Last Update : 05-May-2012, Saturday

 

નવા નાણાંકીય વર્ષના પ્રારંભે FII / રોકાણકારો બજારથી દૂર થતા
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું

૨૦૧૨ના નાણાકીય વર્ષમાં BSE ના કેશ સેગમેન્ટમાં ૩૭ અને NSE માં ૧૯ ટકાનો ઘટાડો

 

અમદાવાદ, શુક્રવાર
ટેક્સના મુદ્દાને લઈને પ્રવર્તતી પ્રતિકૂળતાના પગલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (એફઆઈઆઈ) પોતાનું ભંડોળ પાછું ખેંચતા તેમજ બજારની અનિશ્ચિત તાલના પગલે રોકાણકારોની નિરસતા વધવાના પગલે દેશના બેઉ આગેવાન શેરબજારના કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૨ના પ્રારંભથી એફઆઈઆઈ દ્વારા પુનઃ ભારતીય શેરબજારમાં રોકાણ કરવાની શરૃઆત થતા શેરબજારમાં ધીમી પણ મક્કમ ગતિએ સુધારાની ચાલ આગળ વધી હતી. બજારમાં સુધારાની ચાલ આગળ વધતા નાના-મોટા રોકાણકારો પણ પુનઃ સક્રિય બન્યા હતા. જેના પગલે સુધારો ઝડપથી આગળ વધવા સાથે કામકાજમાં પણ વધારો થતા મુંબઈ શેરબજાર (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જના (એનએસઈ) કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં પણ વધારો જોવા મળ્યો હતો.
પરંતુ બજેટ વખતે જાહેર થયેલ કેટલીક દરખાસ્તોની પ્રતિકૂળતા તેમજ ટેક્સ અંગેની ઉદ્ભવેલી પ્રતિકૂળતાના (ગાર) કારણે એફઆઈઆઈનું માનસ ખરડાઈ જવા પામ્યું હતું. જેના કારણે કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ માસમાં રોકાણ કર્યા બાદ એફઆઈઆઈ દ્વારા એપ્રિલ માસમાં મોટા પાયે પોતાનું ભંડોળ પાછું ખેંચ્યું હતું. જેની સીધી અસર બજારના ટ્રેન્ડ પર જોવા મળી હતી. એફઆઈઆઈની વેચવાલીના કારણે સેન્સેક્સમાં પણ પીછેહઠ થવા સાથે બજારમાં અસ્થિરતા-અનિશ્ચિચતાનો માહોલ છવાયો હતો. જેના પગલે રોકાણકારો પણ બજારથી દૂર થઈ ગયા હતા.
આમ, સર્જાયેલ આ વિપરીત પરિસ્થિતિની સીધી અસર શેરબજારના કેશ સેગમેન્ટ પર જોવા મળી હતી. પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ માસ એટલે કે એપ્રિલ માસ દરમિયાન બંને આગેવાન શેરબજારોના કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ઘટાડો નોંધાયો છે.
ઉપલબ્ધ આંકડા મુજબ બીએસઈ ખાતે જાન્યુઆરી ૨૦૧૨માં કેશ સેગમેન્ટનું ટર્નઓવર રૃા. ૨૫૦૦ કરોડ આસપાસ પહોંચ્યું હતું તે એપ્રિલ ૨૦૧૨માં ઘટીને રૃા. ૨૧૧૫ કરોડ પર ઉતરી આવ્યું હતું.
એનએસઈ પરનું એવરેજ ડેઈલી કેશ વોલ્યુમ જે ફેબુ્રઆરીમાં રૃા. ૧૬૩૯૦ કરોડ હતું તે માર્ચ માસમાં ઘટીને રૃા. ૧૨૩૮૬ કરોડ હતું તે એપ્રિલમાં ઘટીને રૃા. ૧૦૦૦૦ કરોડની સપાટીએ ઉતરી આવ્યું હતું.
વિતેલા ૨૦૧૨ના નાણાંકીય વર્ષમાં બીએસઈનું કેશ વોલ્યુમ નોંધપાત્ર કહી શકાય તેટલું એટલે કે ૩૭ ટકા જેટલું ઘટીને રૃા. ૨૬૯૩ કરોડ પર ઉતરી આવ્યું હતું. જ્યારે એનએસઈના કેશ સેગમેન્ટનું વોલ્યુમ ૧૯ ટકા ઘટીને રૃા. ૧૧૩૨૧ કરોડ પર ઉતરી આવ્યું હતું. જે ૨૦૧૧ના નાણાંકીય વર્ષાન્તે રૃા. ૧૪૦૪૭ કરોડની સપાટીએ હતું. અત્રે એ નોંધનીય રહેશે કે ગત માર્ચ ૨૦૧૧થી શેરબજારમાં કેશ સેગમેન્ટનું ટર્નઓવર રૃા. ૧૦૦૦૦ કરોડથી નીચે જ રહેવા પામ્યું છે.
બજારના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા નીતિવિષયક નિર્ણય લેવામાં ઢીલાશ, ટેક અંગેની પ્રતિકૂળતાઓ અને નિયમનકારી મુદ્દાઓને લઈને ઉદ્ભવેલી પ્રતિકૂળતાની શેરબજારના કેશ સેગમેન્ટ પર ગંભીર અસર થવા પામી છે. આ ઉપરાંત દેશની નાણાંકીય ખાધમાં વધારો તેમજ એસએન્ડપી દ્વારા ભારતના આઉટલુક અંગેના નકારાત્મક રેટિંગથી એફઆઈઆઈ સહિત રોકાણકારોનું મોરલ પણ ખરડાઈ જવા પામ્યું છે. જેના કારણે કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ઘટાડો થતો જાય છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.
કેશ ટર્નઓવર પર એક નજર

-

એપ્રિલ ૨૦૧૦

એપ્રિલ ૨૦૧૨

બીએસઈ

૪૬૯૬

૨૧૧૫

એનએસઈ

૧૩૮૨૮

૧૦૫૦૬

(આંકડા રૃા. કરોડમાં)

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved