Last Update : 05-May-2012, Saturday

 
 

મોદીના ઇશારે લેવાયેલ ગેરબંધારણીય નિર્ણય
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે

કોચોને બે વર્ષથી પગાર નથી ચુકવાતો ત્યારે સંકુલ માટે રૃા. ૫૦ લાખની ડિપોઝીટ ને વર્ષે રૃા. ૧૨ લાખની ફી ચૂકવવાનું કૌભાંડ ઃ અમીન

અમદાવાદ, શુક્રવાર
ગુજરાત ક્રિકેટ એસોસિએશન રાજ્યના ક્રિકેટનો વહિવટ કોઈ ધણી-ધોરી ના હોય તેમ ખાડે લઈ ગયું છે ત્યારે ક્રિકેટના વિકાસ, આશાસ્પદોને કોચિંગ, કોચ-સ્ટાફના પગાર ચૂકવવામાં ધાંધિયા જેવા અસંખ્ય પ્રશ્નોનો ઉકેલ લાવવાની જગાએ બંધારણની પરવા કર્યા વગર ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) 'ઔડા' દ્વારા તૈયાર થયેલા થલતેજ નજીકના એકલવ્ય સ્પોર્ટસ સંકુલનો વહિવટ કરવા આગળ આવ્યું છે તેણે ક્રિકેટના અંતરંગ વર્તુળમાં ખાસ્સી ટીકા સાથે વિવાદ જગાવ્યો છે. આ અંગે રોષ વ્યક્ત કરતા જીસીએના ભૂતપૂર્વ પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે 'ઔડા'એ છેલ્લાં બે વર્ષથી આ સંકુલને બનાવ્યા બાદ સદંતર દુર્લક્ષ સેવીને રોજેરોજના સંચાલન, કોચિંગનું કોઈ માળખુ જ તૈયાર નહોતું કર્યું. આ સંકુલ ખંડેર અને બિસ્માર બનતું જતું હોઈ ગુજરાત હાઈકોર્ટે પણ પીઆઈએલના પગલે સંકુલને તાકીદે ચલાવવા તેમજ પ્રજાના નાણાનો આ રીતે બેફામ બગાડ યોગ્ય નથી. તેવો કડક ઠપકો 'ઔડા'ને આપ્યો હતો.
આના પગલે રાજ્ય સરકારે 'ઔડા'ની વહારે આવતા આ સંકુલનો વહિવટ ગુજરાત ક્રિકેટ એસોશિએશન કરે તે માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જીસીએના પ્રમુખ પણ મુખ્યમંત્રી મોદી હોઈ ટેન્ડર પ્રક્રિયામાં જ એ રીતે ફેરફાર કરાયો કે રસ બતાવનાર અન્ય ચાર પાર્ટીની જગ્યાએ જીસીએના નામે આ સંકુલનો વહિવટ રહે.
જીસીએ દ્વારા એકઝીક્યુટિવ મીટિંગની મંજૂરી વગર ગેરબંધારણીય રીતે ૨૭-૮-૨૦૧૧ના જાહેરાતના અનુસંધાનમાં ટેન્ડર ભરવામાં આવ્યું હતું. ટેન્ડરની શરત પણ 'ઔડા' અને જીસીએની (રાજ્ય સરકારની) મિલિભગત જેવી જ રખાઈ જેમાં જીસીએ વ્યાજ વગરની રૃા. ૫૦ લાખની ડિપોઝીટ ઔડાને ભરશે.
ઉપરાંત રૃા. ૧૨ લાખ વાર્ષિક લાયસન્સ ફી ભરવાની રહેશે. દર વર્ષે ૧૫ ટકા લાયસન્સ ફીનો વધારો પણ ચૂકવવાનો રહેશે. મેઈન્ટેન્સ, ઈલેક્ટ્રીક બીલ અન્ય પગાર પણ જીસીએ જ ચૂકવશે.
અમીને જણાવ્યું હતું કે જીસીએ પાસે મોટેરામાં અન્ય રમતોની સુવિધાઓ ઉભી કરેલી જ છે. તેમાં પણ કોઈ ફરકતું નથી. તો બીજી તરફ જીસીએ કે જેનું મુખ્ય કાર્ય ક્રિકેટના વિકાસ, કોચિંગ અને ટુર્નામેન્ટોના આયોજનનું છે તે સમગ્ર તંત્ર જ ઠપ્પ થઈ ગયું છે ત્યારે આ સંકુલ કે જેને ક્રિકેટની સાથે કોઈ સંબંધ નથી અને અન્ય રમતો જ છે ત્યારે તેનો વહિવટ જીસીએની તિજોરીના ભોગે હાથમાં લેવો તેમજ કોઈપણ સભ્યો કે કમિટિને વિશ્વાસમાં લીધા વગર આમ કરવું તે જોહૂકમી અને ગેરબંધારણીય છે.
કોચો તેમજ સ્ટાફના પગાર બે વર્ષથી નથી ચૂકવતા, ત્રણ વર્ષથી એજીએમ નથી બોલાવાતી ત્યારે જીસીસીએની આ 'ઔડા'ને મદદ કરવા માટેની રાજ્ય સરકારના ઈશારે થયેલી સાંઠગાંઠે રાજ્યના ક્રિકેટ વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો ઊભા કર્યા છે.
આ વર્ષે ફેબુ્રઆરીમાં જીસીએ દ્વારા 'ઔડા'નું આ સંકુલ હસ્તગત કરાયું છે. આમ છતાં હજી સુધી કોઈ રમતના વિકાસની નક્કર પ્રવૃત્તિનો પ્રારંભ નથી થયો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved