Last Update : 05-May-2012, Saturday

 

બેંગ્લોરને હરાવીને ભારે આત્મવિશ્વાસ મેળવ્યો છે
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ

શોન માર્શની કોલમ

પ્રત્યેક મેચ પછી પોઇન્ટ ટેબલમાં નાટકિય રીતે ઉથલપાથલ થતી રહે છે જેને કારણે આઇપીએલ રોમાંચક બનતી જાય છે. અમારી ટીમ પંજાબે બેંગ્લોરને હરાવતા અમે આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ટોપ ચાર ટીમમાં આવી ગયા હતા. જોકે હજુ અડધી મંઝીલ બાકી હોઇ અમે આત્મસંતોષ લેવા કરતા હવે જ ખરૃ કામ બાકી રહ્યુ છે તેમ માનીએ છીએ. અમારે અમારો ટોપ ચારનો ક્રમ જાળવી રાખવો જોઇએ.
બેંગ્લોરને ૧૫૮ રન સુધી સીમીત રાખીને અમે ઘણું સારું એવું કામ કર્યું હતું. ગેલ જે રીતે રમતો હતો તેના પરથી એવું લાગતું હતું કે બેંગ્લોર ૧૮૦ કે વધુ રનનો સ્કોર કરી જશે. પણ અઝહર મહેમુદની બોલીંગે અમને મેચમાં લાવી દીધા હતા. આખરી પાંચ ઓવરોમાંથી મહેમુદની બે ઓવરોમાં ૧૧ રન જ ગયા હતા. તેણે ત્રણ વિકેટ પણ ઝડપી હતી. ગેલની વિકેટ બાદ અમને એવી આશા ઉભી થઇ હતી કે હવે જે પણ પડકાર આવશે તે અમારી પહોંચમાં હશે. અમારામાંના ઘણા નહોતા જાણતા કે મનદીપ સિંઘ અને સૈની અમારૃ કામ આસાન બનાવી દેશે. હું સસ્તામાં આઉટ થઇ ગયો તે પછી આ બંને બેટસમેનોએ બેંગ્લોરના હાથમાંથી બાજી ખેંચતી બેટિંગ બતાવી હતી. મનદીપે વધુ એક વખત ૪૦થી વધુ રનની ઇનિંગ રમી. તે આઉટ થયો તે પછી સૈનીએ બેટિંગનો દોર સંભાળ્યો હતો. તેણે તેની ટ્વેન્ટી-ટ્વેન્ટીની સૌ પ્રથમ અડધી સદી ફટકારી હતી.
આખરી ૪ ઓવરોમાં ૧૩ રનની જરૃર હતી અને વિકેટો બાકી હતી ત્યારે અમારે પ્રભુત્વથી મેચ જીતવી જોઇતી હતી. તેની જગાએ નાટકિય વળાંક સાથે પરાજયનો ભય ઉભો થયો હતો. અમે એક બોલ બાકી હતો ત્યારે જીતી શક્યા. જો કે ૨૦-૨૦ ક્રિકેટની આ જ મજા છે.
પિયુષ ચાવલાએ વિજયી છગ્ગો ફટકારતા અમે રાહતનો દમ લીધો.
હવે અમારે ઘરઆંગણે રાજસ્થાન સામે રમવાનું છે. તેઓ પરાજયની શૃંખલા તોડવા અમને જોરદાર લડત આપશે. વોટસન, બ્રેડ, હોગ, દ્રવિડ અને રહાને હોઇ રાજસ્થાન અમને હરાવવા બધુ જ કરી છૂટશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved