Last Update : 05-May-2012, Saturday

 

આયાતમાં ઘટાડો તાૃથા સેવા ક્ષેત્રની નિકાસ તાૃથા રેમિટેન્સમાં વાૃધારાને પગલે

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં

 

ચાલુ નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ ભલે દબાણ હેઠળ રહેવાનો અંદાજ મુકાયો હોય પરંતુ જીડીપી સામે ટાકાવારીની દ્રષ્ટિએ તેમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો રહેવાની શકયતા છે. ૨૦૧૧-૧૨માં દેશની વેપાર નિકાસમાં જોવાયેલી૨૧ ટકાની વૃદ્ધિ જેટલી વદ્ધિ આ વર્ષે પણ થવાની શકયતા ઓછી છે. આમછતાં આયાત જે ગયા નાણાંકીય વર્ષમાં ૩૨.૧૫ ટકા વધી હતી તેટલી ઈ વર્ષે વધવાની અપેક્ષા નહીં હોવાથી જીડીપીની ટકાવારીની દ્રષ્ટિએ કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની સમીક્ષકો ધારણાં રાખી રહ્યા છે. અમેરિકામાં સુધરી રહેલી સ્થિતિને જોતાં દેશની સેવા ક્ષેત્રની નિકાસમાં વધારો થવાની અપેક્ષા છે. આ ઉપરાંત અખાતી દેશોની તંદુરસ્ત આર્થિક સ્થિતિને કારણે ત્યાં વસતા ભારતીયો તરફથી ભારતમાં નોંધપાત્ર નાણાંનો પ્રવાહ આવવાની શકયતા છે.
૨૦૧૨-૧૩માં કરન્ટ એકાઉન્ટ ખાધ જીડીપીના ૩થી ૩.૬૦ ટકાની વચ્ચે રહી શકે છે , જે ગયા વર્ષ માટે ૩.૫૦ થી ૪ ટકાની વચ્ચે રહેવાની અપેક્ષિત છે. એમ સમીક્ષકો માની રહ્યા છે. બીજા વર્ષમાં પણ ઊંચી કરન્ટ એકાઉન્ટ ખાધને પહોેંચી વળવા મોટી માત્રામાં કેપિટલ ઈનફલોની આવશ્યકતા રહે છે. કેપિટલ ઈનફલો વધારવા માટે જનરલ એન્ટી એવોઈડન્સ રુલ્સ (ગાર)ને કારણે હાલમાં ઊભી થયેલી અસમંજસની સ્થિતિ સરકારે દૂર કરવી પડશે તો જ વિદેશી રોકાણકારો ભારત તરફ રોકાણ માટે આકર્ષાશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. કરન્ટ એકાઉન્ટ ખાધ જેમાં સેવાની આયાત-નિકાસ, રેમિટન્સ અને રોકાણ મારફતની કેટલીક આવકનો સમાવેશ થાય છે તે ૨૦૧૧-૧૨ના પ્રથમ નવ માસમાં જીડીપીના ચાર ટકા જેટલી હતી. આગલા વર્ષના સમયગાળામાં આ આંક ૩.૩૦ ટકા હતો.
ક્રિસિલના સૂત્રોના જણાવ્યાનુસાર ૨૦૧૧-૧૨ના સંપૂર્ણ વર્ષ માટે તે જીડીપીના ૩.૫૦થી ૪ ટકાની વચ્ચે રહેવાની ધારણાં છે. ચાલુ વર્ષ માટે તેમણે જીડીપીના ૩.૬૦ ટકા રહેવાની અપેક્ષા મૂકી છે જ્યારે કેર રેટિંગ્સે ૩થી ૩.૫૦ ટકા રહેશે તેવો મત વ્યક્ત કર્યો છે. આમછતાં આયાત -નિકાસ વચ્ચે અંતર જોતાં આ વર્ષે પણ કરન્ટ એકાઉન્ટ ખાધ દબાણ હેઠળ તો રહેશે જ.
૨૦૧૧-૧૨માં વેપાર ખાધ વધીને ૧૮૪.૯૨ અબજ ડોલર પર પહોંચી હતી. ચાલુ નાણાંકીય વર્ષમાં વેપાર નિકાસ સિંગલથી નીચા ડબલ ડિજિટ જેટલી વધવાની ક્રિસિલે ધારણાં રાખી છે. બીજી બાજુ સોનાની આયાત ઘટવાને કારણે વેપાર ખાધમાં વધારો ગયા વખત જેટલો ઊંચો નહીં રહે. જો કે તેલના ઊંચા ભાવ ચિંતાનો વિષય હોવાનું અન્ય એક વિશ્લેષકે કહ્યું હતું. ૨૦૧૧-૧૨માં આયાતમાં વધારા માટે તેલ અને ગોલ્ડ જવાબદાર હતા એમ વાણિજ્ય સચિવ રાહુલ ખુલ્લરે અગાઉ જણાવ્યું હતું. વર્લ્ડ બેન્કના અહેવાલ પ્રમાણે નબળો રૃપિયો અને અખાતમાં આર્થિક પ્રવૃતિઓમાં વધારાને કારણે ત્યાં કામ કરતાં ભારતીયો દ્વારા દેશમાં નાણાં મોકલવાની માત્રા અન્ય વિકાસસીલ રાષ્ટ્રોની સરખમાણીએ ઊંચી છે. ૨૦૧૧માં ભારતની બહાર કામ કરતાં ભારતીયો દ્વારા દેશમાં ૬૩.૭૦ અબજ ડોલર મોકલાયા હતા, જ્યારે ચીનમાં આ રકમ ૬૨.૫૦ અબજ ડોલર રહી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved