Last Update : 05-May-2012, Saturday

 
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

- ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચ્યો

 

 

- પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

બાયડ,તા.૪
ઉનાળો તેની પરાકાષ્ટાએ પહોંચ્યો છે ત્યારે તીવ્ર ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીનો પારો ૪૧ ડીગ્રી સુધી પહોંચી જતાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે તેવા સમયે બાયડમાં એક વ્યક્તિનું ગરમીના કારણે મોત નિપજ્યું છે. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગરમીનો પારો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવાં એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ઉનાળો હજુ આકરો બનશે તેવું જણાઈ રહ્યું છે.
છેલ્લા પંદરેક દિવસથી ગરમીનો પારો ઉંચકાયો છે અને જે હાલ ૪૧ ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવનને માઠી અસર પહોંચી છ. જેના કારણે માણસથી માંડી પશુ-પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બાયડમાં પણ તીવ્ર ગરમીનું મોજું ફરી વળતાં લોકો અકળાઈ ઉઠયા છે ત્યારે ગરમીના કારણે એક વ્યક્તિનું મોત નિપજતાં ચકચાર મચી જવા પામી છે. બાયડમાં ગાબટ ત્રણ રસ્તા પાસે શુક્રવારના રોજ બપોરના સુમારે બંસીલાલ થાવરસિંહ મેના નામની વ્યક્તિ પસાર થતી હતી તે દરમિયાન અચાનક ચક્કર આવતાં તે જમીન ઉપર ઢળી પડયો હતો. આ દ્રશ્ય જોઈ આજુબાજુના લોકો તાકીદથી દોડી આવ્યા હતા અને યુવકને સારવાર અર્થે સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ, તેને સારવાર મળે તે પહેલાં જ તેનું પ્રાણપંખેરૃ ઉડી જતાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના અંગે રમેશભાઈ સોનાજી મારવાડીએ પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાળઝાળ ગરમી વચ્ચે લૂ લાગવાથી ચક્કર આવ્યા બાદ ભોંય પર પટકાયેલા બંસીલાલનું ત્યાં જ મોત નિપજ્યું હોવાના પ્રાથમિક અનુમાનના આધારે પોલીસે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved