Last Update : 06-May-2012, Sunday

 

ઈવેન્ટફુલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૬૪૮૮થી ૧૭૧૬૬, નિફટી ૪૯૭૭થી ૫૧૮૮ વચ્ચે ફંગોળાશે

યુરોપના દેશોની ચૂંટણીઓ, સંસદમાં ફાઈનાન્સ બિલ, વિવાદાસ્પદ કાયદાઓ મુદ્દે સ્પષ્ટતા પર નજર

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, શનિવાર
આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ યુઅર્સે અઠવાડિયા પૂર્વે ભારતના કથળતા આર્થિક અને રાજકીય ચિત્રની પ્રથમ લીટી તાણીને અગમચેતી આપી દીધા બાદ વધુ એક પછી એક નબળા આર્થિક પરિબળો સામે આવવા લાગ્યા છે. ભારતન વધતી રાજકોષીય ખાધ સાથે ગત સપ્તાહમાં માર્ચ ૨૦૧૨ના અંતે નિકાસના વાર્ષિક આંકડા ઊંચા આવ્યા, પરંતુ સૌથી મહત્ત્વનો નેગેટીવ સંકેત માર્ચ મહિનાના નિકાસમાં ૫.૭ ટકાની નેગેટીવ વૃધ્ધિ અને આયાતમાં ૨૪ ટકા જેટલી ઊંચી પોઝિટીવ વૃધ્ધિના આંકડાએ વેપાર ખાધમાં તીવ્ર વધારો થયાના અને એના પરિણામે હવે ભારતની ચૂકવણી તુલા- બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ ફરી ખોરવાઈ રહ્યાની ચિંતા અને સરકારના વિવિધ નવા કરવેરા કાયદાઓના પાછલી તારીખથી અમલમાં શસ્ત્ર બાદ હવે વધુ એક બુમરેંગ પગલું મોરિશીયસ વેરા સંધિની સમીક્ષા કરવાનું લઈ એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોને કવીટ ઈન્ડીયા કરવા મજબૂર કરી દીધા છે. એફઆઈઆઈની આ એક્ઝિટના દુષ્પરિણામે ડોલર સામે ભારતનો રૃપિયો સતત નબળો પડતો જઈને શુક્રવારે ૫૨.૯૨ની ઈન્ટ્રા-ડે તળીયે ઉતરી ગયો અને ભારત માટે ક્રુડ ઓઈલ તેમજ અન્ય કાચામાલોની આયાતને વધુ મોંઘીદાટ બનાવી દઈ ક્રુડની જંગી આયાત નિર્ભરતાએ ચૂકવણી તુલા- બેલેન્સ ઓફ પેમેન્ટની ચિંતા પાછળ બજારનું સેન્ટીમેન્ટ વધુ ખરડાયું છે.
GAAR બાદ હવે મોરિશીયસ સંધિની સમીક્ષા, સરકાર હજુ અણધાર્યા આકરાં પગલાં બજારના બાર વગાડશે!
સપ્તાહના અંતે ભારતીય બજારો મોરિશીયસ વેરા સંધિની સમીક્ષાના નાણા મંત્રીના નિવેદને તેમજ ચૂકવણી તુલાની સ્થિતિ ખોરવાઈ રહ્યાના અહેવાલે ગબડયા છે. આ પૂર્વે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકો માટે બેઝલ- થ્રી માર્ગરેખાઓના અમલનું માળખું જાહેર કરી દઈ માર્ચ ૨૦૧૮ સુધીમાં કેપિટલ બફર નિર્માણ સાથે કડક ગાઈડલાઈન્સ લાગુ કરતા અને ઔદ્યોગિક મોરચે કંપનીઓની કામગીર મંદ પડતી નિકાસ માંગ સાથે મોંઘવારીના દૂષણે હવે સ્થાનિક ગ્રાહક માગ પણ ઘટવા લાગતા કોર્પોરેટ પરિણામો અપેક્ષાથી નબળા જાહેર થતાં ગત સપ્તાહના પ્રથમ દિવસે આરંભિક ઉછાળામાં લોકલ ફંડોએ કેશ સેગ્મેન્ટમાં તો એફઆઈઆઈએ ડેરીવેટીવ્ઝમાં ઈન્ડેક્ષ ફયુચર્સ અને સ્ટોક ફયુચર્સમાં મોટી શોર્ટ પોઝિશન ઊભી કરીને પોર્ટફોલીયો હેજ કર્યો છે. આપણા બજારોને પોતાની મરજીએ મનફાવે એ દિશામાં ફંગોળવાની તાકત ધરાવતા વિદેશી સંસ્થાકીય રોકાણકારો- હેજ ફંડો સરકારના પાછલી તારીખથી એક પછી એક કાયદા લાગુ કરવાની નીતિથી ખફા છે, ત્યારે સરકાર પણ અત્યારે યેનકેન પ્રકારે ફુગાવા- મોંઘવારીને ડામવાના અને વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણીઓ પૂર્વે પોતાની ખરડાયેલી છબીને શકય એટલી સાફ કરવા પ્રયત્નશીલ છે. પરંતુ એફઆઈઆઈ પરનું ભારતીય બજારોનું અવલંબન હવે મહત્તમ થઈ ગયું હોઈ સરકાર દ્વારા હવે આ ફંડોને લગામ તાણવાના પગલાં શક્ય છે કે બૂમરેંગ સાબીત થશે, અહીં બન્ને મોરચે અંકુશ બહારની પરિસ્થિતિ સર્જાઈ સરકાર એક તરફ ફુગાવાને કાબૂમાં લેવાની કવાયતમાં આર્થિક ચિત્ર બગડતું જઈ જંગી દેવા બોજ ખડકાયો જશે, અને નિયંત્રણ બહારની આ હાલતમાં ઔદ્યોગિક મોરચે કંપનીઓની નફાશક્તિ સતત ભીંસમાં આવતી જઈ બેરોજગારીની સમસ્યા વધારશે અને એના દુષ્પરિણામ જોવાશે.
સેન્ટીમેન્ટ સુધારવા પાછલી તારીખથી કાયદાઓ લાગુ કરવાની પ્રણાલી અટકાવવી જરૃરીઃ સોમવાર પર નજર
નાણાપ્રધાન પ્રણવ મુખર્જી જનરલ એન્ટિ- અવોઈડન્સ રૃલ્સ (જીએએઆર) અને બુલીયન પર એકસાઈઝ ડયૂટીનો બોજ લાદી દઈ હવે રાષ્ટ્રપતિ બનવાની રેસમાં ઉતરી ગયા છે, ત્યારે સોમવારે ૭, મે ૨૦૧૨ના રોજ જીએએઆર મુદ્દે પાછીપાની થવાની કે બુલીયન પરના એકસાઈઝ ડયૂટીના બોજની સમીક્ષા થવાની શક્યતા હાલ તુરત નહિવત છે. પરંતુ બજારના સેન્ટીમેન્ટને સુધારવા અને મંદ પડેલા એફઆઈઆઈ કે એફડીઆઈ રોકાણના પ્રવાહને ફરી ભારતમાં વહેતો કરવા આ પાછલી તારીખથી કાયદાઓ લાગુ કરવાની બૂમરેંગ પ્રણાલીને બ્રેક લગાવવી જરૃરી છે.
કંપનીઓના અપેક્ષાથી નબળા નીવડતા ચોથા ત્રિમાસિકના પરિણામોઃ સાવચેતી જરૃરી
કોર્પોરેટ પરિણામોની ચોથા ત્રિમાસિકની સીઝન ધારણાથી નબળા પરિણામોની નીવડી રહી છે, અને કંપનીઓની નફાશક્તિ ભીંસમાં આવવા લાગી છે, ત્યારે હજુ કંપની પરિણામોના ત્રીજા સપ્તાહમાં એચડીએફસી, હિન્દાલ્કો, ડો. રેડ્ડી'ઝ લેબ, લુપીન, સહિતના પરિણામો જાહેર થનારા છે. એના પર બજારની નજર રહેશે. આમ છતાં કંપનીઓની કામગીરી ધારણાથી નબળી નીવડી રહી હોઈ પરિણામો થકી બજારનું સેન્ટીમેન્ટ વ્યાપક સુધરવાને અવકાશ મર્યાદિત છે. પાછલા સપ્તાહમાં પણ હીરો મોટોકોર્પના નફામાં ૨૦ ટકાની વૃધ્ધિ છતાં ઓપરેટીંગ પ્રોફીટ માર્જીનમાં ઘટાડો અને ઓટો કંપનીઓના એપ્રિલના વેચાણના આંકડામાં સાધારણથી નબળી વૃધ્ધિએ ઓટો શેરોમાં અને ત્યારબાદ બેંક શેરો બેઝલ-થ્રી માર્ગરેખાના અમલે ગબડયા અને અંતે મોરિશીયસ ટેક્ષ સંધિની સમીક્ષાએ શેરોમાં ઓલરાઉન્ડ કડાકો બોલાયો હતો.
ફ્રાંસ, જર્મની સહિત યુરોપના દેશોના ચૂંટણી પરિણામો પર નજરઃ યુરો ઝોન ડામાડોળ થશે?
ભારતીય બજારો શુક્રવારે બંધ થયા બાદ સાંજે અમેરિકાના એપ્રિલના રોજગારી વૃધ્ધિના આંકડા અપેક્ષાથી નબળા જાહેર થતાં યુ.એસ.ના બજારો ફરી આર્થિક રીકવરીમાં પીછેહઠના અને વૈશ્વિક મંદીના ફફડાટે પાંચ ડોલર જેટલા તુટી ગયાની માઠી અસર આગામી સપ્તાહમાં ખુલતામાં એશીયાના બજારો પર જોવાશે. આ સાથે હવે વૈશ્વિક બજારોની નજર યુરોપમાં ફ્રાંસ, જર્મની સહિતના દેશોમાં યોજાનારી ચૂંટણીઓ પર રહેશે. આ દેશોના પરિણામો અને સત્તા પરિવર્તન શક્ય છે કે ફરી લોકપ્રિય આર્થિક પગલાંની દેશોની પહેલથી યુરો ઝોનના અસ્તિત્વને જોખમમાં મૂકે અને ફરી યુરો ઝોનના દેશોની આર્થિક હાલત વધુ ડામાડોળ બને અને વૈશ્વિક બજારો પર તેના આકરાં પ્રત્યાઘાત જોવાય.
સેન્સેક્ષ ૧૬૪૮૮થી ૧૭૧૬૬ અને નિફટી ૪૯૭૭થી ૫૧૮૮ વચ્ચે ફંગોળાશે
કોર્પોરેટ પરિણામો, યુરોપનાં દેશોની ચૂંટણીઓ અને સૌથી વિશેષ નાણાપ્રધાન પ્રણવ મુખર્જી દ્વારા આગામી સપ્તાહમાં ફાઈનાન્સ બિલ ૨૦૧૨ને ચર્ચા અને મંજૂરી માટે સંસદમાં રજૂ થનારું છે, ત્યારે બજેટમાં પ્રસ્તાવિત જનરલ એન્ટિ અવોઈડન્સ રૃલ્સ (જીએએઆર) તેમજ આવક વેરા ધારા ૧૯૬૧માં પ્રસ્તાવિત સુધારા થકી વિદેશમાં મર્જરો અને એક્વિઝિશન્સ જેમાં સ્થાનિક અસ્કયામતો- એસેટસ સમાયેલી હોય એને પાછલી તારીખથી વેરા જાળમાં લાવવાના વિવાદાસ્પદ પ્રસ્તાવ પર શું સ્પષ્ટતા કરવામાં આવશે એના પર બજારની નજર રહેશે. આ ઈવેન્ટફુલ આગામી સપ્તાહમાં સેન્સેક્ષ નીચામાં ૧૬૪૮૮થી ઉપરમાં ૧૭૧૬૬ અને નિફટી નીચામાં ૪૯૭૭થી ઉપરમાં ૫૧૮૮ વચ્ચે અથડાતા જોવાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved