Last Update : 05-May-2012, Saturday

 
ડોલર ઉછળતાં નિકાસ માટે ઉજળા સંજોગો સર્જાયા
દેશમાંથી દર મહિને સરેરાશ સાડા ત્રણ લાખ ટન ખાંડની નિકાસ થવાની શક્યતા

મહારાષ્ટ્ર, કર્ણાટક તથા તામિલનાડુના મિલરોેને બંદરોની નજીકતાના કારણે નિકાસ માટે વધુ સાનુકુળતા રહેશે

નવી મુંબઈ ખાંડ બજારમાં આજે માંગ ધીમી પડતાં ભાવો વધતા અટકી વધ્યા મથાળે સૂસ્ત રહ્યા હતા. કેન્દ્ર સરકારે નિકાસછૂટ આપતાં બજારમાં ગુરુવારે ભાવો વધી આવ્યા પછી આજે હવામાન શાંત રહ્યું હતું. હાજરમાં આજે ભાવો કિવ.ના રૃ.૨૯૧૨થી ૨૯૮૧ તથા સારાના રૃ.૩૦૦૨થી ૩૧૫૧ બોલાઈ રહ્યા હતા. નાકા ડિલીવરીમાં ભાવો રૃ.૨૮૯૦થી ૨૯૩૦ તથા સારાના રૃ.૨૯૮૦થી ૩૦૬૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૮૯૦થી ૨૯૬૦ તથા સારાના રૃ.૨૯૩૦થી ૩૦૩૦ બોલાઈ રહ્યા હતા જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૯૦થી ૧૦૦ જેટલા નીચા બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ગુરુવારે છેલ્લે રિફા. વ્હાઈટ સુગરના ભાવો ઓગસ્ટ વાયદાના ૧.૧૦ ડોલર ઘટી ૫૫૯.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા. દરમિયાન, કેન્દ્ર સરકારે ખાંડની મુક્ત નિકાસ છૂટ આપતાં દેશમાં ખાસ કરીને દક્ષિણ ભારત તથા પશ્ચિમ ભારતમાં આવેલી ખાંડ મિલોને લાભ થવાની આશા જાણકારો બતાવતા હતા, બંદરોની નજીકતાના કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ વિ. રાજ્યોમાં આવેલી ખાંડ મિલોને નિકાસ માટે વધુ સરળતા રહેશે જયારે ઉત્તર-ભારતમાં આવેલી ખાંડ મિલોે માટે નિકાસ કરવી સરખામણીએ વધુ અધરી રહેવાની ગણતરી છે. વિશ્વ બજારમાં એક મહિનામાં ખાંડના ભાવો ટનના ૬૦થી ૭૦ ડો લર તૂટયા છે. બ્રાઝીલના માલો હવે ટૂંકમાં વિશ્વ બજારમાં શરૃ થવાના છે. મહારાષ્ટ્રમાં તથા દક્ષિણમાં શેરડીના નીચા ભાવો તથા ઉંચી રિકવરીના કારણે અન્યત્ર કરતાં આ રાજ્યોમાં ખાંડના ભાવો ટનના રૃ.૧૦૦૦થી ૨૦૦૦ જેટલા નીચા રહ્યા છે. જો કે નોર્થ મિલોમાં બનતી ખાંડની ગુણવત્તા ઉંચી રહે છે. દેશમાંથી ચાલુ મોસમમાં અત્યાર સુધીમાં આશરે ૨૬ લાખ ટન ખાંડની નિકાસ થઈ છે અને ડિસેમ્બર ૨૦૧૨ સુધીમાં વધુ ૨૦ લાખ ટન ખાંડની નિકાસ થવાની આશા મિલરો બતાવી રહ્યા છે. આગામી ૫થી ૬ મહિના દરમિયાન દર મહિને ભારતથી માસિક સરેરાશ ૩.૫૦ લાખ ટન ખાંડની નિકાસ થવાની શક્યતા છે. રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળતાં તેના કારણે પણ ભારતથી નિકાસ માટે જયારે સંજોગો સર્જાયા છે. ભારતથી ખાંડની નિકાસ મુખ્યત્વે વેસ્ટ એશિયા, આફ્રિકા, શ્રીલંકા વિ. ખાતે વિશેષ થાય છે.

સોયાતેલ વાયદામાં મંદીની સર્કિટ લાગતાં એરંડા વાયદા પર પણ ઉડેલા છાંટા
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો આરંભમાં વધ્યા પછી તૂટયા હતા, મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૩૮૬ વાળા આજે રૃ.૩૪૦૦ ખુલી નીચામાં રૃ.૩૩૪૫ થઈ છેલ્લે રૃ.૩૩૬૪ રહ્યા હતા. ૮૦ ટનના વેપારો હતા. અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. દરમિયાન, મુંબઈહાજર એરંડાના ભાવો રૃ.૩૩૦૦ વાળા રૃ.૩૨૭૫ રહ્યા હતા જયારે દિવેલના ભાવો રૃ.૨થી ૫ ઘટી કોમર્શિયલના રૃ.૬૮૫, એફએસજીના રૃ.૬૯૫ તથા એફએસજી કંડલાના રૃ.૬૯૩ રહ્યા હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫૩ પોઈન્ટ ઘટયા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૧૪ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. જયારે મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૧૯ પોઈન્ટ માઈનસમાં બંધ આવ્યો હતો. ઈન્દોરમાં આજે સોેયાતેલનો જૂન વાયદો તૂટી રૃ.૭૬૦.૨૦ બોલાતાં મંદીની સર્કિટ લાગી હતી અને છેલ્લે ભાવો રૃ.૭૬૯.૭૦ રહ્યાના સમાચારોે હતા. ગુવારસીડ તથા ગુવારગમના વાયદા બજારમાં ચાલુ વર્ષે મોટી અફડાતફડી વચ્ચે વિવિધ આક્ષેપો થયા પછી વાયદા બજાર પંચે તપાસ કરી અહેવાલ બહાર પાડયો છે જેમાં મધ્ય-પ્રદેશ તથા રાજસ્થાનના મોટા ખેલૌડીઓના નામો આવ્યાની હવા આજે બજારમાં ચગતાં ઈન્દોર વાયદો તૂટી જતાં તેના છાંટા એરંડા વાયદો પર પણ આજે ઉડયા હતા. મુંબઈમાં આજે ખાસ વેપારો ન હતા અને બજારભાવો પામતેલના રૃ.૬૬૪, સોયાતેલ રિફા.ના રૃ.૭૨૮, સિંગતેલના રૃ.૧૨૫૦, સનફલાવરના રૃ.૬૭૦, રિફા.ના રૃ.૭૪૦ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો રૃ.૭૦૨ તથા કોપરેલના ભાવો રૃ.૬૮૦ વાળા રૃ.૬૭૫ રહ્યા હતા. રાજકોટ બાજુ સિંગતેલના ભાવો રૃ.૧૨૭૦ વાળા રૃ.૧૨૪૦ તથા ૧૫ કિલોના રૃ.૧૯૫૦ વાળા રૃ.૧૯૨૦ રહ્યાના સમાચારો હતા. ગુજરાત-સૌરાષ્ટ્ર બાજુ નવાી સિંગદાણાની આવકો માથે તોળાઈ રહી છે. મુંબઈમાં ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૩૦ હજારને પાર કરી રૃ.૩૦૧૦૦ રહ્યા હતા જયારે અન્ય ખોળોના ભાવો ટકેલા રહ્યા હતા.
ગુવારસીડ તથા ગમના સટ્ટામાં કરોડો કમાયેલા ખેલાડીઓની તપાસ થવાની શક્યતા !
એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૬૫ થી ૬૭ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૬૬૫ રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૩૬૩ બોલાઈ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૮૦૦થી ૧૦૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૨૯૦૦ તથા દિવેલના રૃ.૬૬૦ રહ્યા હતા. દરમિયાન, ગુવારસીડ, ગુવારગમ વિ.ના સટ્ટામાં અને કહેવાતા કબાડામાં દેશભરના હજજારો બ્રોકરો તથા તેલના કલાયન્ટો કરોડો રૃપિયા કમાયા છે અને આ બધાની હવે ઉંડી તપાસ શરૃ થવાની શક્યતા આજે બજારમાં જાણકારોમાં ચર્ચાઈ રહી હતી અને તેના પગલે કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં આજે ગભરાટની લાગણી ઊભી થઈ હતી.

રૃમાં મથકોએ હાજર માલો પર પક્કડ વચ્ચે ઉંચા બોલાતા ભાવો ઃ વિશ્વ બજારમાં ઘટાડો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા. રૃની નિકાસ છૂટ અપાતાં દરિયાપારની માંગ વધવાની આશાએ ઘરઆંગણે વિવિધ મથકોએ હાલ નવી વેચવાલી અટકી ગઈ છે. જો કે આજે મથકોએ નવી માંગ પણ પાંખી રહેતાં કામકાજો નહિંવત રહ્યા હતા. વિશ્વ બજારના સમાચારો નરમાઈ બતાવતા હતા. ઘરઆંગણે આજે સ્પોટના ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૫૦૦૦થી ૩૫૭૦૦ રહ્યા હતા. જયારે ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૬૦૦૦થી ૨૬૫૦૦ રહ્યા હતા. મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો ફરધર માલોના રૃ.૨૮૦૦૦થી ૩૧૦૦૦ તથા સારાના રૃ.૩૪૦૦૦થી ૩૫૦૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાજુ જાતવાર નીચામાં રૃ.૩૪૫૦થી ૩૫૦૦ તથા સારાના રૃ.૩૭૫૦થી ૩૮૪૦ સુધી રહ્યા હતા.દરમિાન, ન્યૂયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે ૨૨, ૩૦, ૧૦ પોઈન્ટની નરમાઈ બતાવતા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved