Last Update : 05-May-2012, Saturday

 

ભારતીય સિનેમાના શતાબ્દી વર્ષમાં
નારાજ કુટુંબીજનો ફાળકે માટે ભારતરત્નની માગણી કરે છે

દાદા સાહેબનું ઘર રસ્તો પહોળો કરવા તોડી પડાયું હતું ! પહેલા વહેલા શૂટિંગ માટે વપરાયેલો બંગલો હજી અડીખમ

મુંબઈમાં યોજાયેલા ૧૪૩મા દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડઝ ૨૦૧૨ સમારોહમાં દાદાસાહેબ ફાળકેની મીણમાંથી તૈયાર કરાયેલી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી. ૧૯૧૩માં ભારતની સૌ પ્રથમ ફિચર ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' બનાવનારા હિન્દી ફિલ્મોના પ્રણેતા દાદાસાહેબની આ પ્રતિમા જોઈને ઘણા થાપ ખાઈ ગયા હતા. મીણની પ્રતિમા જોઈને એવું લાગતું હતું કે, તે જાણે હમણાં બોલી ઉઠશે..! આ પ્રતિમાના અનાવરણ બાદ તેને નિહાળી રહેલાં પીઢ અભિનેત્રી સુલોચના (ડાબે) અને દિગ્દર્શક સુભાષ ઘઈ નજરે પડે છે.

 

મુંબઇ તા.૪
ભારતીય સિનેમાએ ગુરુવારે શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે હિન્દુસ્તાની ફિલ્મોના ભિષ્મપિતામહ દાદા સાહેબ ફાળકેનો પરિવાર અને ખાસ તો પૌત્ર-પૌત્રીઓ આ ખુશાલીમાં સામેલ થાય એમ નથી.
આ પરિવારે ફાળકેને ભારત-રત્ન આપવાની માગણી કરી છે. હાલ ફાળકેને નામે અપાતા રાષ્ટ્રીય એવોર્ડ સિવાયનું કોઇ સન્માન તેમના નામે નથી. તેમના નાશિકમાં રહેતા પૌત્ર વિવેક આઠવલેએ કહ્યું હતું કે તેઓ આના (ભારત-રત્નના) હકદાર છે. ફાળકે પરિવારની ત્રીજી પેઢીને લાગે છે કે સરકારે ફાળકેને ઓછામાં ઓછું સર્વોચ્ચ મુલ્કી સન્માન આપી જ શકે.
હકીકતમાં ફાળકેનું કુટુંબ કાયમ ધારણ આર્થિક સ્થિતિમાં જ જીવ્યું છે. માહિમમાં રહેતી અને ૨૦૦૭માં અવસાન પામેલી તેમની પુત્રી વૃંદા પુસાલકર અબ્ઝાઈમર રોગથી પીડાતી હતી. સાંસદ-અભિનેતા સ્વ. સુનીલ દત્તે ઝુંબેશ હાથ ધર્યા બાદ વૃંદાને ઘર અને પેન્શન મળ્યા હતા. વૃંદાના પુત્ર ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકાર દાદાસાહેબના બાળકોને ચોક્કસ મદદ કરી શકી હોત ફાળકેના નામે કંઇ જ બચ્યું નથી. એવોર્ડ આપવા માટે તેમના નામનો ઉપયોગ થાય છે પણ હજી તેમના માટે ભારત-રત્ન જાહેર કરાયો નથી શું સરકાર એમના નામ એકાદ ફિલ્મ-સ્કુલ શરૃ ન કરી શકી હોત ?કુટુંબના અમુક સભ્યોએ નાશિકમાં રહેવાનું પસંદ કર્યું છે કારણે કે ફિલ્મ ઉદ્યોગે ફાળકોને યોગ્ય માન-સન્માન ન આપ્યાનો વસવસો છે.
પૌત્રી ઉષા પાટણકરે પણ કહ્યું હતું કે પોતાની ફિલ્મી બિરાદરી તરફથી તેમની યોગ્ય કદર ન થઇ અમે રોકડ રકમની વાત કરતા નથી પણ સિનેમા ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ તો તેમને જશ આપો.
નવાઇની વાત એ છે કે ફાળકે લગભગ ભાડાના ઘરમાં જ રહ્યાં જીવનના અંતિમ તબક્કામાં નિર્માતા-દિગ્દર્શક વી. શાંતારામે રૃા. પાંચ હજાર એકઠા કરીને તેમને નાશિકમાં જમીનનો પ્લોટ અપાવ્યો હતો. તેના પર તેમણે પોતે ઘર બાંધ્યું હતું. પરંતુ વીસેક વર્ષ અગાઉ આ ઘર તોડી પડાયું હતું ઉષા પાટકરે જણાવ્યું હતું કે દાદા સાહેબના પૌત્ર દીપક ફાળકેએ નાશિક મહાનગર પાલિકાને આ ઘરના સમારકામ માટે અપીલ કરી હતી પણ એ બહેરા કાને અથડાઇ હતી. પછીથી રોડ પહોળો કરવા માટે આ ઘર તોડી પડયાું હતું અને હવે ત્યાં માત્ર દાદાસાહેબ ફાળકેની યાદ અપાવતું એક બોર્ડ માત્ર છે.
સદ્ભાગ્યે ફાળકેએ જ્યા પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ કર્યું હતુ એ હૌડ હાઉસ હજી અડીખમ છે. ફાળકેના એક પરિવારજને માહિતી આપી હતી કે એ ભાડાની જગ્યા હતી અને એ સમયના માલિકમાંથી હવે કોઇ હયાત નથી. જોકે આ બંગલોના વર્તમાન માલિક નિઝામુદ્દીન ગુલામ કોંકણીએ કોઇ પણ ફેરફાર કર્યા વગર આ બંગલો જાળવી રાખ્યો છે. કોંકણીએ કહ્યું હતું કે મારે આ બંગલો તોડી પાડવો હતો પણ મારી માતાએ મને રોક્યો હતો કારણ કે આ ફાળકેની બચેલી એક માત્ર સ્મારક-સ્મૃતિ છે આથી મે બંગલો રહેવા દીધો અને તેની જાળવણી માટે પ્રવાસો કરું છું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved