Last Update : 06-May-2012, Sunday

 

ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર

અમિતાભ બચ્ચનથી લઇને અલી ઝફર સુધીના નારાજ થયા

મુંબઇ, તા.૫
તાજેતરમાં એક પંચતારાંકિત હોટલમાં ૧૪૩મો ફાળકે અકાદમી પુરસ્કાર સમારંભ યોજવામાં આ વ્યો હતો.આ વર્ષ હિન્દી સિનેમા ઉદ્યોગનું શતાબ્દી પ્રવેશ વર્ષ હોવાથી યુવા અને પીઢ તમામ કલાકારો ઉજવણી કરવા માટે આવ્યા હતા.આ પ્રસંગે અભિનેતા આમિર ફાળકેની મીણની પ્રતિમાનું અનાવરણ કરીને કાર્યક્રમનો આરંભ કરવાનો હતો પરંતુ તે ન આવતાં અમિતાભ બચ્ચને આ વિધિ કરી હતી.
જો કે આ સમારંભમાં આ એક જ માત્ર ફિયાસ્કો થયો નહોતો પણ ફિયાસ્કાની વણઝાર જોવા મળી હતી.જેમ કે,બિગ બી ને મંચ પર બોલાવવામાં આવ્યા ત્યારે આયોજકે ફિલ્મ 'મુક્દ્દર કા સિકંદર 'નું 'રોતે હુએ આતે હૈ સબ' ગીત લગાડયું હતુ. તેઓ જયારે મંચ પર પહોંચ્યા ત્યારે અચાનક જ ગીત બદલીને આ જ ફિલ્મનું રેખા પર ફિલ્માવવામાં આવેલું'સલામે ઇશ્ક મેરી જાં' ગીત વગાડવામાં આવ્યું હતું.અમિતાભ આ સાંભળીને થોડા નારાજ થયા છતાં તેમણે પોતાની નારાજગી દર્શાવ્યા વિના જ પુરસ્કાર સ્વીકારી લીધો હતો.તેમને પ્રતિષ્ઠિત ફાળકે રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
કાજોલ અને તેની બહેન તનીષાએ તો આયોજકો સામે જ પોતાની નારાજગી દર્શાવી હતી.વાસ્તવમાં આ બંને બહેનોને તેમની માતા તનુજા વતી પુરસ્કાર લેવા મંચ પર બોલાવવામાં આવી હતી. જો કે ત્યારે આ પુરસ્કાર તેમને આપવા માટે કોઇ સેલિબ્રિટીને સ્ટેજ પર બોલાવવા આવી જ નહિ. આથી આ બહેનોએ લાંબો સમય મંચ પર ઊભા રહેવાને બદલે જે વ્યક્તિ મંચ પર પુરસ્કાર લઇને આવી હતી તેના હાથમાંથી પોતે જ પુરસ્કાર લઇ લીધો હતો અને થોડીવારમાં જ તેઓ સમારંભ છોડીને જતાં રહ્યા હતા. ફિલ્મમેકર રોહિત શેટ્ટી પણ તેમની સાથે જ નીકળી ગયા હતા.
નિર્માત્રી એકતા કપૂરને ફાળકે આઇકોન પ્રોડયુસર પુરસ્કાર મળ્યો છે. જયારે એકતાને પુરસ્કાર અપાતો હતો ત્યારે દિલીપકુમાર પ્રવેશ્યા હતા. આથી કાર્યક્રમના સંચાલકે એકતાને પડતી મૂકી 'દિલીપસાબ આ ગયે ,દિલીપસાબ આ ગયે'નું રટણ ચાલું કરી દીધું હતું.આથી એકતાએ ચૂપચાપ મંચ પરથી જતાં રહેવું પડયું હતું.
અભિનેતા અલી ઝફરને ફાળકે ન્યુ ટેલેન્ટ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.પરંતુ તેને તો સૌથી ખરાબ અનુભવ થયો છે. પુરસ્કાર મેળવી તે પાછો ફર્યોે ત્યારે તસવીરકારોથી ઘેરાઇ ગયો હતો. બરોબર તે સમયે કોઇ અજાણી વ્યક્તિ તેના હાથમાંથી પુરસ્કાર ઝુંટવી નાસી ગઇ હતી. અલી તો એકદમ અવાચક થઇ ગયો હતો. બાદમાં તેનો મેનેજર પુરસ્કાર શોધતો જોવા મળ્યો હતો.
કાર્યક્રમની રૃપરેખાનો ચાર્ચ ન હોવાથી રવિ કિશન જેવા કેટલાક પરફોર્મર તો મંચ પર આવી જ શકયા નહોતા .જયારે નઝીમ રીઝવીના પુત્ર અઝીમને મોટાભાગના મહાનુભાવો જતાં રહ્યા બાદ પરફોર્મ કરવાની તક મળી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved