Last Update : 05-May-2012, Saturday

 

શરૃઆતના વર્ષોમાં નવા ફંડની બહુ જરૃર નહીં પડે
બેસલ-૩ના નિયમોની ડેડલાઈન જાહેર છતાં બેંકોને મૂડી મેળવાની ઉતાવળ લાગતી નથી

 

અમદાવાદ, શુક્રવાર
બેસલ- ૩ના નિયમોના પાલન અર્થે બેંકોએ તેમની મૂડીને વધારવાની અંતિમ અવધિ જાહેર કરી છે પરંતુ, ટૂંકા ગાળામાં ધિરાણકર્તા સંસ્થાઓને મૂડી વધારવાની કોઈ ઉતાવળ હોય તેમ લાગતું નથી. મોટા ભાગની બેંકો પાસે પર્યાપ્ત મૂડી હોવાથી કદાચ તેમને નવું ફંડ ઉભુ કરવા માટે દોડ લગાવવાની જરૃર નથી. ઉલ્ટાનું, ડેડલાઈન સુધી મળેલા વચ્ચેના સમય ગાળામાં તેઓ વધારે સારૃ પ્લાનિંગ કરી શકશે તેમ બેંકિંગ વર્તુળો કહે છે.
બજાર સુધરશે અને જરૃર પડશે ત્યારે બેંકો મૂડી ઉભી કરવા વિચારશે અન રોકાણકારો બેંકિંગ સેક્ટર માટે હંમેશા બુલિશ રહ્યાં છે
બેંકરોના જણાવ્યા પ્રમાણે કેપિટલ ઉભું કરવા માટે બેંકો ઉતાવળી નથી. મોટા ભાગની બેંકો પાસે પૂરતી મૂડી છે અને તાત્કાલિક ફંડની તેમને જરૃર નથી. ભારતમાં બેંકોની પ્રગતિ સારી છે રોકાણકારોમાં બેંકિંગ શેરોનું આકર્ષણ ય છે.
આથી, આ બાબત બેંકો માટે એક આગવી શક્તિ છે એટલે તે ગમે ત્યારે બજારમાં દાખલ થઈ શકે છે. અર્થતંત્રની સાથે વેપારમાં વધારો થાય અને મધ્યમ ગાળામાં ધિરાણ આપવા પડે તો પણ તેમની પાસે પૂરતું ફંડ છે અને નવી મૂડી ઉભી કરવાની આવશ્યકતા નથી તેમ તેમણે ઉમેર્યુ હતું.
રિસ્ક વેઈટેડ એસેટના ૨.૫ ટકા કોમન ઈક્વિટીના સ્વરૃપમાં એક કેપિટલ કન્ઝર્વેશન બફર ઉપરાંત ભારતીય બેંકો માટે ઓછામાં ઓછા નવ ટકાના કેપિટલ એડિક્વસી રેશિયો (સીએઆર)ને જાળવી રાખવાનું નવા નિયમો ફરજિયાત બનાવે છે.
બીજા શબ્દોમાં કહીએ તો બેસલ-૩ નિયમ પ્રમાણે બેંકોનો લઘુત્તમ મૂડી પર્યાપ્તતાનો દર અથવા સીએઆર ૧૧.૫ ટકા હોવો જ જોઈએ. અત્યારે ભારતીય બેંકો માટે ઓછામાં ઓછો સીએઆર ૯ ટકા હોય તેમ આવશ્યક છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પણ કહ્યુ હતું કે ટાયર-૧ કેપિટલમાં રિસ્ક વેઈટેડ એસેટ (જોખમ ધરાવતી મૂડી)ના કમસે કમ ૫.૫ ટકા કોમન ઈક્વિટી હોવી જોઈએ અને ટાયર-૧નો લઘુત્તમ સીએઆર ૬ને બદલે ૭ ટકા રહેવો જોઈએ.
બાસેલ-૩ના નવા નિયમો જાન્યુઆરી ૨૦૧૩થી અમલમાં આવશે અને માર્ચ ૨૦૧૮ સુધીમાં તેનો અમલ બેંકોએ કરવો પડશે. આવા નિયમોનું પાલન અને તેનો અમલ કરવાનું સ્થાનિક બેંકિંગ ઉદ્યોગ માટે કોઈ મોટો પડકાર નથી. વળી, વધારાની મૂડીને તબક્કાવાર ઉભી કરવાની છે તેથી તે બજારને ખોરવે એવી શક્યતા પણ નથી.
બેંકો પાસે પર્યાપ્ત ટાયર-૧ કેપિટલ છે અને જરૃર પડે તેમ જ જ્યારે બજાર સારૃ હશે ત્યારે તે ફંડ ઉભુ કરશે. પ્રારંભિક વર્ષોમાં બેંકોને મૂડીની બહુ જરૃર નહીં પડે તેમ આરબીઆઈએ પણ નોંધ્યુ હતું. મધ્યસ્થ બેંકે કહ્યુ હતું કે બેંકોનો લીવરેજ રેશિયો ૪.૫ ટકાથી નીચો કોઈ સંજોગોમાં ના જવો જોઈએ. અત્યારે કોમર્શિયલ બેંકોનો આવો એવરેજ લીવરેજ રેશિયો અંદાજે પાંચ ટકાથી વધુ છે.
ટોચની બેંકોને પૂરતી મૂડી હોવાથી માર્કેટમાં જવાની જરૃર નથી પણ કેટલી નાની અને મધ્યમ કદની બેંકો બજાર સુધરવાની પ્રતીક્ષામાં છે. રોકાણકારો બેંકિંગ સેક્ટર માટે બુલિશ રહ્યાં છે તેથી તેમને બજારની સાથે સારો પ્રતિભાવ મળવાની અપેક્ષા છે.
તેનો દાખલો આપતાં સૂત્રોએ કહ્યુ હતું કે થોડા સમય પહેલાં રાબો બેંકને યસ બેંકમાનો તેનો અમુક હિસ્સો વેચવો હતો અને તેને તરત જ બાયર મળી ગયા હતાં. રોકાણકારને શોધવામા તેમને કોઈ તકલીફ પડી નહોતી.
આવી જ રીતે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટયુશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) મારફતે રૃા. ૯૪ કરોડની ટાયર-૧ કેપિટલ ડીસીબી બેંકે તાજેતરમાં ઉભી કરી હતી. તદુપરાંત, બેંકના બોર્ડે રૃા. ૯૮.૭૫ કરોડના પ્રેફરેન્શિયલ એલોટમેન્ટને પણ મંજૂરી આપી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved