Last Update : 05-May-2012, Saturday

 
જેમની ઉપર સીબીઆઈની તપાસ ઊભી છે એવા મુલાયમસંિહ યાદવ એક બાજુ રાષ્ટ્રપતિ બનવા માટેના ચોકઠા ગોઠવી રહ્યા છે ત્યારે બીજી બાજુ નિવૃત્ત થઈ રહેલાં અને સતત અંગત લાભ લેવાના વિવાદોમાં રહેલા પ્રતિભાબેન પાટીલ વળી નવા વિવાદમાં ગુંચવાયા છે

- બધા રાષ્ટ્રપતિઓ કરતાં વઘુ વિદેશપ્રવાસ કરનાર પ્રતિભાબેન

- ૭૦ સભ્યોના કાફલા સાથે અત્યારે પણ વિદેશ પ્રવાસમાં

- નિવૃત્તિ પછી તેઓને રહેવા માટે જે મકાન બંધાય છે એની ઉપર ‘સ્ટે’ આવશે ?

એક બાજુ દેશના નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ‘નેટવર્ક’માં અગાઉ એક લેખમાં એ વિષે ઇશારો કર્યો હતો.
રાષ્ટ્રપતિપદ માટેના જે નામો છે એમાં અત્યારના ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીનું નામ અત્યાર સુધી આગળ હતું. એમાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું નામ ઉછાળીને ‘નાચકણામાં કૂદકણું’ કર્યું.
ઉત્તર પ્રદેશમાં સત્તામાં આવીને મુલાયમસંિહના સમાજવાદી પક્ષના મતોની સંખ્યા વધી ગઈ છે. અત્યારે એક પણ પક્ષ એવો નથી કે જે પોતે ઇચ્છે એને રાષ્ટ્રપતિ બનાવી શકે. એ સંજોગોમાં ચૂંટણી ન થાય અને સર્વાનુમતે એક વ્યક્તિ છેલ્લા બે વખતથી થાય છે તેમને ચૂંટી કાઢવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
જો કે જનતા તો ઇચ્છે છે કે... ચૂંટણી થયા વિના સર્વાનુમતે કોઈ એક વ્યક્તિ ચૂંટી કાઢવામાં આવે પણ કેટલાક મહત્વાકાંક્ષીઓ હોય છે કે જેમને વડાપ્રધાન થવું હોય છે તો કોઈને રાષ્ટ્રપતિ.
એવા મહત્વાકાંક્ષીઓમાંના એક છે ઉત્તર પ્રદેશમાં મુખ્યપ્રધાન તરીકે પોતે બેસવાને બદલે પુત્ર અખિલેશને મુખ્યપ્રધાન બનાવ્યો અને પોતે વડાપ્રધાન પદ અથવા રાષ્ટ્રપતિપદ માટે ફાજલ રહ્યા.
હવે તેઓ વ્યૂહરચના કરી રહ્યા છે. મુલાયમસંિહ સીબીઆઈની તપાસમાં છે. આવી વ્યક્તિ માનો કે રાષ્ટ્રપતિ બને તો શું થાય... એ વિચાર પણ ઘૂ્રજાવી દેનારો છે.
માફિયા તત્વો સાથેની એમની દોસ્તી જાણીતી છે. કેન્દ્રમાં તેઓ સંરક્ષણ પ્રધાન પણ રહેલા અને ઉત્તર પ્રદેશમાં બે વાર મુખ્યપ્રધાન પણ રહેલા તો પણ માફિયા ગેંગ સાથે એમનો ઘરોબો રહ્યો હતો.
રાજા ભૈયા જેવા માથાભારે માફિયાએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડેલી અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષની મુલાયમ સંિહની જંગી બહુમતિ છે કે એમણે રાજાભૈયા જેવા પગ ચાટવા જવું ન પડે અને વળી અખિલેશે જાહેર કરેલું કે એ સરકારને ‘મસલ્સ મેન’થી દૂર રાખશે તો પણ મુલાયમસંિહે એ રાજાભૈયાને કેબિનેટ પ્રધાન બનાવ્યા !
આ મુલાયમસંિહ ભૂલેચૂકે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન થાય તો દેશનું શું થાય એ વિચાર જ ઘૂ્રજાવી લાવનારો છે.
મુલાયમસંિહે હજી થોડાંક દિવસ પહેલાં અબ્દુલ કલામના નામને સમર્થન આપેલું. એ સમર્થનના આધારે સમાજવાદી પક્ષના નેતાઓ પણ અબ્દુલ કલામનું નામ બોલવા લાગ્યા. એટલે મુલાયમ સંિહે ફોડ પાડવો પડ્યો કે સમાજવાદી પક્ષ હજી કોઈ પણ નામને સમર્થન નથી આપતો.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પછી સરકાર રચતી વખતે રાષ્ટ્રપતિના નિર્ણયનું મહત્વ ઘણું હશે એવા તર્ક ઉપર પક્ષો વ્યૂહરચના કરે છે.
ભાજપને પણ એમ છે કે એ જો પોતાના અલગ ઉમેદવાર ઊભો રાખે તો એ જીતી શકે છે. કારણ કે ગયા વખતે ૨૦૦૭માં કોંગ્રેસની અત્યાર કરતાં પણ સારી સ્થિતિ હતી તો પણ ભાજપે ભૈરવસંિહ શેખાવતને ઊભા રાખેલા.
ભાજપ હમેશાની જેમ આ વિષયમાં પણ શેખચલ્લીના ખ્વાબમાં રાચે છે. એ કહે છે કે.... જયલલિતા અને મમતા (એટલે તમિળનાડુ અને બંગાળ) કોંગ્રેસથી નારાજ છે એટલે ભાજપ જો પોતાનો અલગ ઉમેદવાર ઊભો રાખે તો એ બન્ને ભાજપને ટેકો આપે. બાકી શિવસેના, અકાલીદળ જેવા એનડીએના ઘટક પક્ષોના ટેકાને ભાજપ આધાર ગણે છે.
આમ જોવામાં આવે તો આ બધા હવામાં બાચકા ભરવા જેવું છે. કારણ કે એક પણ પક્ષે કે એના નેતાએ એ વિષે મોઢું નથી ખોલ્યું.
ફક્ત પત્રકારોના અનુમાન છે. ટીવી ન્યુઝ ચેનલોએ આવી ચર્ચાઓ ચલાવ્યા વિના ચાલે એમ નથી હોતું કારણ કે આખો દિવસ ચેનલો શું સમાચારો આપે ? જોયું નહીં.... એક કોઈ આરૂષિની હત્યાના સમાચારો જાણે કોઈ રાષ્ટ્રીય મહત્વના સમાચાર હોય એ રીતે પાંચ છ વર્ષથી આવ્યા કરે છે ? અથવા નિર્મલ બાબા જાણે દેશ અને દુનિયાને રસાતાળ લઈ જશે.... એ રીતે અમુક (જે ચેનલોને માંગેલી રકમ નહીં મળી હોય એ) ચેનલો નિર્મલ બાબા પાછળ પડી ગઈ હતી ?
એ જ રીતે રાષ્ટ્રપતિપદ માટેની ચર્ચા ચલાવવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી હજી છેક જુલાઈમાં છે. એ પહેલાં તો ઘણું પાણી વહી જવાનું. છતાં જનતા ઇચ્છે છે કે મોટા ભાગના રાજકીય પક્ષો પણ ઇચ્છે છે કે.... રાષ્ટ્રપતિ બિન પક્ષીય હોવા જોઈએ અને ચૂંટણી કરાવ્યા વિના સર્વાનુમતે ચૂંટાવા જોઈએ.
આપણી લોકશાહીની અને આપણા બંધારણની બલિહારી છે ! સામાન્ય પટાવાળા માટે અમુક પ્રકારની લાયકાતના નિયમો રાખવામાં આવે છે પરંતુ દેશનું એટલે કે ૧ અબજ ૧૬ કરોડ જનતાનું ભાવિ જેમના હાથમાં છે એ ધારાસભ્યો, સંસદસભ્યો, પ્રધાનો, મુખ્યપ્રધાનો, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કોઈ માટે લાયકાતનો નિયમ બંધારણે રાખ્યો જ નથી !
ફક્ત એક જ નિયમ રાખ્યો છે... (૧) એ ભારતનો નાગરિક હોવો જોઈએ... બસ ! રાષ્ટ્રપતિ માટે એક બીજો નિયમ છે કે... એણે ૩૫ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ.
બસ ! એ ભણેલો હોવો જોઈએ કે નહીં, એને એકડા બગડા લખતા આવડે છે કે નહીં, એ લંગડો કે બોબડો છે કે નહીં, એ ગુંડો કે માફિયા છે કે નહીં, એ ૪૨૦ છે કે નહીં, એની ઉપર કોઈ કેસ થયો છે કે નહીં... વગેરે કોઈ લાયકાત રાષ્ટ્રપતિથી માંડી પ્રધાન, ધારાસભ્ય, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, કોઈ પણ માટે રાખવામાં નથી આવી !
એ ચૂંટણીને તો હજી વાર છે પણ આપણી લોકશાહીની જે બલિહારીની નાનકડી ઝલક જોઈ એવી મોટી અને વઘુ દુઃખ થાય એવી ઝલક વર્તમાન રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલ વિષે પ્રકાશમાં આવી છે.
મનમોહન સરકાર અને સોનિયા ગાંધીએ બીજું જે કંઈ કર્યું હોય કે ન હોય પણ જે કેટલાક જનહિતના કામ કર્યા છે એમાનું એક કામ રાઈટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો કરવાનું કામ છે.
આ કાયદા નીચે જે માહિતી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના વિદેશ પ્રવાસોની જે માહિતી પ્રકાશમાં આવી એ દેશપ્રેમીઓને રંજ કરનારી છે.
રાષ્ટ્રપતિએ માર્ચના અંત સુધીમાં ૨૨ વિદેશપ્રવાસો કરેલા જેમાં દેશને રૂપિયા ૨,૦૫,૦૦,૦૦,૦૦૦ ખર્ચ થયેલો. અત્યારે પણ તેઓ વિદેશ પ્રવાસમાં જ છે. છ એપ્રિલથી ૭ મે સુધી દક્ષિણ આફ્રિકા અને સિસિલીના પ્રવાસમાં છે તેઓ.
એમની સાથે એમણે ૭૦ સભ્યોનું પ્રતિનિધિમંડળ રાખ્યું છે અને ૨૧ પત્રકારો તથા ટીવી ચેનલોના સભ્યો છે. એ ઉપરાંત ૪૨ સભ્યો વેપારી ઉદ્યોગપતિઓ છે. (આવડો મોટો કાફલો રાષ્ટ્રપતિએ લઈ જવાની શું જરૂર હોય ? કે પછી બધા સગાસંબંધી છે ?)
અગાઉના રાષ્ટ્રપતિઓની વાત કરીએ તો - અબ્દુલ કલામ ૧૭ દેશોમાં પ્રવાસે ગયેલા, નારાયણન ૧૩, વેંકટરામન ૨૧, વી.વી.ગિરિ ૨૨ દેશોમાં ગયેલા.
સ્વાભાવિક છે કે પહેલાં કરતાં હવેના પ્રવાસ મોંઘા થયા છે. એમાં વળી આપણા પ્રતિભાબેન રસોઈયાઓ (કૂક્સ) અને નોકરો (બટલરો) પણ લઈ જાય છે. (એનો ખર્ચ પણ મારે-તમારે જ આપવાનો !)
વળી અગાઉના રાષ્ટ્રપતિઓ પોતાની સાથેના પ્રતિનિધિમંડળમાં સરકારના અમલદારો, સંસદસભ્યો અને જાણીતા ઉદ્યોગપતિઓને લઈ જતા જ્યારે પ્રતિભાબેને ‘ભારતના ઉદ્યોગોના વિકાસ માટે’ સાવ અલગ પ્રકારનું પ્રતિનિધિમંડળ લઈ જતા હોય છે. (એમના પતિ વેપારી અને ઉદ્યોગપતિ છે)
સાધારણ રીતે ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ પોતાના હોદ્દાનો ઉપયોગ પોતાના અંગત હેતુ માટે કરતી નથી. પરંતુ પ્રતિભાબહેને એવું કંઈ પાળ્યું નથી.
દા.ત. એમના ગામ અમરાવતીથી ૨૦ કી.મી. દૂર કોન્ધાલીનો ફલાઈઓવર બંધાવરાવેલો જે એમના પુત્ર રાજેન્દ્ર શેખાવતના રાજકીય જીવનમાં લાભકારક રહે કારણ કે મહારાષ્ટ્રની ૨૦૦૯ની ધારાસભાની ચૂંટણીમાં એ ત્યાંથી કોંગ્રેસની ટિકિટ ઉપર ઉભો રહેવાનો હતો.
પ્રતિભાબેનના પતિ દેવી સંિહ શેખાવત વિષે એવો આક્ષેપ છે કે તેઓ રાષ્ટ્રપતિભવનમાં સમાંતર ઓફિસ ચલાવે છે અને પક્ષમાં તથા સરકારમાં નિમણુંકો જેવી બાબતોમાં માથા મારે છે.
સુરેશ પાટીલ નામના એક એક્ટીવીસ્ટની આરટીઆઈ ઉપરથી બીજી એક ચોંકાવનારી હકીકત એ પ્રકાશમાં આવી કે... પ્રતિભા પાટીલે મુંબઈ-પૂણેના જૂના હાઈવે ઉપર પૂણેથી નજદીક ખડકી નામની લશ્કરી છાવણીમાં ૫ એકર જમીન પોતાની નિવૃત્તિ પછી રહેવા માટે મેળવીને ત્યાં ૪૫૦૦ ચોરસ ફૂટ જમીન ઉપર ભવ્ય મહેલ બંધાવવાનું શરૂ કર્યું છે !
- ગુણવંત છો. શાહ

ટ્રમ્પેટ
ઢીંચણ જેવા સાંધાના દર્દો મટાડતી
એક ગોળી
ઉંમર વધવા સાથે ઢીંચણ, કેડ, જેવા સાંધાના દર્દો થવા સામાન્ય છે. એ બિમારી વધે નહીં એવી દવા શોઘ્યાનો દાવો બ્રિટનના વૈજ્ઞાનિકોએ કર્યો છે. (આયુર્વેદમાં પણ એવી દવા હોવાનું દાવો કરનારા છે પણ એનો પ્રચાર કરનારનો અભાવ છે. દા.ત. પ્રોસ્ટેટની ગ્રંથીનું ઓપરેશન કરવું ન પડે અને ગોળીઓ લેવાથી પ્રોસ્ટેટની ગ્રંથીની બિમારી ન રહે એવી આયુર્વેદમાં દવા છે પરંતુ એના પ્રચારના અભાવે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવનારા વધતા હોય છે.)
કેટલીક વાર પડવા આખડવાના કારણે પણ સાંધાના દર્દો થઈ જાય છે.
આ દર્દ માટે એલોપથીમાં અત્યાર સુધી કોઈ દવા નથી. એનો દર્દી મોટા ભાગે પેઈનકીલરો ઉપર આધાર રાખતો થઈ જાય છે. જે પાછા નવા દર્દો ઊભા કરતો હોય છે.
છેવટે ધુંટણ અથવા થાપા ઓપરેશનથી બદલવાનો ઉપાય ખમતીધર કરે છે કારણ કે ડોક્ટરો એનો ખર્ચ લાખ રૂપિયાથી ત્રણ લાખ રૂપિયા સુધીનો પડાવે છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સાઉથ હેમ્પટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમે કહ્યું કે, એમની આ ગોળીથી સાંધાના કે ઢીંચણના નુકસાનને ઓછું કરી શકાય છે. એ ગોળી ઝડપથી અસર કરે છે. (બધી જ એલોપથી દવાઓની જેમ એ આડઅસર શું કરે છે એ વિષે તેઓ મૌન છે.)
આ વૈજ્ઞાનિકોએ ૧૬૮૩ દર્દીઓને પ્રોટોલોસા નામની દવા આપેલી અને બીજાને પ્લેસબો નામની દવા આપેલી. ત્રણ વર્ષ પછી જણાયું કે પ્રોટોલોસા લેનાર દર્દીઓને દર્દ બે તૃતિયાંશ ઓછું થયેલું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved