Last Update : 05-May-2012, Saturday

 
નાણાવટી પંચને'સીટ'ના રિપોર્ટનો આધાર કેમ?

- સરકારના જવાબ સંદર્ભે હાઇકોર્ટનો સવાલ

 

- અહેવાલમાં વિલંબ થયાનું કહેતી ગુજરાત સરકાર

અમદાવાદ,શુક્રવાર
નાણાવટી પંચની રચના અને તેની પાછળ અત્યારસુધી થયેલા કરોડો રૃપિયાના ખર્ચના મુદ્દે થયેલી જાહેરહિતની રિટમાં આજે રાજય સરકાર તરફથી પંચના એક્ષ્ટેન્શન સંદર્ભે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, નાણાવટી પંચ દ્વારા સીટના રિપોર્ટનું સંબંધિત મટીરીયલ્સ મેળવવાનું હોઇ અને તેના અભ્યાસ જરૃરી હોઇ પંચના અહેવાલમાં વિલંબ થઇ રહ્યો છે.
સીટના મટીરીયલ્સના કારણસર પંચને વધારાનું એક્ષ્ટેન્શન આપવામાં આવ્યું છે. સીટના રિપોર્ટનું સંબંધિત મટીરીયલ્સ પ્રાપ્ત થયા બાદ ત્રણ મહિનામાં પંચ તેનો અહેવાલ આપી દે તેવી પૂરી સંભાવના છે. સરકારપક્ષ તરફથી એપીપી/એજીપી સંબંધી માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે સરકારપક્ષને એવી સીધી પૃચ્છા કરી હતી કે, નાણાવટી પંચને તેના અહેવાલ માટે સીટના રિપોર્ટ પર શા માટે આધાર રાખવો પડે? શું પંચે આવો આધાર રાખવો જરૃરી છે? આ પ્રશ્નનો જવાબ તા.૯મીએ આપવા હાઇકોર્ટે રાજય સરકારને નિર્દેશ કર્યો હતો.
નાણાવટી પંચના મામલે થયેલી ડબલ્યુપી(પીઆઇએલ)નં-૧૭૨/૨૦૧૧માં હાઇકોર્ટના નિર્દેશાનુસાર આજે રાજય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ બી.ત્રિવેદીએ નાણાવટી પંચનો ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે તેને જે વિષયો પરની તપાસ સોંપવામાં આવી હતી તના મુદ્દા અને તે અંગેનું જાહેરનામું રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અત્યારસુધી પંચને તબક્કાવાર જે કોઇ એક્ષ્ટેન્શન આપવામાં આવ્યા હતા તેના જાહેરનામા પણ રજૂ કરાયા હતા. પંચના એક્ષ્ટેન્શન સંદર્ભે એડવોકેટ જનરલે પંચના સેક્રેટરી સી.જી.પટેલ દ્વારા રાજયના મુખ્ય સચિવને તા.૯-૩-૨૦૧૨ના રોજ લખાયેલા પત્રને સીલકવરમાં અદાલતના રેકર્ડ પર રજૂ કરાયો હતો. આ પત્ર મારફતે ંચે એવા કારણસર વધુ એક્ષ્ટેન્શનની માંગણી કરી હતી કે, નરોડા પાટિયા, ગુલબર્ગ અને નરોડા ગામ જેવા રાયોટીંગના કેસોમાં સીટ દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ અને એકત્રિત કરાયેલ સંબંધિત તમામ મટીરીયલ્સ અને માહિતી પંચ તેનો અહેવાલ તૈયાર કરતાં પહેલાં ધ્યાને લેવા માંગે છે. સીટ સમક્ષ આ મટીરીયલ્સની પંચ દ્વારા માંગણી પણ કરવામાં આવી છે.
મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ કેસના સાક્ષીઓના નિવેદનો, જુબાની અને હકીકતોથી સભર આ મટીરીયલ્સ ઘણું ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે અને તેથી તેનો અભ્યાસ જરૃરી જણાય છે. સીટનો રિપોર્ટ અને તેનું મટીરીયલ્સ હજારો પાનાનાં છે અને તેના અભ્યાસમાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય જાય અને ત્યારબાદ એક મહિનો તેના તારણો તૈયાર કરવામાં લાગે તેમ છે. પંચના સેક્રેટરીના આ પત્રને ધ્યાનમાં લઇને સરકારે પંચને એક્ષ્ટેન્શન આપ્યું હતું અને સીટના રિપોર્ટનું મટીરીયલ્સ હજુ મેળવવાનો બાકી તે કારણસર જ અહેવાલમાં વિલંબ થયો છે, અન્યથા નહી. સીટે પણ આ મટીરીયલ્સ પંચને આપવાની તૈયારી બતાવી છે. આ સંજોગોમાં સીટનું મટીરીયલ્સ પ્રાપ્ત થયાના ત્રણ મહિના બાદ પંચ તેનો રિપોર્ટ આપી શકે તેવી શકયતા પ્રવર્તી રહી છે. અરજદારપક્ષે વાંધો લેતાં કોર્ટનું ધ્યાન દોર્યું કે, જો પંચે ત્રણ મહિનાનું એક્ષ્ટેન્શન માંગ્યુ હોય તો સરકારે નવ મહિનાનું એક્ષ્ટેન્શન કેમ આપ્યું?
જેથી કોર્ટે પણ સરકારપક્ષને પૃચ્છા કરી હતી કે, પંચની કામગીરી પૂર્ણ થવામાં આટલો બધો વિલંબ કયા કારણસર થઇ રહ્યો છે. દસ વર્ષ સુધીના પંચના કાર્યકાળમાં કર્યું શું? વળી, પંચ સીટના અહેવાલની વાત કરે છે પરંતુ નાણાવટી પંચે સીટના અહેવાલ પર આધાર રાખવો શું જરૃરી છે? કારણ કે, સીટ એ સુપ્રિમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી સ્વતંત્ર તપાસ એજન્સી છ, જયારે પંચ એ રાજય સરકાર દ્વારા ગઠિત અલગ માળખું છે. બંનેની તપાસ અલગ છે અને તપાસનું કાર્યક્ષેત્ર અને પધ્ધતિ અલગ છે. પંચને ખરેખર તો, સીટના રિપોર્ટ સાથે કોઇ લેવાદેવા જ નથી.
સીટે સુપ્રિમકોર્ટના નિર્દેશાનુસાર તેની રીતે તપાસ કરી છે, જયારે પંચે રાયોટીંગ કેસો મામલે તેની રીતે તપાસ હાથ ધરી છે. પંચે સીટના રિપોર્ટ પર કયાં આધાર રાખવાની જરૃર છે? એડવોકેટ જનરલે પ્રત્યુત્તર વાળ્યો હતો કે, પંચ એ ફેક્ટ ફાઇન્ડીંગ બોડી છે અને તેને તેની રીતે તપાસ કરવાની સત્તા છે. કોર્ટે ઉપરોકત પૃચ્છાનો બુધવારે જવાબ આપવા સરકારને તાકીદ કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved