Last Update : 05-May-2012, Saturday

 
એનએસઈએલ પર કપાસિયા વોશ તેલમાં ૬,૬૮૫ ટન, રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં ૨,૧૨૦ ટન અને એરંડા તેલમાં ૮૬૦ ટનની નોંધપાત્ર ડિલિવરી
બાસમતી ડાંગરમાં ૪,૧૯,૪૦૦ ગુણી, એરંડામાં ૮૪,૪૧૪ ગુણી, ચોખામાં ૬,૬૦૦ ગુણીનું વોલ્યુમ
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૨,૯૩૯ સોદામાં રૃ.૩૪૬.૦૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૨.૬૦ વધી રૃ.૨,૯૩૬.૧૦ બંધ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં રૃ.૧૨.૧૧ કરોડનાં ૪૧.૨૧૪ કિલોનાં કામકાજ થયાં હતાં. ચાંદીમાં ૨૪૩ સોદામાં રૃ.૩૪.૫૯ કરોડનાં ૬,૧૧૮.૨૦૦ કિલોના વેપાર થયા હતા. ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ ૫૦ પૈસા ઘટી રૃ.૫,૬૫૩ રહ્યો હતો, જ્યારે ચાંદી આયાતી બાર હૈદરાબાદ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૨૧૦ ઘટી બંધમાં રૃ.૫૫,૭૦૦ રહ્યો હતો. ઈ-સિલ્વરમાં ૨૪૨ સોદામાં રૃ.૩૪.૪૨ કરોડનાં ૬,૦૮૮.૨૦૦ કિલોનાં કામ થયાં હતાં. ઈ-પ્લેટિનમમાં રૃ.૬.૪૦ લાખનાં ૨૧૪ ગ્રામનાં કામ સાથે ૧ ગ્રામદીઠ ભાવ રૃ.૬ વધી રૃ.૨,૯૯૦ બંધ રહ્યો હતો.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ રૃ.૨.૬૫ વધી રૃ.૫૨૮.૯૫, ઈ-લેડ ૧૫ પૈસા ઘટી રૃ.૧૫૪.૧૦, ઈ-નિકલ રૃ.૧ વધી રૃ.૧,૨૬૯ અને ઈ-ઝિંક ૫ પૈસા સુધરી રૃ.૧૪૬.૨૦ બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૫૫.૫૬ કરોડનાં ૧,૦૫૦.૦૨૮ ટન, ઈ-લેડમાં રૃ.૨૯.૩૬ કરોડનાં ૧,૯૦૦.૨૦૩ ટન, ઈ-નિકલમાં રૃ.૨૨.૨૦ કરોડનાં ૧૭૫.૦૧૮ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૧૯.૦૬ કરોડનાં ૧,૩૦૦.૦૯૬ ટનનો ધંધો થયો હતો.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૪૪૨ સોદામાં રૃ.૨૦.૮૩ કરોડનાં ૮૪,૪૧૪ ગુણીનાં કામ સાથે ૮૪,૪૦૮ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૬૫૦ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા સુધરી રૃ.૬૬૬.૫૦ રહ્યો હતો. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ ભાભર કોન્ટ્રેક્ટ રૃ.૧.૭૦ વધી રૃ.૬૬૪.૪૦, દીઓદર ૭૦ પૈસા ઘટી રૃ.૬૬૩.૨૦, પાટણ રૃ.૯.૨૦ ઘટી રૃ.૬૫૮.૩૦, પાલનપુર રૃ.૧૯.૨૦ વધી રૃ.૬૪૮.૧૦, સિધ્ધપુર રૃ.૬.૭૦ ઘટી રૃ.૬૫૫.૫૦ અને થરા કોન્ટ્રેક્ટ ૪૦ પૈસા સુધરી રૃ.૬૬૨.૯૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૫૨ સોદામાં રૃ.૫.૯૦ કરોડનાં ૮૬૦ ટનનાં કામ સાથે ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૮૦ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ ૩૦ પૈસા વધી રૃ.૬૯૩.૫૦ થયો હતો. એરંડા તેલમાં ૮૬૦ ટનની ડિલિવરી થઈ હતી.
ક્રૂડ સોયાબીન તેલના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં કોટા-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૬૭૫ અને કોટા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૧ ઘટી રૃ.૬૮૭.૩૦ બંધ રહ્યા હતા. ક્રૂડ સોયાબીન તેલમાં ૨ સોદામાં રૃ.૬.૮૨ લાખનાં ૧૦ ટનનો ધંધો થયો હતો.
કપાસિયા વોશ તેલના ભારતીય કોન્ટ્રેક્ટસમાં ૨૨૦ સોદામાં રૃ.૪૪.૨૫ કરોડનાં ૬,૭૦૫ ટનનાં કામ સાથે ૬,૬૮૫ ટનની ડિલિવરી ઊતરી હતી. ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૬૫૫ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૬૬૬.૫૦ બંધ રહ્યો હતો.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી કલમેશ્વર-૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨૨ ઘટી રૃ.૩,૮૧૨ થયો હતો. કાચા કપાસમાં ૧૪ સોદામાં રૃ.૬.૬૦ લાખનાં ૧૭,૪૯૦ કિલોનાં કામ થયાં હતાં.
ડાંગરનો વારંગલ-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧,૧૫૦ અને વારંગલ-૨૫ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા ઘટી રૃ.૧,૧૭૨.૫૦ના સ્તરે રહ્યા હતા. ડાંગરમાં રૃ.૩૯.૦૨ લાખનાં ૪,૮૦૦ ગુણીના વેપાર થયા હતા. બાસમતી ડાંગરના હરિયાણા, પંજાબ અને સિરસા કોન્ટ્રેક્ટસમાં ૭૭૮ સોદામાં રૃ.૫૭.૩૯ કરોડનાં ૪,૧૯,૪૦૦ ગુણીની ડિલિવરી થઈ હતી.
રો વુલમાં ૨૩૧ સોદામાં રૃ.૧૯.૯૬ કરોડનાં ૨,૮૧,૦૦૦ કિલો અને વુલ ટોપ્ના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૦ સોદામાં રૃ.૧૬.૯૧ લાખનાં ૨,૦૦૦ કિલોનાં કામકાજ થયાં હતાં. રો વુલનો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૭૧૭ અને લુધિયાણા-૨ રૃ.૭૦૪ના સ્તરે રહ્યા હતા, જ્યારે વુલટોપ્નો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ૪૦ પૈસા સુધરી રૃ.૮૫૩.૩૦ અને લુધિયાણા-૨ રૃ.૮૩૮ના મથાળે બંધ થયા હતાં.
ચોખામાં ૮ સોદામાં રૃ.૨.૧૦ કરોડનાં ૬,૬૦૦ ગુણીનું વોલ્યુમ નોંધાયું હતું. ચોખાનો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨૨૮.૪૦ વધી રૃ.૬,૪૪૭.૮૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૨૩૦ વધી રૃ.૬,૩૩૦ના સ્તરે બંધ રહ્યા હતા.
રિફાઈન્ડ સનફ્લાવર તેલનો ચેન્નાઈ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૩ વધી રૃ.૬૭૬ અને ચેન્નાઈ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૩.૫૦ વધી રૃ.૬૮૯ બંધ રહ્યા હતા. રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં ૨૪ સોદામાં રૃ.૧૪.૪૬ કરોડનાં ૨,૧૨૦ ટનની ડિલિવરી ઊતરી હતી.
સોયાબીનનો ટ્રેડર્સ એક્સ-કોટા-૭ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૫૫.૭૦ ઘટી બંધમાં રૃ.૩,૫૮૪.૩૦ રહ્યો હતો. સોયાબીનમાં ૩ સોદામાં રૃ.૮.૬૦ લાખનાં ૨૪ ટનના વેપાર થયા હતા, જ્યારે સોયાબીન ડીઓસી કોન્ટ્રેક્ટસમાં ૨ સોદામાં રૃ.૪.૯૨ લાખનાં ૨૦ ટનનો ધંધો થયો હતો. સોયાબીન ડીઓસી કોટા-૨૫ કોન્ટ્રેક્ટ મે.ટનદીઠ રૃ.૪૭૨.૨૦ વધી રૃ.૨૪,૮૨૭ અને કોટા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫૦૦ વધી રૃ.૨૪,૪૦૦ના સ્તરે રહ્યા હતા.
સ્ટીલના ટીએમટી બાર્સ કોન્ટ્રેક્ટસમાં મે.ટનદીઠ કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫૨,૮૦૦ અને કુર્નુલ-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫૧,૮૪૦ના સ્તરે બંધ રહ્યા હતા. સ્ટીલ ટીએમટી બારમાં ૪૯ સોદામાં રૃ.૭.૩૨ કરોડનાં ૧,૪૦૦ ટનના વેપાર થયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ક્રિકેટ બોર્ડ ઔડાનું બિસ્માર સ્પોર્ટસ સંકુલ ચલાવશે
તેંડુલકર મહાન છે, પણ દ્રવિડ મારો ફેવરિટ ક્રિકેટર ઃ માઇકલ હસી
પોઇન્ટ ટેબલમાં પહેલી વખત ટોપ ચારમાં આવી જતા ખુશ છીએ
ભારતના પાંચ બેડમિંટન ખેલાડીઓ લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય

સતત બીજી હાર સાથે ભારત ફાઇનલમાંથી બહાર

નબળા પ્રતિસાદના પગલે સંવર્ધના મધરસને આઈપીઓ પાછો ખેંચ્યો

૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ નીચી રહેવાની ધારણાં
ઓડ હત્યાકાંડમાં ૯ને જનમટીપ
બાયડમાં કાળઝાળ ગરમીથી એક મોત

રૃા ૧૦૦ કરોડનું ફુલેકું ફેરવનાર શખ્સ વિદેશ નાસી ગયાની શંકા

નાણાવટી પંચને મુદત વધારી આપવા માટે સરકારનો ખુલાસો મંગાયો
ઉદ્યોગોને ગૌચર જમીનો વેચ્યા પછી 'ગૌચર વિકાસ મહોત્સવ'નું ડિંડક
સેન્સેક્ષે ૧૭૦૦૦, નિફ્ટીએ ૫૧૦૦ સપાટી ગુમાવી
સોનામાં રૃ.૨૯૭૫૦ની નવી ટોચ દેખાઈ ઃ જો કે મોડી સાંજે ભાવોમાં ઝડપી ઘટાડો
શેરબજારનાં કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં ગાબડું
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved