Last Update : 05-May-2012, Saturday

 

રૂ.100કરોડનું ફુલેકું ફેરવનારો વિદેશ ફરાર

- જૂનાગઢમાં ઓફિસને અલીગઢી તાળા

 

- એજન્ટો માલામાલ થઈ ગયા

સુલતાનપુર, તા. ૪
રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ, વિસાવદર ભેસાણ, ગોંડલ જસદણ, ઉપલેટા સહિત અનેક વિસ્તારોમાં ગ રીબ ખેડુતો પાસેથી રૃા ૧૦૦ કરોડ જેવી રકમનું ફુલેકું ફેરવી ભેસાણ તાલુકાના કોટડા ગામનો પટેલ શખ્સ રફૂચક્કર થઈ જતાં આજે આ શખ્સની જૂનાગઢની કચેરીએ અરજદારોના આંટાફેરા શરૃ થઈ ગયા હતાં. આ પ્રકરણમાં પૈસા ઉઘરાવનાર ઘ ણાં શખ્સોને અઢળક કમાણી થઈ ગયાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્રમાં ખેડૂત વર્ગના અનેક લોકોને મુંબઈમાં સસ્તામાં ફલેટ અપાવી દેવાની લાલચ આપી મુંબઈમાં આંટા મરાવી જલ્સા કરાવી સસ્તી કિંમતના ફલેટ પેટે ટોકન મનીની રકમ ઉઘરાવી ભેસાણ નજીકના કોટડા ગામનો અને હાલમાં જૂનાગઢનાં પોશ વિસ્તારમાં ઓફિસ ધરાવતો શખ્સ ફરાર થઈ ગયા બાદ આજે પોલીસ જૂનાગઢમાં તેની ઓફિસ અને મકાન પર વોચ ગોઠવી હતી. પરંતુ આ શખ્સ વિદેશ નાસી ગયાનું જાણવા મળે છે.
ભેસાણ નજીકના કોટડા ગામના પટેલ શખ્સના રૃા ૧૦૦ કરોડના ફુલેકા કૌભાંડની વિગતોથી આજે વિસાવદર ભેસાણના ધારાસભ્યને વાકેફ હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ પ્રકરણમાં આજસુધી એક પણ શખ્સ દ્વારા પોલીસ ફરિયાદ થઈ નહી હોવાથી આરોપી શખ્સના સગડ મેળવવા મુશ્કેલ હોવાનું કહ્યું હતું. દરમિયાન આજે આ આર્થિક કૌભાંડમાં સસ્તી કિમતના ફલેટની લાલચમાં ફસાયેલા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, મુળ આરોપી કરતાં આ પ્રકરણમાં એજન્ટો વધુ જવાબદાર છે. કારણ કે, એજન્ટોને તગડા કમિશન આપીને આ શખ્સે લાખો રૃા. ગામડામાંથી ભેગા કર્યા હતા. ખેતી૪ની ઉપજની રકમ આવકવેરાને પાત્ર નહી હોવાથી ગરીબ ખેડૂતો આવા લોકોની ભ્રમ જાળમાં જલ્દી ફસાઈ જતાં હોય છે. તેનો લાભ આ ઉઠાવગીરે લીધો હતો પૈસા આપનારા પૈકી કેટલાકને રૃા ૨૦, રૃા ૫૦ અને રૃા ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર સહી સિક્કા પણ કરી આપ્યા હોવાનું જાણવા મળે છે.
આ પ્રકરણમાં આજે જૂનાગઢના પોલીસ સુપ્રિન્ટેડન્ટ દિપાંકર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ કૌભાંડનો ભોગ બનેલા લોકોએ લેખિત ફરિયાદ માટે આગળ આવવું જરૃરી છે. જયાં સુધી પોલીસ ફરિયાદ નહી થાય ત્યાં સુધી છેતરપીંડી આચરનાર શખ્સ સુધી પહોંચવું મુશ્કેલ છે. દરમિયાન કેટલાક લોકોએ ઠગભગત અશોક જાડેજાની માફક આ ભેસાણ વિસ્તારનો શખ્સ વિદેશ નાસી ગયો હોવાની સંભાવના પણ વ્યકત કરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved