યુપીએસસી દ્વારા સનદી અધિકારીઓની ભરતી માટે લેવાયેલી મુખ્ય પરીક્ષા પછીના ફાઈનલ ઈન્ટરવ્યૂમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહીત જણાતા હતા. તેઓએ રિઝલ્ટ બાદ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. રેકિંગમાં અમદાવાદના ત્રણ અને વિજયનગરના એક વિદ્યાર્થીએ મેદાન માર્યું છે. તસવીરમાં વિદ્યાર્થીઓના મુખ પર ભારે ખૂશી સાથે આત્મવિશ્વાસ છલકતો નજરે પડે છે.