Last Update : 04-May-2012, Friday

 
શહેરમાં પાણીના પ્રશ્ને કોંગ્રેસ ધ્વારાં મનપા કચેરીને ઘેરાવ

મહિલાઓએ માટલા ફોડયા ઃ ખાલી બોટલના ઘા કર્યા મેયર કચેરીને તાળાબંધી ઃ કમિશનરને આવેદનપત્ર

ભાવનગર, શુક્રવાર
શહેરમાં પીવાના પાણીના પ્રશ્ને છેલ્લા ઘણાં દિવસથી જ પ્રવર્તતી તંગીના લીધે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. દરમ્યાન આ પ્રશ્ને આજે શહેર કોંગ્રેસ ધ્વારાં વિશાળ રેલી કાઢી મનપા કચેરીને ઘેરાવ કરવામાં આવ્યો હતો. સાવચેતીના ભાગરૃપે મનપા કચેરીના અંદરના બંને દરવાજાને બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉશ્કેરાયેલા મહિલાના ટોળાએ સંકૂલમાં માટલા ફોડી ભાજપ અને મોદી વિરુધ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસની નજર ચૂકવીને મેયર કચેરીને કેટલાક કોંગી કાર્યકરોને તાળુ મારી દેતા દોડધામ મચી હતી. બાદમાં પોલીસે મોટી સંખ્યામાં કાર્યકરોની ધરપકડ કરી હતી.
શહેરમાં આમ તો ઉનાળાની શરૃઆત પહેલા જ પીવાના પાણીની ભારે તંગી ઉભી થઈ હતી. છેલ્લા ત્રણ ચાર દિવસથી તો શહેરના બહૂધા એરિયામાં પૂરતું પાણી મળતું નથી. તેનાથી આમ, જનતામાં પણ ભારે રોષ ફેલાયો છે. આજે પાણીના પ્રશ્ને શહેર કોંગી પ્રમુખ ડો.રાણીંગાની આગેવાની હેઠળ મોતિબાગથી વિશાળ સંખ્યામાં રેલી કાઢી હતી. સુત્રોચ્ચાર કરતી રેલી મહાપાલિકા કચેરી પહોંચી હતી. જેમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર હતી.
કોંગ્રેસ પ્રેરિત વિશાળ રેલી જ્યારે મનપા સંકૂલમાં પહોંચી તે પહેલા સત્તાવાળાઓએ કચેરીના અંદરના બંને દરવાજાને બંધ કરી દીધા હતા. લગભગ અર્ધો કલાક સુધી સંકુલમાં ધમાચકડી ચાલી હતી અને મોદી વિરુધ્ધ ભારે સુત્રોચ્ચાર થયા હતા. રેલીમાં ઉપસ્થિત સેંકડો મહિલાઓએ સંકુલમાં ખાલી માટલા ફોડી ભાજપના શાસકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો કેટલાકે ખાલી બોટલનાં ઘા કર્યા હતા. બાદમાં પોલીસે દોઢસો કરતા વધુ કોંગી કાર્યકરો અને મહિલાઓની ધરપકડ કરી હતી. ધરપકડ વહોરવા માટે એટલા બધા કાર્યકરો તૈયાર હતા કે પોલીસના વાહનો ઓછા પડતા હતા.
શહેર કોંગ્રેસે કમિશનરને આપેલા આવેદનપત્રમાં ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપી પ્રશ્ન નહિં ઉકેલાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ૩૬૫ ના બદલે ૨૦૯ દિવસ જ પાણી આપવામાં આવે છે. લોકો પાસેથી જે રીતે વેરો ઉઘરાવવામાં આવે છે તેનું વળતર મળતું નથી. માત્ર ૨૦ મિનિટ જ પાણી મળતું હોય ઉનાળામાં લોકોને ઘણી હાલાકી સહન કરવી પડે છે. તેમણે મહિ પરિએજમાંથી રોજનું ૫૦ એમ.એલ.ડી. પાણી આપવાની માગણી કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved