Last Update : 05-May-2012, Saturday

 

વન મિનિટ પ્લીઝ...

રાષ્ટ્રીય
(1) ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું છે કે, ઇશાન (ઉત્તર પૂર્વ) ભારતના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સરકાર પૂરતા પગલા ભરશે પરંતુ આની સાથે સરકાર અને લોકોની ચિંતામાં વધારો થાય એવું બન્યું છે. બેંગાલુરુમાં એક કૉલેજ હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં એક મણિપુર વિદ્યાર્થી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો તે પછી મણિપુરનો જ એક બીજા વિદ્યાર્થીએ તેની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયા પછી તેની હાજરીમાં જ આપઘાત કરી લીધો છે.
(2) સોના કિતના સોના હૈ.. હવે સોનું 'સોણું' (સુંદર) લાગે તેવું નથી રહ્યું. આજે સોનામાં રૃા. ૨૯,૭૫૦નો નવો રેકોર્ડ ભાવ થયો હતો. જો કે બાદમાં તેના ભાવ ઘટયા હતા.
(3) કાશ્મીરના મુફ્તિ આઝમ (ટોચના ધર્મગુરુ)એ માગણી કરી છે કે, મુસ્લિમોના અહેમદી સંપ્રદાયને બિનમુસ્લિમ જાહેર કરવા કાયદો બનાવવામાં આવે.
(4) શરમજનક વાત કહેવાય... રાષ્ટ્રપતિના પદ માટે પણ જાત- ધર્મ સંપ્રદાય જોવામાં આવે તે વાત સારી નથી. સમાજવાદી પક્ષે અગાઉ માંગણી કરી હતી કે મુસ્લિમ ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવો તો આજે એનસીપીના પી.એ. સંગ્મા (જે લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે.) એ માંગણી કરી છે કે, આદિવાસી નેતાને રાષ્ટ્રપતિ બનાવો. જો કે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતે આ રેસમાં નથી. દરમિયાન એસોશિયેશન ઓફ ડેમોક્રેટિક સોશિયાલીઝમે કોઇ ખ્રિસ્તી વ્યક્તિને રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનાવવાની માંગણી કરી છે.
(5) અણ્ણાના સમર્થકો માટે સારા સમાચાર છે અણ્ણા ટીમે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોવાની પીઆઇએલ સુપ્રીમે ફગાવી દીધી છે.
(6) બીપીઓ ક્ષેત્રમાં ભારત અગ્રણી રહ્યું છે. ફિલિપાઇન્સ આ ક્ષેત્રે બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમ છતાં ભારતે ૨૦૧૧-૧૨ના વર્ષમાં ૧૫.૯ અબજ ડોલરની આવક મેળવી છે.
(7) કોર્ટ દ્વારા કોઈ રાહત ન મળતાં ડેન્ટિસ્ટ નુપૂર તલવારે ડાસના જેલમાં સાથી કેદીઓને શિક્ષણ આપવાનું કામ હાથ ધર્યું છે.

આંતરરાષ્ટ્રીય
(1) આઇએમએફના પૂર્વ વડા ડોમિનિક સ્ટ્રોસ કાન ફરી મુસીબતમાં ફસાય તેવા અણસાર છે. ફ્રાન્સના સરકારી વકીલોએ કહ્યું છે કે, તપાસ કરી રહેલા મેજિસ્ટ્રેટોએ નવા પુરાવા આપ્યા છે જે કાનને વૉશિંગ્ટન ડીસીમાં થયેલા સામુહિક બળાત્કારના કેસમાં સંડોવી શકે છે.
(2) આખરે અમેરિકા અને ચીન વચ્ચે બળવાખોર એન શુંઆગચેનના મામલે કંઈક સમાધાન થતું દેખાઈ રહ્યું છે. ચીને કહ્યું છે કે, ચેન વિદેશમાં અભ્યાસ માટે અરજી કરી શકે છે. અમેરિકાના વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ચીનના પ્રવાસે છે ત્યારે ચીનનું નિવેદન આવ્યું છે. અમેરિકાએ ચીનના નિવેદનને આવકાર્યું છે ચેન કો અબ ચૈન મિલેગા !
(3) ફેશન અને લાઇફ સ્ટાઇલ મેગેઝિન 'વોગ'ની તમામ ૧૯ આવૃત્તિના તંત્રીઓએ તેમના સામયિકમાં તંદુરસ્ત અને ૧૬ વર્ષથી મોટી યુવતીઓને ચમકાવવા નિર્ણય લીધો છે જેથી બોડી ઇમેજ પ્રત્યે ફેશનનો અભિગમ બદલાય વૉગની મુખ્ય અમેરિકન આવૃત્તિના તંત્રી અન્ના (હઝારે નહિ) વિન્ટુરે દસ વર્ષની કન્યાનો ફોટો છાપતા ૨૦૧૦માં વિવાદ થયો હતો એટલે આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.
(4) ફ્રાન્સના પ્રમુખપદની ચૂંટણીમાં સમાજવાદી ફ્રાન્કોઇઝ હોલાન્ડે આગળ નીકળી રહ્યા છે. ટૂંકમાં, ભારત હોય કે ફ્રાન્સ બધે સમાજવાદીઓની બોલબાલા છે, ભાઈ !
(5) બ્રિટનની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પક્ષને સફળતા મળતા વડાપ્રધાન ડેવિડ કેમરોને સેંકડો કન્ઝર્વેટિવ કાઉન્સિલને (નગરસેવકો)ની હાર માટે માફી માંગી છે.
(6) વ્યક્તિને ભણવા માટે કોઈ ઉંમર નડતી નથી એ ૯૭ વર્ષના એક ઓસ્ટ્રેલિયન 'દાદા'એ સાબિત કર્યું છે એલન સ્ટીવર્ટ નામના આ વયોવૃદ્ધે સ્નાતકની ડિગ્રી મેળવીને વિશ્વના સૌથી વૃદ્ધ સ્નાતકનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved