Last Update : 04-May-2012, Friday

 

કારોબારીની ૨૪ બેઠકો લડતા ૪૭ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થશે
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો આજે રસાકસીભર્યો ચૂંટણી જંગ

ચુંટણી જીતવા માટે અવનવા પ્રયાસો પછી પણ ઉમેદવારોને ક્રોસ વોટીંગનો ભય, આજે મતદાન કાલે પરિણામ

રાજકોટ, શુક્રવાર
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની રસાકસીભરી ચૂંટણીનો પ્રચાર પુરો થયા બાદ આજે ટેલીફોનીક અને ડોર ટુ ડોર સંપર્ક પણ પુરો થયો હતો. આવતીકાલ તા.૫ના રોજ ચેમ્બરની ૨૪ બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ૨૭ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થશે. કુલ ૧૬૩૮ મતદારો ધરાવતી ચેમ્બરની ચુંટણીમાં અંદાજે ૬૫ થી ૭૦ ટકા મતદાન થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એક સમયે સૌરાષ્ટ્રની મધ્યસ્થ વ્યાપારી સંસ્થા ગણાતી હતી. આ ચેમ્બરના હોદ્દેદારો ન્યાયી પ્રશ્ન માટે લડાયક ભુમિકા ભજવવા અચકાતા નહીં હોવાથી ચેમ્બરને મહાજનનો દરજ્જો મળ્યો હતો. પરંતુ કાળક્રમે ચેમ્બર પણ રાજકીય નેતાઓની ખુશામતનું સાધન બની જતાં તેમાંથી લડાયક શક્તિ ઓસરી જતાં પ્રાણવિહીન બની ગઇ હતી. આ ચેમ્બરની ૨૩ બેઠકો માટે ચૂંટણી આવતીકાલ તા.૫ના જનકલ્યાણ હોલમાં સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી યોજાશે. મતપત્રક દ્વારા મતદાન થયા બાદ મતગણથરી તા.૬ને રવિવારે સવારે ૧૦ થી ચેમ્બરના હોલમાં યોજાશે. જેના પરિણામો બપોર સુધીમાં જાહેર થઇ જશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં ચુંટણી લડી રહેલા બે પેનલના ઉમેદવારો પાસે પોતાનો કોઇ ચૂંટણી એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ તેમ છતાં પરીવર્તનની વાતનો આધાર લઇને પેનલ ટુ પેનલ પ્રચાર ચાલતો રહ્યો છે. ચેમ્બરના જે ૧૬૩૮ મતદારો છે તેમાં સૌથી વધુ ૩૦૦ મતદારો રાજકોટ એન્જીનીયરીંગ એસો. સાથે જોડાયેલા રહ્યા છે. ત્યારબાદ માર્કેટીંગ યાર્ડમાં ૧૮૦ અને ગોંડલ રોડ, ઢેબર રોડ પર ૧૨૦ જેટલા મતદારો છે. આ મતદારોને રીઝવવા માટે અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા પછી પણ બન્ને પેનલના ઉમેદવારોને ક્રોસ વોટીંગનો ભય સતાવી રહ્યો છે તેથી કોણ જીતશે અને કોણ હારશે તે કહેવું મુશ્કેલ છે.
આ ચેમ્બરની ચુંટણીનાં ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત હરકિશોરભાઇ બરછાના જણાવ્યા અનુસાર ચુંટણીમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે મતદાન મથકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ બન્ને પેનલના ઉમેદવારોને ખોટી લાલચ નહીં આપવા તેમજ ચુંટણી આચારસંહિતાના નિયમોનો અમલ કરવા જણાવાયું છે. ૨૪ કે તેથી ઓછા અથવા વધારે મત આપનારનો મત કેન્સલ ગણાશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved