Last Update : 05-May-2012, Saturday

 
સેંકડો ચહેરાઓ

મધપુડો - હરીશ નાયક

- ‘‘હજાૂર, માથાના વાળ જન્મથી જ હોય છે. દાઢી-મૂછ અઢાર વર્ષ પછી આવે છે. એટલા વર્ષો પાછળથી દાઢી ઊગે છે, એટલે એ વાળ કાળા હોય છે. માથાના વાળ એટલા વર્ષો વઘુ પાક્યા હોય છે, એટલે ધોળા થઈ જાય છે.’’

આપણે ત્યાં રાજા ભોજની ઘણી કૌતુક કથાઓ છે. રશિયાના રાજાને ઝાર કહેવામાં આવે છે. આજે તો હવે રશિયામાં ઝાર રાજાઓ નથી. પણ જ્યારે હતા, ત્યારની આ કથા છે. કંઈક પરિચિત છતાં ચિત્તને પ્રસન્ન કરી દે તેવી. કલાપીની સંવેદન કાવ્ય-કથા ‘ગ્રામ-માતા’ના અહીં દર્શન થઈ શકે છે.
ઝાર જાુએ છે તો એક ખેડૂત તલ્લીનતાથી કામ કરે છે. કોઈક આવ્યું છે, તેનીય તેને પરવા નથી.
ઝાર વખતોવખત નગરચર્યાએ નીકળતા. આજે વળી આ તરફ આવી લાગ્યા હતા.
તેમના મનમાં એક કોયડો હતો. તેનો ઉકેલ તેઓ શોધતા હતા. વાતચીતમાં આ ખેડૂત હોંશિયાર લાગ્યો. રાજાએ તેને જ સવાલ પૂછ્‌યો ઃ ‘‘દોસ્ત, મારા સાથી, મારી એક મૂંઝવણ છે.’’
‘‘કહો રાજા સાહેબ.’’
‘‘માણસ મોટો થાય છે. ઘરડો થવા લાગે છે. ત્યારે તેના માથાના વાળ ધોળા થઇ જાય છે. પણ દાઢીના વાળ કાળા જ હોય છે, એવું કેમ ?’’
એ તો જાણે કોઈ પ્રશ્ન જ નથી, એમાં વળી મૂંઝવણ કેવી ?
ખેડૂતે તરત જ જવાબ આપી દીધો ‘‘હજાૂર, માથાના વાળ જન્મથી જ હોય છે. દાઢી-મૂછ અઢાર વર્ષ પછી આવે છે. એટલા વર્ષો પાછળથી દાઢી ઊગે છે, એટલે એ વાળ કાળા હોય છે. માથાના વાળ એટલા વર્ષો વઘુ પાક્યા હોય છે, એટલે ધોળા થઈ જાય છે.’’
ઝાર તો જવાબ સાંભળી ચકિત થઈ ગયા. તેમની લાંબા સમયની મૂંઝવણ દૂર થઈ ગઈ.
તેઓ ખેડૂતને કહે ઃ ‘‘ભાઈ, તું આ વાત કોઈને કહીશ તો નહિ ને ?’’
‘‘નહિ કહું,’’ ખેડૂત કહે ઃ ‘‘તમારો ચહેરો સો વખત જોઉં, પછીની વાત જાુદી.’’
રાજા કંઈ સમજ્યો, કંઈ નહિ સમજ્યો. તે જવા લાગ્યો.
તેણે તો દરબારમાં જઈને પ્રશ્ન પૂછ્‌યો ઃ ‘‘ઊંમર થવા સાથે માથાના વાળ ધોળા થાય છે, પણ દાઢીના વાળ કાળા જ ઊગે છે. એવું કેમ ? જે આ સવાલનો જવાબ આપશે, તેને રાજ્યના સલાહકારનું સ્થાન આપવામાં આવશે.’’
દરબારીઓ અંદર અંદર ધૂસપૂસ કરવા લાગ્યા.
તેમાંના બે જણાએ તર્ક ચલાવ્યા.
એક કહે ઃ ‘રાજા, નગરચર્યા પછી આવ્યા કે તેમને આ કૌતુક સૂઝ્‌યું છે. રાજા કઈ દિશામાં ગયા હતા, તે જાણવું જોઈએ.’
બીજો કહે ઃ ‘‘રાજા, પશ્ચિમ દિશાએ ગયા હતા.’’
તેમણે રાજા પાસે મુદ્દત માગી.
તેઓ પશ્ચિમ દિશામાં પહોંચી ગયા.
પેલો ખેડૂત પોતાની રીતે ખેતરમાં ખૂંપીને કામ કરતો હતો.
એક દરબારીએ તેને જ પૂછ્‌યું. ‘‘ભલા ભાઈ, ઝાર આ તરફ આવ્યા હતા ખરા ?’’
‘‘આવ્યા હતા.’’
‘‘તેમણે કોઈ વાત કરી હતી !’’
‘‘કરી હતી.’’
‘‘શું વાત કરી હતી ?’’
‘‘કે માથાના વાળ ધોળા અને દાઢીના વાળ કાળા કેમ ?’’
‘‘તેં જવાબ આપ્યો હતો ?’’
‘‘આપ્યો હતો.’’
‘‘અમને કહે જોઈએ.’’
‘‘રાજાજીએ કોઈને કહેવાની ના પાડી છે.’’
‘‘કોઈક રીતે ?’’
‘‘રીત એક જ. સો નગદ ચાંદીના સિક્કા ઊઘાડા ગોઠવી દો. રાજાજીનો ચહેરો દેખાય એ રીતે.’’
ઝાર રાજાનો ચહેરો દેખાય એમ સો ચહેરા ગણીને ગોઠવી દેવાયા. ખેડૂતે તે મેળવી લીધા. પછી કહે ઃ ‘‘જે જવાબ મેં ઝાર સાહેબને આપ્યો છે, એ જ તમને આપું છું. માથાના વાળ જનમની સાથે જ આવે છે. દાઢીના વાળ કરતાં તે અઢાર વર્ષ પાકટ હોય છે, એટલે એ વાળ ધોળા. દાઢી અઢાર વર્ષની ઊંમર પછી ઊગે છે, એટલે એ વાળ કાળા.’’
હુડુડુડુ કરતાં દરબારીઓ દોડી ગયા. હાજર થયા દરબારમાં.
ઝટ ને પટ જવાબ આપી દીધો. કહે ઃ ‘‘રાજાજી, જો જવાબ સાચો લાગે તો અમને બંનેને સલાહકાર બનાવજો. એક મુખ્ય, બીજો સહાયક.’’
ઝાર તો જવાબ સાંભળીને જ ચોંકી ગયા હતા. તેમણે પૂછ્‌યું ઃ ‘‘જવાબ તમને મળ્યો ક્યાંથી ?’’ સાચું કહો નહિ તો....’’
બંને દરબારીએ સાચું કહી દીઘું.
ઝાર રાજાએ ખેડૂતને પકડી મંગાવ્યો. પૂછ્‌યું ઃ ‘‘તને કહેવાની ના પાડી હતી, છતાં કેમ તેં કહી દીઘું ?’’
‘‘મેં આપને ત્યારે જ કહ્યું હતું હાજર ખેડૂતે કહ્યું ઃ’’ કે આપનો ચહેરો સો વખત જોયા પછી જ....
ઝાર કહે ઃ ‘‘તેં ક્યા મારો ચહેરો સો વખત જોયો છે ? ત્યારે એક વખત, આજે બીજી વખત.’’
ઝારના ચહેરાઓ જે સિક્કાઓ પર છે, એવા ચાંદીનાં નાણાં બતાવી ખેડૂત કહે ઃ ‘‘જહાંપનાહ, જાુઓ આ આપના સો ચહેરા છે કે નહિ ? તે મેં જોયા પછી જ એમને વાત કહી હતી.’’
આવી યુક્તિને લાંચ કહેવાય કે કેમ ?
ઝારને એવું સમજવાનો સમય જ ક્યાં હતો ?
તેઓ તો ખેડૂતના આ બીજા જવાબ ઉપર વઘુ ખુશ થઈ ગયા. તેમણે એ ખેડૂતને જ રાજ્યના મુખ્ય સલાહકાર બનાવી દીધો.
અને પેલા બે દરબારીઓ ?
તેમને મુખ્ય સલાહકારના ચમચાઓ ચપરાશીઓ તથા જી હજાુરિયા બનવાનો આદેશ આપી દીધો !

 

દુકાનદાર કેમ હસી પડ્યો?

શ્રીકાન્ત પરીખ અને શ્રીમતી પરીખ રેડીમેડ કપડાંની એક દુકાનમાં ગયાં અને દુકાનદારને કહ્યું, ‘‘અમારે આવતી કાલે અમારા મિત્રના બાબાની બર્થ ડે પાર્ટીમાં જવાનું છે; તો અમને સરસ બાબાસૂટ બતાવો.’’
દુકાનદારે પૂછ્‌યું, ‘‘એ બાબાની ઉંમર કેટલા વર્ષની છે?’’
શ્રીમતી પરીખે કહ્યું, ‘‘લગભગ સાડા ત્રણ વર્ષની.’’
પેલો દુકાનદાર આ સાંભળી ખડખડાટ હસી પડ્યો. તે શાથી હસ્યો હશે તે કહી શકશો?

જવાબ- વર્ષ પુરું થયાને અંતે જ બર્થ ડે (જન્મદિવસ) આવે. બર્થ ડેના દિવસે સાડા ત્રણ વર્ષ હોય જ ક્યાંથી?

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved