Last Update : 05-May-2012, Saturday

 

ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ PIL હોવા છતાં
નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો

૩૧ માર્ચ ૨૦૧૨ સુધીમાં ફાઇનલ રિપોર્ટ અપાશે તેવું સરકારે જણાવ્યું હતું ઃ ટર્મ્સ ઓફ રેફરન્સની વિગતો માગી

અમદાવાદ
નાણાવટી પંચને એક્ષ્ટેન્શન આપવાના મામલે ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે રાજય સરકારને સીધો સવાલ કર્યો હતો કે, જયારે નાણાવટી પંચના મુદ્દા પરની પ્રસ્તુત પીઆઇએલ આ કોર્ટ સમક્ષ પડતર હતી અને તેમાં અગાઉની સુનાવણી વખતે નાણાવટી પંચ તરફથી તા.૩૧-૩-૨૦૧૨ સુધીમાં ફાઇનલ રિપોર્ટ આપી દેવાની શકયતા રજૂ કરવામાં આવી તો હવે કયા કારણસર અને કયા સંજોગોમાં પંચને નવ મહિના જેટલું લાંબુ એક્ષ્ટેન્શન આપવામાં આવ્યું છે? હાઇકોર્ટે પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ સહિતની બાબતોમાં આવતીકાલે જવાબ રજૂ કરવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી શુક્રવારે રાખી હતી.
નાણાવટી પંચની રચના અને તેની પાછળ અત્યારસુધી થયેલા કરોડો રૃપિયાના ખર્ચના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી ડબલ્યુપી(પીઆઇએલ)નં-૧૭૨/૨૦૧૧માં અરજદારપક્ષ તરફથી ડ્રાફ્ટ અમેન્ડમેન્ટ રજૂ કરી આ મેટર સબજયુડીશ હોવાછતાં અદાલતની પરવાનગી મેળવ્યા વિના ગુજરાત સરકાર દ્વારા બારોબાર પંચને નવ મહિનાનું એક્ષ્ટેન્શન આપી દેવાના મુદ્દે ખુલાસો માંગવાની માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં આજે રાજયના એડવોકેટ જનરલ કમલભાઇ બી.ત્રિવેદી હાજર થયા હતા. તેમણે અદાલતને જણાવ્યું હતું કે, પ્રસ્તુત રિટ અરજી અખબારી અહેવાલોના આધારે થયેલી છે અને તેમાં નક્કર વિગતોનો અભાવ છે, જેથી હાઇકોર્ટે તેને કોઇપણ રીતે એન્ટરટેઇન કરવી જોઇએ નહી. સરકારની આ રજૂઆતનો અરજદારપક્ષ તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો.
દરમ્યાન હાઇકોર્ટે સરકારપક્ષને પૃચ્છા કરી હતી કે, પંચની કામગીરી આટલી લંબાય છે કેમ?
પંચનો ટર્મ્સ ઓફ રેફરન્સ શું છે? છેલ્લે તા.૩૧-૩-૨૦૧૨સુધીનું એક્ષ્ટેન્શન અપાયુ ત્યારે કોર્ટને આશા હતી કે, પંચ દ્વારા આ મુદત પૂરી થતાં સુધીમાં તેનો અંતિમ અહેવાલ રજૂ કરી દેવાશે પરંતુ એ પછી સરકારે નવ મહિના જેટલું લાંબુ એક્ષ્ટેન્શન આપી દીધુ અને તે પણ મેટર અહીં સબજયુડીશ હોવાછતાં અને કોર્ટની પરવાનગી મેળવ્યા વિના કે અદાલતને વિશ્વાસમાં લીધા વિના? આમ કરવાનું કારણ શું હોઇ શકે? જો સરકારે આ માટે ખુલાસો કરવાનો થતો હોય તો કરવો જોઇએ તેમાં કશું ખોટું નથી. શા માટે પંચને આટલું બધું લાંબુ એક્ષ્ટેન્શન અપાયું અને તેનો ટર્મ્સ ઓફ રેફરન્સ શું છે તે સહિતની તમામ વિગતો આવતીકાલ સુધીમાં રજૂ કરવા હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved