Last Update : 04-May-2012, Friday

 
માંગરોળ-વાલીયા સ્ટેટ હાઇવે બે મહિના સુધી બંધ રહેશે
મોરા ગામ નજીક કીમ નદીના બ્રીજનું સમારકામ કરવાનું હોવાથી રસ્તો બંધ કરાયો ઃ એક સાથે પાંચેય સ્લેબના સમારકામની માગ

મોસાલી, શુક્રવાર
સુરત જિલ્લાને ભરૃચ જિલ્લા સાથે જોડતા માંગરોળ-વાલીયા રાજય ધોરી માર્ગ પર મોરા ગામ નજીક કીમ નદી ઉપરના બ્રીજનું સમારકામ શરૃ થતાં આ બ્રીજ બે મહિના સુધી બંધ રહેશે. બ્રીજના પાંચમાંથી ત્રણ સ્લેબના સમારકામને બદલે તમામ પાંચેય સ્લેબનું સમારકામ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.
સુરત જિલ્લાને ભરૃચ જિલ્લા સાથે જોડતા માંગરોળ-વાલીયા રાજયધોરી માર્ગ ઉપર માંગરોળથી બે કિ.મી. દૂર મેરા ગામ પાસેથી પસાર થતી કીમ નદી ઉપર બ્રીજ ઉભો કરવામાં આવેલો છે.
બ્રીજ બનાવ્યાને ઘણો લાંબો સમય થયો છે ત્યારે આ બ્રીજનું સમારકામ કરવું પડે એવો પ્રશ્ન ઉભો થવા પામ્યો હતો. બ્રીજ ઉપર પાંચ સ્લેબ ઉભા કરવામાં આવેલા છે. જેમાંથી ત્રણ સ્લેબ તદ્દન જર્જરિત થવા ઉપર પહોંચ્યા છે. બ્રીજની ઉપર અનેકો વખત ગાબડા પણ પડયા છે. આ ગાબડાઓ પુરી આજદિન સુધી ગાડું ગબડાવવામાં આવતું હતું.
આખરે મા.મ. વિભાગ દ્વારા આ ત્રણ સ્લેબોનાં નવિનીકરણ માટે એક વર્ષ અગાઉ જરૃરી પ્લાન એસટીમેન્ટ મંજુરી માટે મોકલ્યા હતા. તે સમયે અંદાજે પચાસ લાખ મંજુર કરાયા હતા. ત્યારબાદ મા.મ. વિભાગ દ્વારા આ કામ સંદર્ભે પાંચ પાંચ વખત ટેન્ડરો મુકવામાં આવ્યા હતા. હાલનાં તબક્કે બ્રીજની સ્થિતિ ખૂબ જ ખરાબ થતાં કોઇપણ ભોગે બ્રીજનું સમારકામ કરવું પડે એવી પરિસ્થિતિ ઉભી થતાં આખરે ભાવનગરની શિવશક્તિ કન્સ્ટ્રકશન કંપનીને આ કામ કરવા માટે નક્કી કરવામાં આવી છે.
કંપની દ્વારા બ્રીજનાં સમારકામની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જયારે સંબંધિત વિભાગો દ્વારા બે માસ માટે આ બ્રીજ વાહનોની અવરજવર માટે બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જયારે બીજી તરફ પ્રજાજનોએ માંગ કરી છે કે બ્રીજના પાંચ સ્લેબોમાંથી હાલમાં ત્રણ સ્લેબોનું નવિનીકરણનું કામ કરવામાં આવનાર છે ત્યારે બાકી રહેતા બે સ્લેબોનું કામ પણ હાલમાં કામની સાથે જ પૂર્ણ કરી દેવામાં આવે જેથી ભવિષ્યમાં બીજીવાર બ્રીજને બંધ કરવાની નોબત નહીં આવે.

 

આમળી ગામે કુદરતી હાજતે જતાં શખ્સ પર દિપડાનો હુમલો
દિપડાએ અચાનક હુમલો કરતા રમણભાઇ પટેલે બૂમાબૂમ કરી પ્રતિકાર કર્યો ઃ સ્થળ વિઝીટ બાદ વનવિભાગની પાંજરૃ મુકવા કવાયત

વાપી, શુક્રવાર
૫ારડી તાલુકાના આમળી ગામે આહિર ફળિયામાં રહેતા ૪૮ વર્ષીય શખ્સ ઉપર આજે સવારે વહેલી સવારે દિપડાએ હુમલો કરતા ગામલોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું છે. ઘાયલ શખ્સને પારડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પારડી તાલુકાના આમળી ગામે આહિર ફળિયામાં રમણભાઈ છનાભાઈ ઢોડિયા પટેલ (ઉ.વ.૪૮) પરિવાર સાથે રહે છે. આજે વહેલી સવારે રમણભાઈ ઘરેથી નજીકમાં આવેલા ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે જવા નીકળ્યા હતા. આ દરમિયાન અચાનક દિપડાએ તેઓ ઉપર હુમલો કર્યો હતો. રમણભાઈએ દિપડા સામે ભારે પ્રતિકાર કરી બુમાબુમ કરતા આખરે દિપડો જંગલ વિસ્તારમાં ભાગી છૂટયો હતો.
ઘટના બાદ તાત્કાલિક આસપાસના લોકો દોડી જઈ ઘાયલ રમણભાઈને તાત્કાલિક સારવાર અર્થે પારડીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દિપડાએ રમણભાઈના જમણા હાથ, માથા અને પીઠ પાછળ હુમલો કર્યો હતો. આહિર ફળિયામાં આજે દિપડાએ દેખાદઈ ૪૮ વર્ષીય શખ્સ ઉપર હુમલો કર્યાની ઘટનાને પગલે ગામલોકોમાં ભયનું વાતાવરણ ફેલાવા પામ્યું છે. આ બનાવ અંગે ગામલોકોએ જંગલ વિભાગને જાણ કરી હતી. બાદમાં જંગલ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જંગલ વિભાગે આ વિસ્તારમાં ફરી રહેલા દિપડાને ઝબ્બે કરવા પાંજરૃ મુકવાની કવાયત હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved