Last Update : 05-May-2012, Saturday

 

ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ

ગોધરાકાંડ બાદ ત્રણને જીવતા સળગાવી દેવાના કેસમાં આણંદની વિશેષ અદાલતનો ચુકાદો ઃ એકને ૬ મહિનાની કેદ ઃ ૩૧ નિર્દોષ

આણંદ,તા.૪
ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનમાં આણંદ જિલ્લાના ઓડ ગામે મલાઉ ભાગોળ ખાતે ત્રણ વ્યક્તિને જીવતા સળગાવી દેવાના કેસમાં આણંદની વિશેષ અદાલતના ન્યાયાધીશ આર.એમ.શરીને ૯ આરોપીઓને હત્યાના ગુનામાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફરમાવી છે. જ્યારે એક આરોપીને મારામારીના ગુનામાં કસુરવાર ઠેરવીને ૬ મહિનાની કેદની સજા ફરમાવી છે. નિર્દોષ છુટેલા ૩૧ આરોપીઓમાં ૧૩ને શંકાનો લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે ૧૭ વિરૃધ્ધ કોઈ પુરાવા ન હોઈ તેઓને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનું ઠરાવ્યું હતું. જ્યારે એક આરોપીનું ચાર્જફ્રેમ થતા પહેલા મોત નીપજ્યું હતું. આજે બપોરના સુમારે આ સજા ફરમાવતો ચુકાદો જાહેર થતાંની સાથે જ ઓડ ગામમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે કોર્ટ સંકુલમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો.
ગોધરા હત્યાકાંડના પગલે રાજ્યભરમાં કોમી તોફાન ફાટી નીકળ્યા હતા. જેમાં આણંદ જિલ્લો પણ બાકાત રહ્યો ન હતો. ગત તા.૧લી માર્ચ,૨૦૦૨ના રોજ આણંદ જિલ્લાના ઓડ ગામે મલાઉ ભાગોળ ખાતે તોફાની ટોળાએ બપોરના ૧ઃ૦૦ થી ૧ઃ૩૦ કલાકના સમયગાળા દરમ્યાન ઘાતક હથિયારો અને જ્વલનશીલ પદાર્થોથી સજ્જ થઈ મુસ્લીમ કોમના મકાનોનો ઘેરો ઘાલી પથ્થરમારો કરી ધાર્મિક સ્થાનોમાં તોડફોડ કરી કેબીનોમાં આગ ચાંપી દીધી હતી. જેમાં તોફાની ટોળાથી બચવા સંતાઈ રહેલા કાદરભાઈ ઈસ્માઈલભાઈ વોરાને બહાર કાઢી કેરોસીન છાંટી સળગાવી દીધા હતા. આ ઉપરાંત આયશાબેન અબ્દુલભાઈ વોરા અને નુરાબેેન ગફુરભાઈ વોરાને પણ મકાનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમના અવશેષો સગેવગે કરીને પુરાવાઓનો નાશ કર્યો હતો. તોફાની ટોળાએ ઈદ્રીશભાઈ અબ્દુલભાઈ વોરા, અબ્દુલભાઈ યાકુબભાઈ વોરા, ફીરોઝભાઈ ઈસ્માઈલભાઈ વોરા અને ફકીરમહંમદ ગફુરભાઈ વોરાને આંતરીને તેઓની ઉપર કેરોસીન તથા પેટ્રોલ છાંટી સળગાવી વધતા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચાડી હતી. ગત તા.૧લી માર્ચ,૨૦૦૨ના રોજ બનેલી આ ઘટના બાદ તા.૫મી માર્ચ,૨૦૦૨ના રોજ આ બનાવ અંગે રહેનાબેન યુસુફભાઈ વોરાએ ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને ૪૧ આરોપીઓની ધરપકડ કરી હતી. ૬ આરોપીઓ વિદેશ ફરાર થઈ ગયા હતા. જ્યારે એકનું ચાર્જફ્રેમ થતાં પહેલા મોત નીપજ્યું હતું. ૩૭ આરોપીઓ વિરૃધ્ધ ચારફ્રેમ થયો હતો. બાદમાં સીટે તપાસ હાથ ધરીને કુલ ૧૯ નવા આરોપીઓ જોડવાની અપીલ કરી હતી. જેમાંથી ૪ને નામદાર કોર્ટે આરોપી તરીકે જોડયા હતા. કેસ શરૃ થતાં પહેલા જામીન પર છુટયા બાદ છ આરોપીઓ પરદેશ ચાલ્યા ગયા હતા. જેમના પુરતો કેસ બાકી રાખવામાં આવ્યો છે. આ કેેસ પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષે કુલ ૬૭ સાહેદોને તપાસીને ૧૦૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. આ કેસ ચલાવનાર વિશેષ અદાલતના ન્યાયાધીશ આર.એમ.શરીને બનાવ સ્થળે જઈ જાતે નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારબાદ આ કેસ આણંદના વિદ્વવાન ન્યાયાધીશ આર.એમ.શરીનની અદાલતમાં ચાલ્યો હતો. સરકાર તરફે ગોધરાના વકીલ બી.સી.ત્રિવેદી તથા બચાવ પક્ષ તરફથી આણંદના જાણીતા વકીલ સી.કે.પટેલ અને નડિયાદના અશ્વિનભાઈ ધગટે દલીલો રજુ કરી હતી. જેમાં મુખ્ય સાહેદો તરીકે ફરીયાદી રેહાનાબેન યુસુફભાઈ, યુસુફભાઈ યાકુબભાઈ વોરા, ફિરોઝભાઈ ઈસ્માઈલભાઈ માતરવાળા, ફિરોઝભાઈ ઈસ્માઈલભાઈ કપડવંજવાળા, ઈદ્રીશભાઈ અબ્દુલભાઈ વોરા અને રઝાકભાઈ અબ્દુલકરીમ વોરા હતા.
આ કેસ આજરોજ અત્રેની વિશેષ અદાલતના ન્યાયાધીશ આર.એમ.શરીનની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ બી.સી.ત્રિવેદીની દલીલો અને સાહેદોની જુબાની તેમજ દસ્તાવેજી પુરાવાઓ ગ્રાહ્ય રાખીને નામદાર જજ આર.એમ.શરીને ૯ આરોપીઓને ઈપીકો કલમ ૩૦૨ સહિતની કલમોમાં દોષિત ઠેરવ્યા હતા. જ્યારે એક આરોપીને ઈપીકો કલમ ૩૨૩માં દોષિત ઠેરવ્યો હતો. ૧૩ આરોપીને શંકાનો લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે ૧૭ આરોપી વિરૃધ્ધ કોઈ પુરાવા ન હોઈ તેઓને પણ નિર્દોષ ઠરાવીને છોડી મુક્યા હતા. અંદાજે ૪૭૪ પાનાના આ ચુકાદામાં બનાવનો ઘટના ક્રમ, સીટ તપાસનો અહેવાલ, ફરિયાદી અને સાક્ષીઓની જુબાની, દસ્તાવેજી પુરાવાની વિગતોનો સમાવેશ થાય છે. આજે બપોરના ૧ઃ૩૦ વાગ્યા બાદ દોષિત ઠરેલા આરોપીઓને સજા ફરમાવવામાં આવી હતી. જેમાં ૯ આરોપીને ખૂનના ગુનામાં આજીવન કેદ તેમજ ૧ આરોપીને મારામારીના ગુનામાં ૬ માસ કેદની સજા ફટકારી હતી. આ ચુકાદો જાહેર થતાંની સાથે જ કોર્ટ સંકુલમાં ઉપસ્થિત રહેલા આરોપીઓના સગાઓએ ભારે કલ્પાંત કરી મુક્યું હતું. કસાબને જલસા અને નિર્દોષને સજા એ કેવું તેમ જણાવીને સજા પામનાર આરોપીની મહિલાઓ અને સગાઓએ ભારે હોબાળો મચાવી મુક્યો હતો. જેને લઈ પોલીસને દરમ્યાનગીરી કરવી પડી હતી અને કલ્પાંત કરતી મહિલાઓને કોર્ટ સંકુલથી બહાર લઈ જવામાં આવી હતી.

 

આ કેસમાં ૧૬ સાક્ષીઓ હોસ્ટાઇલ થયા
આણંદ,તા.૪
ઓડ મલાઉ ભાગોળ હત્યા કેસના ચુકાદા બાદ સરકારી વકીલ બી.સી.ત્રિવેદીએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે આ કેસની ફરિયાદ મોડી થઈ છે. બનાવ ૧લી માર્ચ,૨૦૦૨ના રોજ બન્યો હતો. જ્યારે ગુનો ૫મી માર્ચ,૨૦૦૨ના રોજ દાખલ થયો હતો. જો કે ઘટના સ્થળેથી કોઈ માનવ અવશેષ મળ્યા નથી. તેમણે મહત્તમ સજાની પણ માંગણી કરી હતી. ૧૬ સાક્ષીઓ હોસ્ટાઈલ થયા છે. ૧૭ આરોપીઓને નિર્દોષ જ્યારે ૧૩ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનું કોર્ટે ઠેરવ્યું છે. જો કે તેનો અભ્યાસ કર્યા બાદ અપીલમાં જવા અંગે વિચારાશે. આ ચુકાદાથી સરકારી વકીલે સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

આજીવન કેદની સજા પામેલ આરોપીઓ
આણંદ,તા.૪
(૧) હરીશભાઈ વલ્લભભાઈ પટેલ
(૨) વસંતભાઈ પુનમભાઈ પટેલ
(૩) લાલો ઉર્ફે નિલેશકુમાર મણીભાઈ પટેલ
(૪) ટીનો ઉર્ફે મહેશભાઈ ગોપાલભાઈ ઉર્ફે રામાભાઈ પટેલ (વાયરમેન)
(૫) મિનેશકુમાર પુનમભાઈ પટેલ
(૬) પ્રકાશ ઉર્ફે પકો જમનાદાસ પટેલ
(૭) રીતેશકુમાર અરવિંદભાઈ પટેલ
(૮) અશોકભાઈ ડાહ્યાભાઈ પટેલ
(૯) કિરીટકુમાર ઉર્ફે બોડીયો મનુભાઈ પટેલ
૬ માસની સજા પામેલ આરોપી
(૧) ભાવેશભાઈ કંચનભાઈ પટેલ

 

ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવશે
આણંદ,તા.૪
ઓડ મલાઉ ભાગોળ હત્યાકાંડમાં ૯ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદ તથા એક આરોપીને ૬ માસની કેદની સજાનો નામદાર ન્યાયાધીશ આર.એમ.શરીને જાહેર કર્યા બાદ કોર્ટ સંકુલમાં ઉપસ્થિત પત્રકારો સાથે વાત કરતાં બચાવ પક્ષના વકીલ સી.કે.પટેલે જણાવ્યું હતું કે ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે મરનાર કાદરભાઈ ઈસ્માઈલભાઈ વોરાની જગ્યા અંગે અલગ-અલગ મત-મતાંતરો પ્રવર્ત્યા હતા. મેડિકલ પુરાવાઓ પણ મળ્યા ન હતા. તેમ છતાં પણ નામદાર કોર્ટે ૯ને આજીવન કેદની સજા ફરમાવી છે. જે અંગે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે.

 

કોર્ટના ચુકાદાથી ફરિયાદીને અસંતોષ
આણંદ,તા.૪
ઓડ હત્યાકાંડમાં આણંદની વિશેષ અદાલતે ૯ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફરમાવી છે. આ કેસના મુખ્ય ફરિયાદી રેહાનાબેન વોરાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે નામદાર કોર્ટના આ ચુકાદાથી સંતોષ છે. પરંતુ હજુ વધુને સજા થવી જોઈતી હતી. જે નિર્દોષ છુટયા છે તેમને સજા થાય તે માટે તેઓ હાઈકોર્ટમાં અપીલ કરનાર છે. આજના ચુકાદાને લઈ સામાજિક કાર્યકર તીસ્તા શીતલવાડ રીલીફ કમિટીમાં રેહાનાબેન વોરાના ઘરે ઉપસ્થિત રહ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.

 

નિર્દોષ છૂટેલા ૩૧ આરોપીઓ
(૧) કાંતિભાઈ માનાભાઈ ચાવડા, (૨) રાવજીભાઈ માનાભાઈ ચાવડા, (૩) જ્યંતિભાઈ શનાભાઈ પરમાર, (૪) રમેશભાઈ માનાભાઈ ચાવડા, (૫) પુનમભાઈ ડાહ્યાભાઈ તળપદા, (૬) ગણપતભાઈ છોટાભાઈ ચાવડા, (૭) બુધાભાઈ શંકરભાઈ પરમાર, (૮) ઉમેશભાઈ પુનમભાઈ પટેલ, (૯) અરવિંદભાઈ મંગળભાઈ પટેલ, (૧૦) મનુભાઈ આશાભાઈ પટેલ, (૧૧) નટુભાઈ ભગાભાઈ પટેલ, (૧૨) વિનુભાઈ રણછોડભાઈ પટેલ, (૧૩) પુનમભાઈ ડાહ્યાભાઈ પટેેલ, (૧૪) છોટાભાઈ રામાભાઈ પટેલ, (૧૫) દિલીપભાઈ ઉર્ફે દિપકભાઈ કનુભાઈ પટેલ, (૧૬) અશોકકુમાર હરમાનભાઈ પટેલ, (૧૭) પિયુષભાઈ હરમાનભાઈ પટેલ, (૧૮) સમીરભાઈ ભીખુભાઈ પટેલ, (૧૯) અરવિંદભાઈ ભગાભાઈ પટેલ, (૨૦) મણીલાલ બકોરભાઈ પટેલ, (૨૧) ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પટેલ, (૨૨) ઘનશ્યામભાઈ શંકરભાઈ પટેલ, (૨૩) દિલીપભાઈ રણછોડભાઈ પટેેલ, (૨૪) સુજીતભાઈ હરીશભાઈ પટેલ, (૨૫) પિન્ટુ ઉર્ફે રઘુવીરભાઈ ચંદ્રકાન્તભાઈ પટેલ, (૨૬) પુનમભાઈ શનાભાઈ પટેલ, (૨૭) દિનેશભાઈ પરસોત્તમભાઈ પટેલ, (૨૮) ભાવેશભાઈ મનુભાઈ પટેલ, (૨૯) બિપીનભાઈ મણીભાઈ પટેલ, (૩૦) સુરેશ ઉર્ફે સોમૈયા ચુનીલાલ પટેલ, (૩૧) સુરેશ ઉર્ફે ટાટો રણછોડભાઈ પટેલ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved