Last Update : 04-May-2012, Friday

 
પીવાના પાણી તથા ગંદકીના પ્રશ્ને
વિજાપુર કોર્ટમાં દાવો દાખલ કરતા કલેકટર અને ચીફ ઓફિસરને નોટિસ

પાલિકા એક્ટની ફરજો પૂરી અદા ન કરતી હોઈ પાલિકાને હટાવવા દાદ માંગતી ફરિયાદ

વિજાપુર,તા.૪
વિજાપુરમાં પીવાના પાણીના પ્રશ્ને એક તરફ જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે તો બીજી તરફ ઉભરાતી ગટરો અને ઠેર ઠેર ગંદકીના ઢગલાનેલઈને વિજાપુરવાસીઓનું જીવન દોહલુ થઈ પડયુ છે. સત્તાધિશો અને અધિકારીઓ તથા કર્મચારીઓ આ અતિમહત્વના પ્રશ્ને સરિયામ નિષ્ફળ જતાં વિજાપુરના એક જાગૃત નાગરિકે શહેરના અગ્રણી ધારાશાસ્ત્રી મારફતે કોર્ટમાં દાદ માંગતા અને કોર્ટે જિલ્લા કલેકટર તથા નગરપાલિકાના મુખ્ય અધિકારીને નોટીસ કાઢતા શહેર તથા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જાહેર જીવન માટે અત્યંત મહત્વની ગણાતી સ્વચ્છતા અને માનવ જીવનના પાયાની જરૃરિયાત સમી પીવાના પાણીના પ્રશ્ને વિજાપુર નગરપાલિકા સદંતર નિષ્ફળ જતાં વિજાપુરના એક જાગૃત નાગરીક અને નગરપાલિકાના જ પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ પી. રાવે વિજાપુર નગરપાલિકાને બરખાસ્ત કરવા શહેરના અગ્રણી એડવોકેટ મહેશભાઈ એન. બારોટ દ્વારા વિજાપુર ન્યાયની કોર્ટમાં દાદ મેળવવા દાવો દાખલ કર્યો છે. જેના અનુસંધાને ન્યાયાધીશે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા જિલ્લા કલેકટરને નોટીસ પાઠવતા સન્નાટો મચી જવા પામ્યો છે. વેરા વસૂલ કરી પ્રજા જીવન માટેની અત્યંત આવશ્ય ગણાતી સેવાઓ પૂરી પાડવા પાલિકા એક્ટ મુજબ છેલ્લા ઘણા સમયથી પાણી વેરો વસુલવા છતાં બે દિવસના અંતરે પણ ઘણા ઓછા સમય માટે પાણી આવે છે. વળી આ પાણી ક્યારે આવશે તેના સમય પણ કોઈ નક્કી ન હોવાથી જનતા માટે પીવા, નાહવા કે વાપરવા માટે પાણીનો સંગ્રહ શક્ય રહેતો ન હોવાથી પ્રજા કફોડી સ્થિતિમાં મૂકાય છે. અને પૂર્વ પ્રમુખ પી.પી. રાવે પોતાની દાદમાં જણાવ્યુ છે કે આ ઉભરાતી ગટરો અને ગંદકીના ઢગને કારણે પણ આરોગ્ય માટે મોટો ખતરો ઉભો થયો છે. વિજાપુર શહેરમાં જાહેર રસ્તાથી લઈને શૌચાલયો નિયમિત સાફ થતા નથી સંભવ ન રહે તેવી દુર્ગંધ ઉભરાતી ગટરો અને કચરાના ઢગમાંથી મારતી રહે છે. આ અંગે અવાર નવાર જુદા જુદા વિસ્તારો તરફથી જુદી જુદી રજૂઆતો પણ થતી હોવા છતાં કોઈ ઠોસ નિકાલ આવતો નથી.
વિજાપુર કોર્ટ સમક્ષ ધારાશાસ્ત્રી એમ.એન. બારોટ દ્વારા દાખલ કરાયેલ દાવામાં એવી દાદ પણ મગાઈ છે કે જે નગરપાલિકા આવી આવશ્યક સેવાઓ અને ફરજોમાં ઉણી ઉતરે તેને રાજ્ય સરકાર દ્વારા મળેલી સત્તાની રૃએ જિલ્લા કલકટર એ યોગ્ય સૂચના આપી પ્રજા જીવન સુચારૃરૃપે ચાલે તે જોવા જવાબદારી હોય છે. પરંતુ વિજાપુર વાસીઓ માટે બંને જવાબદાર અધિકારીઓએ ફરજચૂક કરી હોઈ નામદાર કોર્ટ સમક્ષ દાદ મેળવવાનું કારણ ઉત્પન્ન થયુ છે. જિલ્લા કલેકટરે તાકીદે પગલા ભરી વિજાપુર નગરપાલિકા થકી પ્રજા જીવનને યોગ્ય સુવિધા પૂરી પાડે અથવા નિષ્ફળ તંત્રને બરખાસ્ત કરે એવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પી.પી. રાવના દાવાના આધારે ન્યાયાધીશે બંને મુખ્ય અધિકારીઓને નોટીસ કાઢતા પ્રજામાં કોઈ ઉકેલની આશા જાગી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved