Last Update : 06-May-2012, Sunday

 

કેન્સરની દવા માટે નેટકોને લાઈસન્સ આપવાના નિર્ણય વિરુદ્ધ બેયરની અપીલ

ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ જોખમાશે એવી બેયર દ્વારા કરાયેલી દલીલ

ભારતના કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટસ દ્વારા કેન્સરની દવા નેકસાવારનું ઉત્પાદન અને વેચાણ કરવા નેટકો ફાર્માને અપાયેલા કમ્પલસરી લાઈસન્સ સામે જર્મનીની દવા ઉત્પાદક કંપની બેયર હેલ્થકેરે અપીલ કરી છે. દેશના ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ સમક્ષ આ અપીલ રજૂ કરાઈ છે. બેયર દ્વારા પેટન્ટ કરાવાયેલી કેન્સરની આ દવા સ્થાનિક દરદીઓને આસાનીથી મળતી નહીં હોવાનું કારણ આપી માર્ચ મહિનામાં પેટન્ટ કચેરીએ હૈદરાબાદસ્થિત નેટકોને આ દવાનું ઉત્પાદન અને વેચાણ કરવા લાઈસન્સ આપ્યું હતું.
પેટન્ટ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાના તારણ સાથે અમે જરાપણ સહમત નથી અને તેના ઓર્ડર વિરુદ્ધ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ સમક્ષ આ અપીલ રજૂ કરાઈ છે એમ બેયર ઈન્ડિયાના પ્રવકતાએ જણાવ્યું હતું.
દેશમાં પ્રથમ જ આવી પડેલા કમ્પલસરિ લાઈસન્સના ઓર્ડર સામે અનેક મિશ્ર પ્રત્યાઘાત પડયા હતા. કેટલાક વિકાસસિલ રાષ્ટ્રોએ આ નિર્ણયને આવકાર્યો હતો અને કેન્સરની દવાના ભાવ ઘટવાને કારણે ગરીબ દરદીઓને તે પરવડી શકશે એવો દાવો કર્યો હતો. જો કે કેટલીક વિદેશી દવા ઉત્પાદક કંપનીઓએ આ નિર્ણયને વખોડયો હતો અને જણાવ્યું હતું કે આનાથી ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસનો હેતુ જળવાશે નહીં.
આ નિર્ણય બાદ ભારતમાં વેચાતી બીજી અનેક કેન્સરની દવા કંપનીઓએ પોતાના ભાવ ઘટાડયા હતા.ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ માટે અમે સતત લડત ચલાવશું કારણ કે આ હકને આધારે દરદીઓ માટે નવા પ્રકારની ઔષધો લાવવાનું સરળ બને છે, એમ બેયરના પ્રવકતાએ વધુમાં જણાવ્યું હતું. બેયરની નેકસાવારને ભારતમાં ૨૦૦૮માં પેટન્ટ અપાયા હતા. કિડનીના કેન્સરના દરદીની એક મહિનાની સારવાર માટેની દવાનો ખર્ચ રૃપિયા ૨.૮૦ લાખ જેટલો આવતો હતો. કમ્પલસરિ લાઈસન્સ માટે કરેલી અરજીમાં નેટકોએ પોતે આ દવા રૃપિયા ૮૮૮૦માં આપી શકશે એવો દાવો કર્યો હતો. અનેક સુનાવણી જેમાં બેયર આ દવા દરદીઓને પરવડી શકે તેવા ભાવે પોતે ઉપલબ્ધ બનાવી શકશે એવી રજૂઆત કરવામાં નિષ્ફળ રહી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved