Last Update : 05-May-2012, Saturday

 

ગુજરાતમાં આતંકી હુમલાની ચેતવણી

- અમદાવાદ સોફટ ટાર્ગેટ

 

 

- આતંકીઓએ ચાર રાજયોની રેકી કરી

અમદાવાદ,શુક્રવાર
ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબમાં રેકી કરી ચુકેલા લશ્કરે તોઇબાના આતંકીઓ આ રાજયો પર હુમલો કરે તેવી ચેતવણી સેન્ટ્રલ આઇબીએ આપી છે. મેસેજમાં અમદાવાદને સોફટ ટાર્ગેટ હોવાનું કહેવાયું છે. મોડી સાંજે મળેલા આ મેસેજને પગલે રાજય પોલીસ વડાએ પોલીસ કમિશનર અને જામનગર ડીએસપીને એલર્ટ મેસેજ પાઠવ્યો હતો. આ મેસેજને પગલે જામનગર ડીએસપીએ ઓઇલ રિફાઇનરીના અધિકારીઓ,નેવી,કોસ્ટ ગાર્ડ, સીઆઇએસએફના અધિકારીઓ સાથે મિટિંગ યોજી તકેદારી અંગે સુચનો કર્યા હતા.
સેન્ટ્રલ આઇબી દ્વારા આજે મોડી સાંજે ગુજરાત પોલીસને મળેલા આ મેસેજને પગલે અમદાવાદ પોલીસ કમિશનરને એલર્ટ મેસેજ પાઠવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉપરાંત જામનગર ડીએસપીએ આજે તત્કાલ ધોરણે રિલાયન્સ,એસ્સાર,ઇન્ડિયન ઓઇલ રિફાઇનરીઓના અધિકારીઓ તેમજ નેવી,કોસ્ટ ગાર્ડ,સીઆઇએસએફના અધિકારીઓની મિટિંગ બોલાવી સલામતીના પગલા અંગે ચર્ચા કરી હતી. મિટિંગમાં કોસ્ટલ ડીઆઇજીને આતંકીઓ દરીયાઇ માર્ગનો ઉપયોગ ના કરે તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. દરીયાઇ વિસ્તારમાં સંભવિત સ્થળોએ સધન પેટ્રોલીંગ રાખવાનું જણાવ્યું છે.
આતંકી હુમલાને ખાળવા માટે તકેદારીના પગલારૃપે શંકાસ્પદ લોકોના મોબાઇલ નંબરો કોલ ઇન્ટર સેપ્શન પર રાખવા સૂચના અપાઇ છે. મેસેજ મળેલી વિગતો મૂજબ લશ્કરના ત્રાસવાદીઓએ ચાર રાજયોની રેકી કર્યા બાદ હુમલાની યોજના બનાવી છે. ચાર રાજયોમાંથી તેઓ ગમે તે શહર પર તેઓ આતંકી હુમલો કરી શકે તેવી શકયતા છે. ખાસ કરીને અમદાવાદ આતંકીઓનું સોફટ ટાર્ગેટ હોવાનો મેસેજ છે. ૨૦૦૮ની સાલમાં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં આઇએમના આંતકીઓનો હાથ હોવાનું ખૂલ્યું હતું. પરંતુ આઇએમને પાકિસ્તાન સ્થિત લશ્કરે તોયબાનો સપોર્ટ હોવાનું બહાર આવ્યું હતું. લશ્કરના આંતકીઓ દ્વારા ચાર રાજયોની રેકીના મેસેજથી તમામ સ્થળોએ એલર્ટ મેસેજ જારી કરી દેવામાં આવ્યો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved