અમદાવાદના નહેરૃબ્રીજની પતંગ હોટલ તરફથી સરદારબાગ તરફ જતી પાળીમાં બે જગ્યાએ મોટા બાકોરા પડી ગયા છે. ગઇકાલે જ આ બાકોરામાંથી બાળકો પડતા પડતા રહી ગયા હતા. લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફોનો કર્યા પણ આજ સુધી આ પાળીના બાકોરાઓનું સમારકામ થયું નથી. આ બાકોરા એટલા મોટા છે કે નાના બાળકો તેમાંથી સરકી જાય. શા કારણથી બ્રીજની પાળીઓમાં આવા બાકોરા છે તે જાણી નથી શકાયુ. પણ સત્તાવાળાઓએ તાત્કાલિક પગલા લેવા જોઇએ તેવી લોકોની માગણી છે. (તસ્વીરઃ ગૌતમ મહેતા)