Last Update : 05-May-2012, Saturday

 

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

પ્રાઈમરી માર્કેટમાં જેપી મોર્ગને સંચાલિત કરેલા ૧૨ ઈસ્યુમાંથી ૮ ઈસ્યુના ભાવ ડિસ્કાઉન્ટમાં

અમદાવાદ, શુક્રવાર
સંવર્ધના મધરસન ફાઈનાન્સ લિમિટેડે બજારના નરમ પ્રતિભાવ અને કરન્સી માર્કેટમાં વોલેટિલિટીને અનુલક્ષીનેેે રૃા. ૧૬.૬૫ બિલયનની તેની ઈનિશ્યલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ને પાછે ખેંચ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર તેના બુક રનિંગ લીડ મેનેજરની સલાહને અનુસરીને તેણે પ્રારંભિક જાહેર ભરણું પડતું મૂક્યું છે. કંપની આ બુક રનિંગ લીડ મેનેજર જેપી મોર્ગન પ્રાઈમરી માર્કેટમાં બહુ સક્રિય નથી અને તેણે સંચાલિત કર્યા હોય એવા ૧૨માંથી ૮ કંપનીના શેર ઓફર પ્રાઈસ કરતાં પણ ડિસ્કાઉન્ટમાં ચાલે છે.
સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર બિડિંગના છેલ્લાં દિવસે શુક્રવારે કુલ બુક સાઈઝ કરતાં ફકત ૦.૨૩ ગણી ઓફર જ મળી હતી. કંપનીનો ઈસ્યુ ભરણાં માટે બુધવારે ખુલ્યો હતો.
અત્યારે સેકન્ડરી માર્કેટમાં ભારે નરમાઈ ચાલે છે અને મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો બેન્ચમાર્ક સેન્સિટિવ ઈન્ડેક્સ ૩૦૦ પોઈન્ટ ઘટયો હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૃપિયો લગભગ ૫૪ સુધીના ભાવે પહોચ્યો છે.
આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને કંપનીએ તેનો ઈસ્યુ પાછો ખેંચ્યો છે.ઓટોમોબાઈલ કંપનીઓને ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ પૂરાં પાડતી કંપની સંવર્ધના મધરસને તેના આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર તરીકે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને જેપી મોર્ગનને નીમ્યા હતાં.
જેપી મોર્ગને અત્યાર સુધીમા ૧૨ કંપનીના ઈસ્યુ હેન્ડલ કર્યાં છે જેમાંથી ૮ કંપનીના શેરો અત્યારે ઓફર કરતાં ડિસ્કાઉન્ટમાં ચાલે છે. બ્રિગેડ, રિલાયન્સ પાવર અને જેએસડબ્લ્યુ એનર્જી જેવા ઈસ્યુ તેણે હેન્ડલ કર્યાં હતાં અને આ વધી કંપની શેરો હાલ તેમની ઓફર પ્રાઈસ કરતાં અડધા ભાવે છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે આ પહેલાં એક માત્ર ટાટા સ્ટીલનો ઈસ્યુ સંભાળ્યો હતો.૧૯મી જાન્યુઆરી ૨૦૧૧ના રોજ ટાટા સ્ટીલે રૃા. ૬૧૦ના ભાવે શેર આપ્યા હતાં જેના પછી તેનું લિસ્ટિંગ રૃા. ૬૨૫ના ભાવે થયુ હતું. અત્યારે શેરનો ભાવ લગભગ ૨૫ ટકા ડિસ્કાઉન્ટમાં છે.

જેપી મોર્ગન મેનેજ કરેલા આઈપીઓ

કંપની

ઓફર પ્રાઈસ

અત્યારે આશરે

હબટાઉન

૫૪૦

૧૮૦

માઈન્ડટ્રી

૪૨૫

૫૭૮

આઈસીઆઈસીઆઈ બેંક

૯૪૦

૮૬૦

બ્રિગેડ એન્ટર.

૩૯૦

૫૪

રિલા.પાવર

૨૮૧.૨૫

૧૦૦

જેએસડબ્લ્યુ એનર્જી

૧૦૦

૪૮

એનટીપીસી

૨૦૧

૧૬૧

પરસિસ્ટન્ટ સિસ.

૩૧૦

૩૪૫

ઓબેરોય રિયલ્ટી

૨૬૦

૨૬૫

પ્રેસ્ટિજ ઈ.

૧૮૩

૧૦૯

પાવરગ્રિડ

૯૦

૧૦૮

મોઈલ

૪૬૬.૫૦

૨૫૭

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved