Last Update : 05-May-2012, Saturday

 
એમસીએક્સે મેન્થા તેલના વિશેષ માર્જિનમાં કરેલો ઘટાડોઃ સોના-ચાંદીનું વોલ્યુમ વધી રૃ.૧૦,૭૨૩ કરોડ
બંને કીમતી ધાતુઓ ઢીલીઃ ક્રૂડના વાયદા પણ ઘટયાઃ બિનલોહ ધાતુઓમાં નિકલ અને જસતમાં સુધારોઃ કૃષિચીજોમાં સીપીઓ સતત નરમ

મુંબઇ, તા.૪
એમસીએક્સે મેન્થા તેલના મે-૨૦૧૨ના કોન્ટ્રેક્ટની ખરીદ બાજુની ઓપ્ન પોઝીશન પર રોકડરૃપે લાગુ ૨૫ ટકા વિશેષ માર્જિન ઘટાડીને ૧૦ ટકા તથા જૂન અને ત્યાર પછીના મેન્થા તેલના કોન્ટ્રેક્ટસ પર ઘટાડીને ૫ ટકા કર્યું છે. નવા માર્જિન્સ ૫ મે, ૨૦૧૨થી લાગુ પડશે. આમ, મેન્થા તેલના કોન્ટ્રેક્ટસ પર પ્રારંભિક માર્જિન અથવા સ્પાનની ગણતરી પ્રમાણેના માર્જિન, એ બંનેમાંથી જે વધુ હોય તે. ઉપરાંત મે-૨૦૧૨ કોન્ટ્રેક્ટની ખરીદ બાજુ પર રોકડરૃપે ૧૦ ટકા માર્જિન અને જૂન અને ત્યાર પછીના કોન્ટ્રેક્ટની ખરીદ બાજુ પર રોકડરૃપે ૫ ટકા વિશેષ માર્જિન લાગુ પડશે.
એમસીએક્સ પર આજે કામકાજ વધ્યાં હતાં. આજે ૩,૭૬,૯૯૧ સોદામાં રૃ.૨૧,૮૨૫.૫૭ કરોડ (ગઈકાલે રૃ.૧૭,૧૩૬.૨૫ કરોડ)નું વોલ્યુમ થયું હતું. આજના કામકાજમાં સોના-ચાંદીનો હિસ્સો પણ વધીને રૃ.૧૦,૭૨૩.૧૯ કરોડ (ગઈકાલે રૃ.૭,૭૮૯.૬૧ કરોડ)નો થયો હતો.
આજે સોનામાં ૮૦,૬૮૫ સોદામાં રૃ.૫,૬૫૪.૬૯ કરોડનાં ૧૯,૩૭૧ કિલો (ગઈકાલે રૃ.૩,૯૯૬.૦૫ કરોડનાં ૧૩,૬૮૩ કિલો)નો ધંધો થયો હતો. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૧,૩૦૧ કિલો હતો. ચાલુ વાયદામાં રૃ.૪,૫૯૩.૨૮ કરોડનાં ૧૫,૭૩૫ કિલો, મિની વાયદામાં રૃ.૧,૦૨૧.૭૪ કરોડનાં ૩,૫૦૦ કિલો, ગિનીમાં રૃ.૨૦.૨૩ કરોડનાં ૬૯ કિલો અને પેટલમાં રૃ.૧૯.૪૩ કરોડનાં ૬૭ કિલોનાં કામ થયાં હતાં.
ગઈકાલે વધેલા સોનાના વાયદા આજે પુન ઘટી ગયા હતા. આજે વાયદા રૃ.૨૨થી રૃ.૮૭ની રેન્જમાં ઘટયા હતા. ચાલુ જૂન વાયદો સૌથી વધુ રૃ.૮૭ ઘટી રૃ.૨૯,૧૧૦ રહ્યો હતો. ઓક્ટોબર રૃ.૨૨ ઘટી રૃ.૨૯,૮૪૮ રહ્યો હતો. મિની વાયદા રૃ.૪૧થી રૃ.૮૨ જેટલા ઘટયા હતા. મે વાયદો રૃ.૪૧ ઘટી રૃ.૨૯,૧૦૩ રહ્યો હતો. ગિનીના વાયદા રૃ.૪૪થી રૃ.૫૧ અને પેટલના વાયદા રૃ.૪થી રૃ.૬ જેટલા નરમ હતા. ગિનીનો મે વાયદો રૃ.૫૧ ઘટી રૃ.૨૩,૨૨૮ અને પેટલનો મે વાયદો રૃ.૬ ઘટી રૃ.૨,૮૯૪ રહ્યા હતા.
ચાંદીમાં આજે ૮૯,૬૮૭ સોદામાં રૃ.૫,૦૬૮.૫૦ કરોડની ૯૦૦.૩૭૧ ટન (ગઈકાલે રૃ.૩,૭૯૩.૫૬ કરોડની ૬૬૮.૫૬૦ ટન) ચાંદીના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ આજે ૭૮૩.૮૫૪ ટનનો હતો. આજે ચાલુ વાયદામાં રૃ.૩,૬૦૯.૮૯ કરોડની ૬૪૧.૮૫૦ ટન, મિની વાયદામાં રૃ.૧,૧૪૪.૪૭ કરોડની ૨૦૨.૮૯૫ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૩૧૪.૧૪ કરોડની ૫૫.૬૨૬ ટન ચાંદીનાં કામ થયાં હતાં.
ગઈકાલે એકંદરે રૃ.૧૦૦થી પણ ઓછો ઘટાડો ચાંદીના વાયદામાં હતો, જે આજે વધીને રૃ.૧૬૬થી રૃ.૩૭૪ જેટલો થયો હતો. ચાલુ વાયદામાં મે રૃ.૨૬૨ ઘટી રૃ.૫૪,૮૭૧ રહ્યો હતો, જ્યારે ડિસેમ્બર સૌથી ઓછો રૃ.૧૬૬ ઘટી રૃ.૫૯,૪૮૬ રહ્યો હતો. મિની વાયદામાં રૃ.૩૪૮થી રૃ.૩૭૪ જેટલો અને માઈક્રો વાયદામાં રૃ.૩૪૮થી રૃ.૩૯૦ જેટલો ઘટાડો હતો. મિની જૂન રૃ.૩૪૮ ઘટી રૃ.૫૬,૧૩૨ અને માઈક્રો જૂન રૃ.૩૪૮ ઘટી રૃ.૫૬,૧૩૬ રહ્યા હતા.
બિનલોહ ધાતુઓમાં જસત અને નિકલના વાયદા વધ્યા હતા, જ્યારે સીસાના ઘટયા હતા. તાંબુ અને એલ્યુમિનિયમમાં મિશ્ર વલણ હતું. તાંબાના વાયદામાં ૫ પૈસાથી ૫૫ પૈસા અને એલ્યુમિનિયમના વાયદામાં ૧૦ પૈસાથી ૪૦ પૈસાની મિશ્ર વધઘટ હતી. નિકલના વાયદા ૬૦ પૈસાથી રૃ.૫.૩૦ અને જસતના ૫ પૈસાથી ૫૦ પૈસા જેટલા વધ્યા હતા. સીસાના વાયદા ૫ પૈસાથી ૩૦ પૈસા નરમ હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૫૧થી રૃ.૯૩, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૪૦થી રૃ.૭૨ અને નેચરલ ગેસમાં ૯૦ પૈસાથી રૃ.૧.૩૦નો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ તેલ મે વાયદો રૃ.૯૩ ઘટી રૃ.૫,૪૩૦, બ્રેન્ટ ક્રૂડ તેલ મે રૃ.૭૨ ઘટી રૃ.૬,૧૭૮ અને નેચરલ ગેસ મે વાયદો રૃ.૧.૩૦ ઘટી રૃ.૧૨૬ બંધ રહ્યા હતા.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના ચારેય વાયદા રૃ.૧.૭૦થી રૃ.૪.૪૦ નરમ રહ્યા હતા. સીપીઓ મે વાયદો રૃ.૧.૭૦ ઘટી બંધમાં રૃ.૬૨૧.૩૦ રહ્યો હતો. એલચીના મે વાયદામાં અપવાદરૃપ સુધારા સિવાય અન્ય તમામ વાયદા રૃ.૬.૪૦થી રૃ.૧૩.૮૦ની રેન્જમાં ઢીલા હતા. એલચી મે વાયદો રૃ.૬ વધી રૃ.૧,૨૦૪.૬૦ બંધ રહ્યો હતો. ખાંડ-એમ કોલ્હાપુરનો મે વાયદો રૃ.૧૨ ઘટવા સામે જૂન રૃ.૨૦ વધી બંધમાં રૃ.૨,૯૧૫ રહ્યો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદા રૃ.૧૩.૬૦થી રૃ.૩૫.૮૦ અને તારકેશ્વર વાયદા રૃ.૧૧.૮૦થી રૃ.૧૬.૮૦ જેટલા સુધર્યા હતા. બટેટા-આગ્રા મે વાયદો રૃ.૧૩.૬૦ વધી રૃ.૧,૧૨૬.૩૦ અને તારકેશ્વર મે રૃ.૧૨.૪૦ વધી રૃ.૯૩૦.૨૦ બંધ રહ્યા હતા. મેન્થા તેલ રૃ.૪૯.૫૦થી રૃ.૫૪.૭૦ વધ્યું હતું. મેન્થા તેલ મે વાયદો રૃ.૫૪.૭૦ વધી રૃ.૧,૪૯૩ બંધ હતો. કોટનના ચારેય વાયદા રૃ.૧૧૦થી રૃ.૧૪૦ની રેન્જમાં વધ્યા હતા. કોટન મે વાયદો રૃ.૧૩૦ વધી રૃ.૧૮,૦૧૦ બંધ રહ્યો હતો.
કોમડેક્સ આજે ૧૭.૫૬ પોઈન્ટ ઘટી ૩૯૯૦.૫૦ હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧૨.૭૩ પોઈન્ટ ઘટી ૫૦૩૭.૩૯, એનર્જી ઈન્ડેક્સ ૫૭.૬૬ પોઈન્ટ ઘટી ૩૫૮૩.૪૮ અને એગ્રી ઈન્ડેક્સ ૪૮.૫૨ પોઈન્ટ વધી ૩૫૦૮.૮૭ બંધ હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved