Last Update : 06-May-2012, Sunday

 

ગરમીની વચ્ચે શીતળતાનો અહેસાસ કરાવતાં આઇસ્ક્રીમનો આસ્વાદ

આઇસ્ક્રીમ પાપડી

 

સામગ્રીઃ- આઇસ્ક્રીમ માટે ૧ લિટર દૂધ, ૨ મોટા ચમચા ઠંડું ક્રીમ, ૨ મોટો ચમચા કોર્નફ્‌લોર, ૨૦૦ ગ્રામ અથવા સ્વાદ મુજબ ખાંડ, થોડા ટીપાં, ખસનું એસેન્સ અને ખાવાનો લીલો રંગ, ૧ ચમચી આઇસ્ક્રીમ પાઉડર, આઇસ્ક્રીમ જમાવવા માટેના ગોળ સંચા.

 

પાપડી માટેની સામગ્રીઃ- ૨૦૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ માખણ, લોટ બાંધવા માટે ઠંડું પાણી, તળવા માટે ઘી.

 

રીતઃ- દૂધને એક જાડા તળીયાવાળા વાસણમાં ગરમ કરો. એક ઉભરો આવે એટલે આંચ ધીમી કરી ૧૦-૧૫ મિનિટ સુધી ઉકળવા દો. એક કપમાં કોર્નફ્‌લોર, આઇસ્ક્રીમ પાઉડર તથા થોડું ઠંડું પાણી ભેળવી આ મિશ્રણને ઉકળતા દૂધમાં નાંખી ઝડપથી હલાવો. દૂધનું મિશ્રણ તળીયે ચોટે નહીં તેનું ઘ્યાન રાખી સતત હલાવતાં રહી ઘટ્ટ થવા દો. ત્યારબાદ મિશ્રણ નીચે ઉતારી લઇ ઠંડું પડવા દો. એકદમ ઠંડું થઇ જાય એટલે તેમાં ઠંડું ક્રીમ, એસેન્સ અને લીલો રંગ ભેળવી મિક્સિમાં વલોવો. ત્યારબાદ તેને એલ્યુમિનિયમના વાસણમાં રેડી ફ્રીઝમાં મૂકી દો. ૧૫-૨૦ મિનિટ બાદ આઇસ્ક્રીમ જામવા લાગે કે તરત તેને ચમચાથી ખૂબ હલાવી ફરી જામવા મૂકો. ૧૦-૧૫ મિનિટ બાદ ફરી એકવાર હલાવી. ગોળ સંચામાં ભરી ફ્રીઝમાં મૂકી દો. સંચાને ઢાંકીને જ રાખો.
આઇસ્ક્રીમ જામતો હોય ત્યારે વચ્ચેના સમયગાળામાં મેંદામાં માખણ નાંખી બરાબર ભેળવો અને ઠંડા પાણીથી કડક લોટ બાંધો. તેને ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકી રાખો. તે પછી ફરીથી ગુંદી પોચો બનાવો. આ લોટમાંથી નાના નાના લૂઆ બનાવી પાતળી- પાતળી ગોળ પૂરીઓ વણો. જેમાં આઇસ્ક્રીમ જામવા મૂક્યો હોય, તે સંચાના માપની ગોળ પાપડી કાપી કાંટાંથી તેમાં કાણાં પાડો જેથી પૂરી ફૂલે નહીં. સ્વચ્છ ધારદાર કાતરથી પૂરીની કિનારીને થોડી થોડી કાપો આથી ઝાલર જેવું બની જશે. આ રીતે લોટની ઝાલરની ડિઝાનવાળી પાપડી બનાવી ગરમ ઘીમાં આછા બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. તમારી ઇચ્છા હોય તો ઓવનમાં બેક પણ કરી શકો.
આઇસ્ક્રીમે પીરસતી વખતે સંચામાંથી કાઢી બે પાપડી વચ્ચે દબાવીને મહેમાનોને તરત જમવા આપો.

 

 

ઓરેન્જ સ્પંજ આઇસ્ક્રીમ

 

સામગ્રીઃ ૭૫૦ ગ્રામ દૂધ, ૧૨૫ ગ્રામ તાજું ક્રીમ, ૧ કપ નારંગી નોગર, ૧ મોટો ચમચો કોર્નફ્‌લોર, ૧ મોટી ચમચો જિલેટીન, ૨-૪ કપ ખાંડ, ૧ ચમચી ઓરેન્જનું એસેન્સ, ૧૦ ટીપાં અથવા ઇચ્છાનુસાર કેસરી રંગ, ૧ સ્વિસ રોલ. (કોઇ પણ બેકરીમાં મળશે.)

 

ઓરેન્જ સોસ માટેની સામગ્રીઃ- ૧ કપ ખાંડ, ૧-૨ કપ નારંગીનો રસ, ૧ કપ પાણી, ૧ ૧/૨ ચમચી કોર્નફ્‌લોર, ૧ ચમચી માખણ, ૫ ટીપાં કેસરી રંગ, ૧૦ ટીપાં ઓરેન્જનું એસેન્સ.

 

રીતઃ- દૂધને વીસ મિનિટ સુધી ગરમ કરી ઘટ્ટ થવા દો. દૂધને સતત ચમચાથી હલાવતાં રહો. તેમાં ખાંડ ભેળવો. ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેમાં અડધો કપ પાણીમાં ભેળવેલ કોર્નફ્‌લોર મિક્સ કરો. દૂધમાં ગઠ્ઠા ન જામી જાય એ માટે સતત ચમચાથી હલાવતા રહો. ત્યારબાદ આંચ પરથી મિશ્રણ નીચે ઉતારી લો. જિલેટીનમાં પાણા નાંખી થોડીવાર રહેવા દો. તેને દૂધના મિશ્રણમાં ભેળવો. દૂધ ઠુંડું રહે એટલે એમાં ક્રીમને ફીણીને મિક્સ કરો. નારંગીનો ગર, એસેન્સ અને રંગ પણ ઠંડા દૂધમાં ભેળવી દો. આ મિશ્રણને તમે એગબીટરથી પણ ફીણી શકો. હવે તેને ઢાંકીને ફ્રીઝરમાં મૂકી દો. આ આઇસ્ક્રીમ જામવા લાગે ત્યાર પછી ફરીથી ફીણવાની જરૂર નથી.
ઓરેન્જ સોસ બનાવવાની રીતઃ- એક નોનસ્ટિક પેનમાં એક ચમચો માખણ નાંખી ગરમ થવા દો. માખણ ઓગળે એટલે તેમાં ખાંડ, પાણી, કોર્નફ્‌લોર ભેળવી મિશ્રણ તૈયાર કરો. ૨-૩ મિનિટ સુધી ચમચાથી સતત હલાવતાં રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો. હવે તેમાં નીરંગની રસ, એસેન્સ તથા કેસરી રંગ ભેળવી દો. ઓરેન્જ સોસ તૈયાર છે.
હવે અડધા કલાક પછી આઇસ્ક્રીમને ફ્રીઝમાંથી કાઢો. સ્વિસ રોલના અડધા ઇંચ જેવડા ગોળ ટુકડા કરો. આ ટુકડાને કોઇ કેક-ડિશમાં ચારે તરફ સજાવી વચ્ચે આઇસ્ક્રીમ ભરો. ઠંડો ઓરેન્જ સ્પંજ આઇસ્ક્રીમ સોસ સાથે પીરસો.

 

ઠંડાં ટમેટાંના કપ

 

સામગ્રીઃ- ૬-૮ મોટા કદના કડક લાલ ટામેટાં, ૨૫૦ ગ્રામ માવો, ૨૦૦ ગ્રામ અથવા સ્વાદ મુજબ દળેલી ખાંડ, ૧-૪ ચમચી જાવંત્રીનો ભૂકો, ૬ ટ ૬ના એલ્યુમિનિયમના ફોઇલના ૬ ટુકડા, સજાવટ માટે પિસ્તાંની કતરણ.

 

રીતઃ- ટામેટાને ધોઇ, લૂછી તેમના પર ચમક લાવવા માટે તેલનો ચીકણો હાથ લગાવો. હવે ધારદાર ચપ્પુથી ટામેટાંની ઉપરથી નાની સ્લાઇસ (ટીપકું) કાપો અને સ્ફપથી ટામેટાંનો ગર કાઢી લો. આ રીતે બધા ટમેટાંનો ગર કાઢી લઇ તેમના કપ બનાવો. ટામેટાના ટોપકાંને સાચવી રાખો. ટામેટાના ગરને મિક્સિમાં ક્રશ કરી ગળણીથી ગાળી લો જેથી તેના બી નીકળી જાય.
હવે માવો, ખાંડ, જાવંત્રીનો ભૂકો, કાજુનો ભૂકો અને ટામેટાંનો ગર બધાને ભેળવી ખૂબ ફીણો, જેથી એકસરખું ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય. જો મિશ્રણ વધારે પડતું ઘટ્ટ લાગતું હોય તો તેમાં થોડું દૂધ ઉમેરી શકો. આ મિશ્રણને એક વાસણમાં કાઢી ફ્રીઝમાં મૂકો. પાંચ-સાત મિનિટ પછી ફરીથી વલોવી ફ્રીઝમાં મૂકી દો. ફરી પાંચ-સાત મિનિટ પછી વલોવી ટામેટાના કપમાં પ્રમાણસર ભરી દો. તેમના ઉપર ટામેટાના ટોપકાં ગોઠવી દો. દરેક ભરેલા ટામેટાને એક એક જુદા જુદા એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટીને ફ્રીઝમાં મૂકી દો અને બરાબર ઠરવા દો. પીરસતી વખતે ઠંડાં ટામેટાના કપને ઉંડી પ્લેટમાં મૂકો. ધારદાર ચપ્પુથી ઉપરનું ટોપકું કાપી ટામેટાના ચાર ભાગ કરો. ત્યારબાદ પિસ્તાંની કતરણથી સજાવટ કરી, ટામેટાના કપ મહેમાનોને આપો જેથી તેમની ઠંડક અને સ્વાદ તે માણી શકે.

 

જ્યોત્સના

 

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved