Last Update : 04-May-2012, Friday

 
મેઘરજમાં જુના બસ સ્ટેશન વિસ્તારમાં
પોલીસે ફિલ્મીઢબે પીછો કરી દારૃ સાથે એક પકડયો

દારૃના અડ્ડા બંધ કરાવી દેવામાં આવતાં હવે લોકો બાઈક પર પોટલા બાંધી દારૃ લાવી રહ્યા છે

મેઘરજ, તા.૪
મેઘરજ નગરમાં સવારે સાડા દશ વાગ્યાના અરસામાં પુરઝડપે આવતી બાઈકનો પોલીસે પીછો કરતાં બાઈક ચાલકે માર્ગ ઉપરનો બમ્પ કુદાવતાં પાછળ મુકેલ દારૃનુ પોટલું છૂટી જતાં પોટલામાં મુકેલી દારૃની બોટલો માર્ગ પર પડતાં તુટી જતાં માર્ગ પર દારૃની રેલમછેલ સર્જાઈ હતી. આ બાઈકનો પોલીસે પીછો કરતાં બાઈક પુરઝડપે દોડાવતાં આ ઘટના બની હતી. પોલીસે છાની રીતે ચાલતા દારૃના અડ્ડા બંધ કરાવી દેતાં દારૃના આદતીઓ આ રીતે દારૃની હેરફારેી કરતા હોઈ પોલીસે સતત વૉચ રાખતાં આ બાઈક ઝડપાયું હતું.
મેઘરજ જુના એસ.ટી. સ્ટેશન વિસ્તારમા સવારે સાડા દશ વાગ્યાના અરસામાં બનેલ ઘટનાની વિગત એવી છે કે નગરમાં ખાનગી રીતે ચાલતા દારૃના અડ્ડાઓને પોલીસે લાલ આંખ કરી બંધ કરાવી દીધા છે જેથી છેલ્લા વીસ દિવસથી ક્યાંય પણ દારૃ મળતો નથી અને દારૃના બંધાણીઓ દારૃ લાવવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. રાજસ્થાનમાંથી બાઈક કે સાયકલ દ્વારા લોકો લાવી રહ્યા છે તેવી બાતમી મેઘરજ પીએસઆઈ કે.એ. વાળાને મળતાં પી.એસ.આઈ. વાળાએ રાજસ્થાન તરફથી આવતા રસ્તાઓ ઉપર સઘન વૉચ ગોઠવી દીધી છે. આજે સવારે પોલીસ રાજસ્થાન તરફથી આવતા ઉન્ડવા માર્ગ ઉપર વૉચમાં હતી તે દરમ્યાન એક બાઈક આવતાં પોલીસને જોતાં બાઈક ચાલકે બાઈકની ઝડપ વધારી દીધી હતી.
બાઈક ચાલકે ઝડપ વધારતાં પોલીસને શંકા જતાં પોલીસે બાઈકનો પીછો કર્યો હતો અને પોલીસ સ્ટેશને પણ જાણ કરી દીધી હતી. પોલીસને જાણ થતાં પીએસઆઈ કે.એ. વાળા તાકીદે જુના એસટી સ્ટેશન વિસ્તારમાં આવી ગયા હતા અને માર્ગ ઉપર વૉચ ગોઠવી દીધી હતી. બાઈક ચાલક નગરમાં જુના એસટી સ્ટેશન વિસ્તારમાં આવતાં પોલીસને જાણ થતાંજ તેણે માર્ગ ઉપરના બમ્પ ઉપર બાઈક કુદાવતાં બાઈક પાછળ મુકેલ દારૃનું પોટલું છૂટી જતા પોટલામાંથી છ જેટલી દારૃની બોટલો પડી જતાં આ બોટલો તુટી જતાં માર્ગ ઉપર દારૃની રેલમછેલ થઈ હતી. બાઈક ચાલક બમ્પ કુદાવીને સ્મશાન તરફ જવાના માર્ગે ભાગ્યો હતો. જેથી પોલીસે બાઈક ચાલકનો પીછો કરી બાઈકની પાછળ બેઠેલા એક ઈસમને ખેંચી લીધો હતો. જ્યારે બાઈક ચાલક બાઈક સાથે ભાગી છુટયો હતો. પોલીસે બાઈક ઉપરથી પકડાયેલ ઈસમ શનાભાઈ ઉદમાભાઈ ડામોર રહે. લાલાકુપા પાસેથી બીયરની પાંચ બોટલ કબજે લીધી હતી અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સઘન તપાસ શરૃ કરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved