Last Update : 04-May-2012, Friday

 

નાણાં મેળવવા બેંકના પગથિયા ઘસતી નિવૃત્તિ શિક્ષિકા
ATMમાંથી નાણાં ન નીકળ્યા છતાં ખાતામાં ૧૫ હજાર ઉધાર થયા

વલસાડના ગીતાબેન દેસાઇને ૧૧ મહિનાથી અનેક ધક્કાઓ ખવડાવ્યા બાદ બેંકે નાણાં આપવાની સ્પષ્ટ ના પાડી દીધી
વલસાડ, ગુરૃવાર
સ્ટેશન રોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં ખાતું ધરાવનાર વલસાડ અબ્રામારોડની વિધવા નિવૃત્ત શિક્ષિકાના વલસાડ રેલ્વે સ્ટેશન પરના એસબીઆઇના એટીએમમાંથી રૃ।. ૧૫૦૦૦ નહીં નીકળવા છતાં તેમના ખાતામાંથી ડેબીટ થઇ જતાં છેલ્લાં ૧૧ મહિનાથી બેંકના જનરલ મેનેજર સુધી લેખિત ફરિયાદ કરવા છતાં પણ અવારનવાર ધક્કાઓ ખવડાવ્યા બાદ રૃપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
વલસાડ અબ્રામારોડ પર પોલીસ હેડકવાટર્સની સામે આવેલી દર્પણ સોસાયટીમાં રહેતી વિધવા નિવૃત્ત શિક્ષિકા ગીતાબેન બિપીનચંદ્ર દેસાઇએ પેન્શન માટે વલસાડ સ્ટેશનરોડ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં ખાતું નં. ૧૦૨૫૩૩૩૫૯૭૭ ખોલાવેલું છે. તા. ૨૩-૫-૧૧ના રોજ વલસાડ રેલ્વે સ્ટેશન પર આવેલા એટીએમમાંથી તેઓ પૈસા ઉપાડવા ગયા અને રૃ।. ૫૦૦૦ ઉપાડવા એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો પરંતુ પૈસા નીકળ્યા ન હતા. મશીનમાંથી ફકત રીસીપ્ટ જ નીકળી હતી. જેથી વોચમેન નટવરલાલ પટેલે નંબર બરાબર ન હશે એમ જણાવી પાછો કાર્ડ નાંખી નંબર ડાયલ કરવા કહેતાં તેમણે ફરીથી કાર્ડનો ઉપયોગ કરી રૃ।. ૧૦૦૦૦ ઉપાડવા પ્રયત્ન કરતા પાછા પૈસા નીકળ્યા ન હતા અને રીસીપ્ટ જ નીકળી હતી. વોચમેને એસબીઆઇ બેંકમાં જાણ કરવા કહ્યું હતું. બીજી બાજુ પૈસા ન નીકળવા છતાં તેમના ખાતામાંથી રૃ।.૧૫૦૦૦ ડેબીટ થઇ જતાં તેમણે બેંક મેનેજરને લેખિત ફરિયાદ કરી હતી. જેનો જવાબ મેનેજરે એક મહિના પછી આપવા જણાવ્યું હતું. એક મહિના બાદ મેનેજરે મૌખિક જવાબ આપેલો કે, એટીએમ મશીનમાં સકસેસફુલ બતાવે છે એ ટલે હવે કંઇ થઇ શકે નહીં. જેથી તેમણે ગાંધી લાયબ્રેરી સામે પ્રાદેશિક વ્યવસાય કાર્યાલયમાં જનરલ મેનેજર ચૌહાણને મળી તમામ હકીકત જણાવતા તેમણે આસી. ઓફિસર દિનેશ દલવાણીને આ કેસની વિગતે તપાસ કરવા કહ્યું હતું અને સીસીટીવી કેમેરાના ફૂટેજ મંગાવતા એમાં માત્ર ખભાથી ઉપરનો જ ભાગ દેખાતો હોય પૈસાનું સ્પષ્ટીકરણ થયું ન હતું કે કોઇ એવી મુવમેન્ટ પણ દેખાતી ન હતી. ગીતાબેને વોચમેન નટવરલાલ પટેલ અને એટીએમમાં પૈસા કાઢવા આવેલ અન્ય એક ભાઇ જેઓ ઉદવાડા લોકોશેડમાં નોકરી કરે છે તે બામેશ્વરસિંહ પૈસા એટીએમમાંથી નીકળ્યા ન હતા તેના સાક્ષી હોય તેમને પૂછવા જણાવતાં બેંકના બે કર્મચારીઓ વલસાડ રેલ્વે સ્ટેશન પર એટીએમના વોચમેન નટવરલાલને ળતા ંતેમણે લેખિતમાં રૃપિયા નીકળ્યા ન હોવાનું રીજીયોનલ મેનેજરને આપ્યું હતું. તેજ રીતે રેલ્વે કર્મચારીનું સરનામું લઇ તેમને પૂછવામાં આવતા તેમણે પણ સાક્ષી તરીકે લેખિતમાં આપ્યું હતું. બેંક અધિકારી દિનેશ દલવાણીએ માનવતા ખાતર અડધા રૃપિયા આપવાની વાત કરી હતી પરંતુ બેંક અધિકારીએ થોડો સમય આપો તેમ કહી કહીને ૧૧ મહિના કરતા વધુ સમય વિતાવ્યા બાદ હવે રૃપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દેતાં ગીતાબેન દેસાઇએ પોતાના પેન્શનની રકમ મેળવવા માટે વલસાડ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના દ્વાર ખટખટાવવાની તૈયારી કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved