Last Update : 06-May-2012, Sunday

 

એમસીએક્સ પર રૃ.૨,૨૨,૪૭૦ કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોનામાં ૧,૭૨,૨૮૪ કિલો અને ચાંદીમાં ૧૧,૮૮૨ ટનનું વોલ્યુમઃ સોનાના વાયદા તેજ, ચાંદીમાં ઘટાડો

ક્રૂડ તેલ વધ્યુંઃ કોટન, બટેટા, ખાંડમાં સુધારોઃ સીપીઓ, મેન્થા તેલ નરમ

એમસીએક્સ ખાતે સમીક્ષા હેઠળના (૨૭ એપ્રિલથી ૩ મે) સપ્તાહ દરમિયાન ૪૦,૧૭,૫૩૨ સોદામાં રૃ.૨,૨૨,૪૭૦.૦૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં સોના-ચાંદીનાં કામકાજનો હિસ્સો રૃ.૧,૧૭,૪૫૦.૪૩ કરોડનો હતો.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓ ૧૦ ગ્રામદીઠ રૃ.૧૨૬થી રૃ.૨૪૦ની રેન્જમાં વધ્યા હતા. સોનું જૂન વાયદો રૃ.૧૬૭ વધી સપ્તાહના અંતે રૃ.૨૯,૧૯૭ બંધ રહ્યો હતો. સોનાનો ઓક્ટોબર વાયદો સૌથી ઓછો રૃ.૧૨૬ વધી રૃ.૨૯,૮૭૦ થયો હતો, જ્યારે સોનું-મિની મે વાયદો સૌથી વધુ રૃ.૨૪૦ વધી બંધમાં રૃ.૨૯,૧૪૪ રહ્યો હતો. ગોલ્ડ-ગિનીના બંને વાયદા ૮ ગ્રામદીઠ રૃ.૧૪૪થી રૃ.૧૪૮ની રેન્જમાં વધ્યા હતા. ગોલ્ડ-ગિની મે વાયદો રૃ.૧૪૮ વધી રૃ.૨૩,૨૭૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-પેટલના બંને વાયદા ૧ ગ્રામદીઠ રૃ.૨૮થી રૃ.૩૮ અને ગોલ્ડ-પેટલ દિલ્હી વાયદા રૃ.૩૮થી રૃ.૮૯ જેટલા સુધર્યા હતા. ગોલ્ડ-પેટલ મે વાયદો રૃ.૩૮ વધી રૃ.૨,૯૦૦ અને ગોલ્ડ-પેટલ દિલ્હી મે વાયદો રૃ.૩૮ વધી રૃ.૩,૦૦૩ બંધ થયા હતા. સોનાથી ઊલ્ટું ચાંદીના વાયદા કિલોદીઠ રૃ.૭૯૧થી રૃ.૧,૦૩૬ની રેન્જમાં ઘટયા હતા. ચાંદી મે વાયદો રૃ.૭૯૧ ઘટી રૃ.૫૫,૧૩૩ બંધ રહ્યો હતો, જ્યારે જુલાઈ વાયદો સૌથી વધુ રૃ.૧,૦૩૬ના ભાવઘટાડા સાથે બંધમાં રૃ.૫૬,૪૫૭ના ભાવ રહ્યા હતા. સોનામાં ૬,૮૮,૩૫૭ સોદામાં રૃ.૫૦,૨૩૨.૭૨ કરોડનાં ૧,૭૨,૨૮૪ કિલો અને ચાંદીમાં ૧૨,૨૩,૧૫૫ સોદામાં રૃ.૬૭,૨૧૭.૭૧ કરોડનાં ૧૧,૮૮૨.૦૬૩ ટનનાં કામકાજ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં નિકલ સિવાયની તમામ ધાતુઓ વધીને બંધ થઈ હતી. કિલોદીઠ એલ્યુમિનિયમના વાયદા રૃ.૧.૭૫થી રૃ.૨.૧૫, તાંબાના વાયદા રૃ.૩.૭૦થી રૃ.૪.૦૫, સીસાના રૃ.૧.૧૫થી રૃ.૧.૩૦ અને જસતના વાયદા ૫થી ૩૫ પૈસા જેટલા સુધર્યા હતા. નિકલના વાયદાઓમાં રૃ.૧૫.૧૦થી રૃ.૨૨.૨૦નો ઘટાડો થયો હતો. તાંબામાં રૃ.૩૧,૭૫૯.૩૭ કરોડ, નિકલમાં રૃ.૬,૭૪૮.૯૯ કરોડ, એલ્યુમિનિયમમાં રૃ.૨,૨૨૬.૩૭ કરોડ, સીસામાં રૃ.૭,૪૪૦.૪૩ કરોડ અને જસતમાં રૃ.૩,૮૫૦.૩૭ કરોડના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદા બેરલદીઠ રૃ.૧૬થી રૃ.૬૮ વધ્યા હતા, જ્યારે બ્રેન્ટ ક્રૂડ તેલના બંને વાયદા રૃ.૪૩થી રૃ.૫૫ નરમ બંધ થયા હતા. ક્રૂડ તેલ મે વાયદો રૃ.૧૯ વધી રૃ.૫,૫૨૩ અને બ્રેન્ટ ક્રૂડ તેલ મે વાયદો રૃ.૫૫ ઘટી રૃ.૬,૨૫૦ બંધ રહ્યા હતા. નેચરલ ગેસમાં એમએમબીટીયૂદીઠ રૃ.૯.૨૦થી રૃ.૧૦.૫૦નો સુધારો હતો. નેચરલ ગેસ મે વાયદો રૃ.૧૦.૫૦ વધી બંધમાં રૃ.૧૨૭.૩૦ રહ્યો હતો. ક્રૂડ તેલમાં રૃ.૩૧,૬૭૦.૯૭ કરોડનાં ૫,૭૦,૦૨,૨૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૯૮.૬૧ કરોડનાં ૧,૫૬,૬૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૮,૧૭૧.૬૯ કરોડનાં ૬૬,૮૬,૮૧,૨૫૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના વાયદા ૧૦ કિલોદીઠ રૃ.૪.૬૦થી રૃ.૫.૫૦ નરમ રહ્યા હતા. સીપીઓ મે વાયદો રૃ.૫.૫૦ ઘટી બંધમાં રૃ.૬૨૩ રહ્યો હતો. એલચીના ઓગસ્ટ વાયદામાં અપવાદરૃપ રૃ.૨૮.૧૦ના ઘટાડા સિવાય અન્ય વાયદા કિલોદીઠ રૃ.૧૨.૯૦થી રૃ.૭૧.૩૦ સુધર્યા હતા. એલચી મે વાયદો રૃ.૭૧.૩૦ વધી રૃ.૧,૧૯૮.૬૦ થયો હતો. ખાંડ-એમ કોલ્હાપુરનો મે વાયદો ૧૦૦ કિલોદીઠ રૃ.૪૨ વધી રૃ.૨,૮૯૨ બંધ હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદા ૧૦૦ કિલોદીઠ રૃ.૪૪.૭૦થી રૃ.૮૬.૭૦ અને તારકેશ્વર વાયદા રૃ.૨૬.૯૦થી રૃ.૩૩.૯૦ જેટલા વધ્યા હતા. બટેટા-આગ્રા મે વાયદો રૃ.૪૪.૭૦ વધી રૃ.૧,૧૧૨.૭૦ અને તારકેશ્વર મે રૃ.૨૬.૯૦ વધી રૃ.૯૧૭.૮૦ બંધ રહ્યા હતા. મેન્થા તેલના વાયદાઓ કિલોદીઠ રૃ.૧૧૨.૨૦થી રૃ.૨૮૧.૩૦ની રેન્જમાં ઘટયા હતા. મેન્થા તેલ મે વાયદો રૃ.૨૮૧.૩૦ ઘટી બંધમાં રૃ.૧,૪૩૮.૩૦ રહ્યો હતો. કોટનના ત્રણેય વાયદા ગાંસડીદીઠ રૃ.૫૦૦થી રૃ.૬૦૦ વધ્યા હતા. કોટન મે વાયદો રૃ.૫૦૦ વધી રૃ.૧૭,૮૮૦ બંધ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૧,૪૨૮.૯૫ કરોડનાં ૨,૨૬,૪૪૦ ટન, એલચીમાં રૃ.૭૦૨.૫૯ કરોડનાં ૬,૧૬૦ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં રૃ.૫૨ લાખનાં ૧૮૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૮૮.૨૩ કરોડનાં ૭૭,૩૧૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૧૬.૪૯ કરોડનાં ૧૭,૪૯૦ ટન, મેન્થા તેલમાં રૃ.૧,૧૪૯.૨૬ કરોડનાં ૭,૪૬૧ ટન, બદામમાં રૃ.૧૧ લાખનાં ૩ ટન, કપાસમાં રૃ.૪.૧૧ કરોડનાં ૧,૧૩૨ ટન અને કોટનમાં રૃ.૩૩૫.૩૪ કરોડનાં ૧,૮૮,૫૨૫ ગાંસડીના વેપાર થયા હતા.
એમસીએક્સ કોમડેક્સ સપ્તાહના પ્રારંભે ૩૯૯૬.૦૯ ખૂલી, ઊપરમાં ૪૦૪૪.૪૨ અને નીચામાં ૩૯૮૬.૪૬ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે ૨૨.૯૮ પોઈન્ટ વધી ૪૦૦૮.૦૬ બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૯.૫૬ પોઈન્ટ વધી ૫૦૫૦.૧૨, એનર્જી ઈન્ડેક્સ ૫૦.૭૩ પોઈન્ટ વધી ૩૬૪૧.૧૪ અને એગ્રી ઈન્ડેક્સ ૧.૫૪ પોઈન્ટ સુધરી ૩૪૬૦.૦૫ સપ્તાહના અંતે બંધ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved