Last Update : 06-May-2012, Sunday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨મેથી મંગળવાર ૮ મે સુધી

રહસ્યમય કાર્ડ-ટેરટનો ઊદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડનો વઘુ પ્રચિલત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ થકી ફળકથન કરવામાં આવે છે તથા દરેક કાર્ડના અર્થઘટનનું અલગ મહત્ત્વ હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ગુગલ પરથી ઇન્ટરનેટ દ્વારા નિઃશુલ્ક પ્રાપ્ત થઈ શકે છે અને આ અંગેની વિસ્તૃત જાણકારી મેળવી શકાય છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - થ્રી ઓફ કપ્સનું કાર્ડ તમારી વર્તમાન મુશ્કેલીઓનો ઊકેલ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. જીવનસાથી સાથે ટુંકી મુસાફરીનો યોગ ઊદ્‌ભવશે. વડિલ વ્યક્તિઓ સાથે ઊદ્‌ભવેલા મતભેદોનો સુખદ ઊકેલ પ્રાપ્ત થશે. એકાદ હૃદયસ્પર્શી શુભ ઘટના તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરશે. તા. ૩, ૪, ૫, ૬. શુભ.વી શકાશે. તા. ૨૬. ૨૭ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ મૂનનું કાર્ડ તમારી વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ બની જઈ કૌટુંબિક બાબતો અંગે મહત્ત્વનાં નિર્ણયો લઈ શકવામાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા વ્યવસાયક્ષેત્રે લાભદાયક ફેરફારો થશે. બેરોજગાર વ્યક્તિઓ માટે રોજગારીની તક ઊદ્‌ભવશે. તા. ૫, ૬, ૭, ૮. શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - હાચબનીજ સેવન ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા વર્તમાન કાર્યોમાં નવાં ફેરફારો ઊદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. નાણાંકીય બાબતો માટે આયોજન કરવાનું રહેશે અન્યથા વઘુ પડતા ખર્ચાઓ તમારા માટે તકલીફ ઊભી કરશે. કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા વિલંબમાં પડેલા કાર્યોને ઊકેલી શકાશે. તા. ૨.૭.૮. શુભ.

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ધ સ્ટારનું કાર્ડ તમે નસીબમાં માનતા થઈ જાવ તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે જેની શુભાશુભ અસર જન્મનાં ગ્રહોને આધીન રહેશે. વઘુ પડતી દોડાદોડી આરોગ્ય અંગે પ્રતિકૂળતા ઊભી ના કરે તે અંગે સાવચેતી રાખવા નિર્દેશ કરે છે. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થશે. તા. ૩.૪. શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - પેજ ઓફ કપ્સનું કાર્ડ અવિવાહિત હોય તેઓને માટે યોગ્ય જીવનસાથીની પસંદગી અંગે તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. ખર્ચાઓ વઘુ પ્રમાણમાં થશે. વારસાગત પ્રશ્નો કૌટુંબિક દ્રષ્ટિએ મહત્ત્વનાં બનવા પામશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે. તા. ૨.૫.૬. શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - નાઈટ ઓફ કપ્સનું કાર્ડ આગામી સમય તમારા શુભ ભાગ્ય પરિવર્તન માટે લાભદાયક ફેરફારો ઊદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. એકાદ મહત્ત્વનાં કાર્યમાં અણધારી સફળતા મળવા ઉપરાંત કોઈ નોંધપાત્ર કાર્યમાં અવરોધ ઊદ્‌ભવ્યો હોય તે આકસ્મિક રીતે દૂર થઈ શકવાનું સૂચવી જાય છે. સંતાનોનો સહકાર મેળવી શકાશે. તા. ૩.૪.૭.૮. શુભ.

 

તુલા (ર. ત.) ઃ The World - થ્રી ઑફ વોન્ડ્‌સનું કાર્ડ તમારા ઘ્યેયને પરિપૂર્ણ કરવા સ્વપ્રયત્નો લાભદાયક બનવાનું સૂચવી જાય છે. નોકરી-વ્યવસાયક્ષેત્રે નોંધપાત્ર નિર્ણયો લેવાના આવશે. નોકરિયાત વ્યક્તિઓને સ્થાન પરિવર્તન થશે. સંતાનોના વિવાહ-લગ્ન અંગે અગત્યનાં નિર્ણયો લઈ શકાશે. તા. ૨.૫.૬. શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ટુ ઓફ વૉન્ડસનું કાર્ડ ખૂબ જ સ્વતંત્ર રીતે તમારા હાલના ઘ્યેયને પરિપૂર્ણ કરવા અંગે નિર્ણયો લઈ શકવાનું સૂચવી જાય છે. જીવનસાથીનો સહકાર મેળવી શકાશે. દાંપત્યજીવનમાં ઊદ્‌ભવેલા મતભેદો દૂર થઈ શકશે. યશ પ્રાપ્ત થાય તેવો પ્રસંગ બનશે. તા. ૨.૩.૪.૭.૮. શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ વર્તમાન સમય દરમ્યાન તમારૂં શુભ ભાગ્ય, પરિવર્તન સૂચવી જાય છે. નવાં કાર્યોમાં સફળતા મળશે. લાંબા સમયથી જે કાર્યની પરિપૂર્ણતા માટે રાહ જોઈ રહ્યા હશો તે પૂર્ણ થઈ શકશે. આવકમાં વધારો થશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બનશે. તા. ૩.૪.૫.૬. શુભ.

 

મકર (ખ. જ.) ઃ The Hermit - નાઈટ ઓફ સ્વોર્ડ્‌સનું કાર્ડ તમારી હોંશિયારી અને આવડતના ઉપયોગ દ્વારા અવરોધાત્મક કાર્યોને સરળતાપૂર્વક ઊકેલી શકવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. યશ મેળવી શકો તેવી ઘટના બનશે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે તથા દૈનિક કાર્યો કરવામાં તાજગી અનુભવી શકાશે. તા. ૫.૬.૭.૮. શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - સીક્સ ઓફ કપ્સનું કાર્ડ કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની સાદાઈપૂર્વક ઊજવણી થઈ શકવાનું સૂચવી જાય છે તથા પ્રસંગને અનુરૂપ કંઇક નવીનતા લાવી શકશો. દૂરની મુસાફરી અંગે આયોજન કરી શકાશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હો તેમાં રાહત જણાશે. તા. ૨.૭.૮. શુભ.

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - નાઈન ઓફ કપ્સનું કાર્ડ તમારે બીજાઓને મદદરૂપ થઈ શકવા તૈયારી રાખવા સૂચવી જાય છે. સપ્તાહ દરમ્યાન સ્વજનો કે મિત્રોને માટે સમય ફાળવવાનો આવશે તેમજ તેઓના કાર્યોમાં મદદરૂપ થવાનું આવશે. સંતાન સંબંધી મહત્ત્વનાં નિર્ણયો લેવાના આવશે. મિત્રો સહાયક બનશે. તા. ૨.૩.૪. શુભ.

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved