Last Update : 05-May-2012, Saturday

 

તાનારીરી

- તાનસેનને ઝડપથી પાણી પીતો જોઈને તાના બોલી, ‘આ ભાઈએ દીપક રાગ ગાયો હોય તેવું લાગે છે અને દીપક રાગ ગાવાથી દાઝેલા છે.’ માત્ર પાણી પીવાથી આ બહેનો મારું દુઃખ સમજી જાય છે તો તેઓ અવશ્ય મલ્હાર રાગ જાણતી હોવી જોઈએ, તેમ તાનસેનને લાગ્યું.

આપણો પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાયો તે પહેલાં આનર્ત પ્રદેશ તરીકે પ્રચલિત હતો. વડનગર તેની રાજધાની હતી. પ્રાચીન નામ આનર્તનગર હતું. પછી આનંદપુર અને ચમત્કારપુર તરીકે જાણીતું થયું. એમ કરતાં કરતાં વૃદ્ધનગર અને પછી વડનગર થયું.
આ વડનગર નાગર બ્રાહ્મણોના મોટા સંસ્થાન સમું હતું. નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વર પણ ત્યાં છે. મોટું મંદિર છે. આ વડનગરની એક વાત જાણીતી છે.
આ નગરમાં વસતા નાગરો કળા-કારીગરી અને સાહિત્ય, સંગીત ક્ષેત્રે આગળ હતા. આ નગરમાં તાના અને રીરી નામની બે નાગર કન્યાઓ વસતી હતી. ત્યારે મોગલયુગના સમ્રાટ શહેનશાહ અકબરનું શાસન પ્રવર્તતું હતું. બાદશાહનો દરબાર નવરત્નોથી સોહામણો હતો. આ નવરત્નો પૈકી સંગીતકાર એવા તાનસેનનું નામ બહુ જ જાણીતું હતું. તેઓ વહેલી સવારે વિવિધ સૂરાવલિઓ ને રાગોનો આલાપ કરતા. રિયાઝ કરતા. એક સમયે અકબરે તાનસેનને કહ્યું કે, ‘મારે દીપક રાગ સાંભળવાની ઇચ્છા છે માટે આપ દીપક રાગ ગાઓ.’ દીપક રાગ ગાવો એટલે અગ્નિ સાથે રમત રમવા જેવું હતું. તાનસેને ઘણી ના પાડી, રાગ ગાવાથી શું પરિસ્થિતિ થાય તે સમજાવ્યું. પણ બાદશાહ એક ના બે ના થયા. કહે છે ને રાજા, વાજાં અને વાંદરા એક સરખાં છે. દીપક રાગ રાવા માટે તાનસેનને મજબૂર થવું પડ્યું. તાનસેને દીપક રાગ ગાવો શરૂ કર્યો અને તેની સાથે તેનું રોમ રોમ ભડકે બળવા માંડ્યું. શરીર દાઝી ઊઠ્યું. રાગ રાગિણીનો આ પ્રભાવ જોઈ અકબર હતપ્રભ બની ગયો.
તાનસેનની મુસીબતનો પાર ન હતો. રાગ દીપકની અસર દૂર કરવા માટે સામે કોઈ મલ્હાર રાગ ગાય તો જ ઠંડક વળે. મલ્હારથી વરસાદ પડે ને શીતળતા વ્યાપે. અગનઝાળ શાંત થાય. તાનસેન બળતાં ઝળતાં આવા કોઈ સંગીતકારની શોધમાં ગામે ગામ ફરવા માંડ્યો. છેવટે તે ગુજરાતના વડનગર ગામે આવી પહોંચ્યા.
વડનગર એ સંગીતજ્ઞોની ભૂમિ હતી. અહીં ઘણાં સંગીતકારો, વાજંિદાઓ સંગીતની સૂરાવલિઓ છેડતા તાનસેને નિહાળ્યાં અને તેને હૈયે આશા જન્મી કે કોઈ મલ્હાર રાગ ગાનાર આ ગામમાંથી અવશ્ય મળશે. તેઓ વડનગરના શર્મિષ્ઠા (સેમેરા પણ કહે છે) તળાવ પાસેથી નીકળ્યા ત્યારે બે નાગર કન્યાઓને વાત કરતી તેમણે સાંભળી. બે બહેનો તળાવમાંથી પાણી ભરતી હતી. તેમની પાસે જઈને તાનસેને પાણી પીવા માટે માંગ્યું. તાનસેનને ઝડપથી પાણી પીતો જોઈને તાના બોલી, ‘આ ભાઈએ દીપક રાગ ગાયો હોય તેવું લાગે છે અને દીપક રાગ ગાવાથી દાઝેલા છે.’ માત્ર પાણી પીવાથી આ બહેનો મારું દુઃખ સમજી જાય છે તો તેઓ અવશ્ય મલ્હાર રાગ જાણતી હોવી જોઈએ, તેમ તાનસેનને લાગ્યું. તાનસેને બધી વાતથી બંને બહેનોને જ્ઞાત કરી. તાનસેનનું દુઃખ દૂર કરવા બંને બહેનોએ મલ્હાર રાગ ગાયો. વાદળાં ઘેરાયાં અને વરસાદ પડ્યો. તાનસેન ભીંજાયા અને બહેનો ચાલી ગઈ. તેઓ આગ્રા પાછા આવ્યા. સમ્રાટ અકબરને બધી વાત કરી. અકબરે આ સંગીતકાર બહેનોને આગ્રા આવવા માટે તેડાં મોકલ્યાં. તાનારીરીને કાંઈક ખરાબ થવાની શંકા જાગી અને બંનેએ આત્મસમર્પણ કર્યું. જીવતાં સમાધિ લીધી. આ બંને નાગર કન્યાઓની સમાધિઓ આજે પણ વડનગરના પાદરે ઊભી છે.
ધન્ય છે તાના રીરીને !
- જગદીશ ધનેશ્વર ભટ્ટ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved