સોનામાં રૃ.૨૯૭૫૦નો નવો રેકોર્ડ થયો ઃ વિશ્વ બજારમાં આગેકૂચ

 

- થાપણોના વ્યાજ દરો વધાર્યા

 

- ડોલર ઘટવાની આશા

 

 

મુંબઈ,તા.૪

 

દેશના ઝવેરી બજારોમાં આજે સોનામાં તેજીનો માહોલ ચાલુ રહેતાં જૂના રેકોર્ડ તૂટી નવા રેકોર્ડ સર્જાયા હતા. દિલ્હી બજારમાં સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૫૫ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૬૧૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૭૫૦ બોલાતાં નવી ટોચ દેખાઈ હતી. મુંબઈમાં સોનાના ભાવો ૯૯.૫૦ના જો કે રૃ.૧૦૦ ઘટી રૃ.૨૯૨૧૦ બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવો ફરી ઉછળી રૃ.૨૯૩૫૦ બોલાઈ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૩૪૦ બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવો રૃ.૨૯૪૮૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ઔંશના ભાવો સોનાના આજે ૧૬૪૨ ડોલર વાળા નીચામાં ૧૬૨૬.૫૦ ડોલર સુધી બોલાઈ ગયા પછી ફરી ઉછળી મોડી સાંજે ૧૬૪૫થી ૧૬૪૫.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. અમેરિકાના નોન-ફાર્મ પેરોલ ડાટા નબળા આવતાં વિશ્વ બજારમાં સાંજે સોનાના ભાવો ઉંચામાં ૧૬૪૭ ડોલર આસપાસ રહ્યાના નિર્દેશો હતા, ચાંદી ઉંચામાં ૩૦.૪૫થી ૩૦.૫૦ ડોલર થઈ છેલ્લે ૩૦.૧૮થી ૩૦.૨૦ ડોલર રહી હતી, મુંબઈમાં છેલ્લે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૩૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૪૩૦ બોલાઈ રહ્યા હતા જયારે ચાંદીના ભાવો નીચામાં રૃ.૫૫૯૫૦ તથા ઉંચામાં રૃ.૫૬૪૫૦ થી ૫૬૫૦૦ બોલાઈ છેલ્લે રૃ.૫૬૩૨૫ થી ૫૬૩૫૦ રહ્યા હતા.

 

ડોલરના ભાવો રૃ.૫૩.૪૧ વાળા આજે ઉંંચામાં રૃ.૫૩.૯૨ થયા પછી રિઝર્વ બેંકની વેચવાલી આવતાં ડોલરના ભાવો ફરી ઘટી છેલ્લે રૃ.૫૩.૪૭થી ૫૩.૪૮ રહ્યા હતા.

 

ડોલર બજારમાં આજે બપોર પછી ગાળામાં રિઝર્વ બેંકની વેચવાલી વધી હતી, આરબીઆઈના પગલા જોતાં આગળ ઉપર ડોલરના ભાવો નીચામાં રૃ.૫૨.૫૦ થવાની શક્યતા જાણકારો બતાવતા હતા. દેશમાં ડોલરનો પ્રવાહ વધે એ માટે આરબીઆઈએ આજે વિવિધ પગલાઓ નક્કી કર્યા હતા, નોન રેસીડન્ટ ઈન્ડિયન્સ (એનઆરઆઈ) દ્વારા મૂકાતી ફોરેન કરન્સી ડિપોઝિટો પરના વ્યાજના દરો વધારવામાં આવ્યા છે. આવી એફસીએનઆર ડિપોઝીટોમાં ૧થી ૩ વર્ષની મુદતની ડિપોઝીટો માટેના વ્યાજદરો ૭૫થી ૧૭૫ બેસીસ પોઈન્ટ વધારાયા છે. આમ વધુ વ્યાજ અપાતાં દેશમાં એનઆરઆઈની થાપણો વધવાની શક્યતા ઊભી થઈ છે.નિકાસ ધિરાણ માટે વ્યાજના દરો પરના અંકુશો પણ દૂર કરાયા છે. ફોરેન કરન્સીમાં અપાતા આવા ધિરાણમાં વ્યાજ હવે બેંકો પોતે જ નક્કી કરી શકશે.