમે આ વાત ઘણી ગંભીરતાથી લીધી છે. અને અમે કઈ કાર ચલાવીશું એ પણ મેં નક્કી કરી લીધું છે.' જાણવા મળ્યા પ્રમાણે અનિલ સિલ્વર લેમ્બોર્ગિની તેમજ અજય એ જ બનાવટની પીળી કાર ચલાવશે.
આ સમાચારને સમર્થન આપતા અનિલે કહ્યું હતું કે, 'આ સ્પર્ધાનું પરિણામ લાયકાતને આધારે જ નક્કી થશે.'
બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટના એક અધિકારીએ નામ નહીં જણાવવાની શરત સાથે કહ્યું હતું કે, આ બંને કલાકારો એફવન ટ્રેક પર એક હરીફાઈમાં ભાગ લેવાન છે. 'ડ્રાઈવરોનો આ ટ્રેક વિશેનો અભિપ્રાય ઉત્સાહજનક છે. અનિલ અને અજયને ઘણી મઝા આવશે.' અનિલ આ પડકારને હળવાશથી લેવા માગતો નથી કારણકે, તેને સુપર કાર ચલાવવાનો અનુભવ નથી અને 'તેઝ'ના તેના સહકલાકાર સામે પરાજય ટાળવા માટે તે દિલ્હી જઈ કાર ચલાવવાની પ્રેક્ટિસ કરવાનો છે.
'અજયનો હાથ જરા ઊંચો છે પણ, હું તેને પરાજિત કરવામાં સફળ થાઉં પણ ખરો. હું મારાથી બનતા પ્રયાસ કરીશ.' એમ અનિલે ઉમેર્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved