Last Update : 05-May-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૫-૦૫-૨૦૧૨, શનિવાર
વૈશાખ સુદ ચૌદશ - વ્રતની પૂનમ - કૂર્મ જયંતી.
આદ્ય શંકરાચાર્ય કૈલાસગમન
બજારોમાં વધઘટ?

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૩ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૪ મિ. (સૂ) ૬ ક. ૫૫ મિ. (મું) ૬ ક. ૫૮ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- ચિત્રા સવારના ૮ ક. ૫૬ મિ. સુધી પછી સ્વાતિ ૨૯ ક. ૫૮ મિ. સુધી. ત્યાર પછી વિશાખા.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મેષ, મંગળ- સંિહ, બુધ- મેષમાં ૨૧-૦૩થી, ગુરૂ- મેષ, શુક્ર- વૃષભ, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- તુલા
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ.વૈ./૧૫
માસ-તિથિ-વાર ઃ- વૈશાખ સુદ ચૌદશ શનિવાર.
વ્રતની પૂનમ. કૂર્મ જયંતી. આદ્ય શંકરાચાર્ય કૈલાસ ગમન.
વિષ્ટી ૧૨-૫૩ થી ૨૩-૦૦ સુધી. બુધ મેષમાં અશ્વિનીમાં ૨૧ ક. ૦૩ મિ.થી.
વ્યતિપાત સાંજના ૫ ક. ૨૦ મિ.થી શરૂ.
- ચતુષ્પદ મોંઘા થાય?
- સોનાના ભાવ સ્થિર?
- મોતી, ઝવેરાતમાં તેજી?
- પશુહાનિ?
- વરસાદ મઘ્યમ?
- ઘઉં, ચણા, જવના ભાવ વધે?
- નવ દિવસમાં સાકર, ખાંડ, ગોળ, રસકસના પદાર્થો, દૂધ, ધીના ભાવ ઘટે?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિ ઉલ આખર માસનો ૧૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ-૧૩૮૧ આદર માસનો ૨૧ રોજ રામ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના ઘર, પરિવારના, પત્ની, સંતાનના કામ અંગે ચંિતા- વ્યસ્તતા છતાં કામના ઉકેલથી હળવાશ, રાહત અનુભવો.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં શ્રમ- થાક- કંટાળો જણાય. મહેનતના પ્રમાણમાં કામ ઓછું થાય. ખાવાપીવામાં સંભાળવું.

 

મિથુન ઃ પુત્રપૌત્રાદિકના વિદ્યાભ્યાસ, વિવાહ-લગ્નના પ્રશ્નમાં ચંિતા રહે. નોકરી-ધંધામાં ઉતાવળ, ઉશ્કેરાટ- ગુસ્સો કર્યા વગર કામકાજ કરવું.

 

કર્ક ઃ હૃદય-મનની વ્યગ્રતા- ઉચાટ- ચંિતા નોકરી-ધંધા કે ઘર-પરિવાર- આડોશપાડોશ- મિત્રવર્ગના કારણે નાણાંકીય મુંઝવણ રહે.

 

સંિહ ઃ યાત્રા પ્રવાસ- મીલન- મુલાકાત, ધર્મકાર્યનું આયોજન ગોઠવાય. નોકરી-ધંધાના કામ અંગે, સરકારી કામગીરી અંગે ચંિતા- વિચારો રહે.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં આવક થાય. જુના સંબંધો તાજા થાય. ઘર-પરિવાર- કુટુંબની, પુત્રપૌત્રાદિકની કામગીરી અંગે ખર્ચ થાય.

 

તુલા ઃ તરંગી વિચારોમાં, વઘુ પડતા આત્મ વિશ્વાસમાં તમે મુશ્કેલી અનુભવો. નોકરી-ધંધાના, પરિવારના કામમાં ચંિતીત રહો.

 

વૃશ્ચિક ઃ પોતાની ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. ખર્ચ-ચંિતા રહે. સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના પ્રશ્ને મુશ્કેલી રહે.

 

ધન ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પુત્રપૌત્રાદિકથી આનંદ રહે, સાનુકૂળતા રહે. નોકરી-ધંધામાં આવક થાય, કામ ઉકેલાય.

 

મકર ઃ હૃદય- મનની વ્યગ્રતા, આંતરિક મનોવ્યથા છતાં તમારે હસતા મુખે પરિસ્થિતિ- સંજોગોનો સ્વીકારી કરી આગળ વધવું પડે.

 

કુંભ ઃ યાત્રા પ્રવાસ- મીલન- મુલાકાત- ધર્મકાર્યમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાના કામમાં આકસ્મિક ફાયદો- લાભ થાય, આનંદ રહે.

 

મીન ઃ આરોગ્યની અસ્વસ્થતા, શરીરનું સમતોલન ન જળવાય. દર્દપીડા અનુભવાય. પૈસા- પાઠ્ય- મોબાઇલ- વાહનનું ઘ્યાન રાખવું પડે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૫-૦૫-૨૦૧૨, શનિવાર

આજની તારીખે શરૂ થઇ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ પ્રતિકૂળતાઓનું બનતું જાય. આ વર્ષમાં આપે આપની આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપી આપના અન્ય આયોજન ગોઠવવા. વિશેષમાં-

 

* વર્ષ દરમ્યાન અવાર નવાર શારિરીક, માનસિક અસ્વસ્થતા અનુભવાય. સમયસર પોતાની ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ કરી શકો નહીં. ખર્ચ- ચંિતા- વ્યથા રહ્યા કરે.

 

* નોકરી-ધંધામાં નાની-મોટી કોઇ ચંિતા- સંઘર્ષ- તકલીફો આવવાના કારણે હતાશા, નિરાશા જણાય. કંટાળો આવે. સ્ફૂર્તિ, ઉત્સાહ જણાય નહીં. તેમ છતાં તમારી આવક ઘટે નહીં તેનું ઘ્યાન રાખવું. આરોગ્ય સંભાળવું.

 

* સ્ત્રીવર્ગને પતિ-સંતાનના પ્રશ્નમાં ચંિતા રહે. પ્રેમ-મિત્રતા- લાગણીના સંબંધમાં, ઈચ્છીત લગ્નના પ્રશ્નમાં ભંગાણ પડે. વિશ્વાસઘાત- દગો થાય.

 

* વિદ્યાર્થીવર્ગને વર્ષ દરમ્યાન તેમજ પરીક્ષા સમયે આરોગ્યનું ઘ્યાન રાખવું પડે. વઘુ પડતો શ્રમ, ઉજાગરા છેલ્લી ઘડીએ તકલીફ- ચંિતાવાળો બની રહે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

‘ટાઈટેનીક જેવી એક મોટી સ્ટીમબરમાં દેશના છસોએ છસો સંસદસભ્યો, પ્રધાનો, મુખ્યપ્રધાનો પ્રવાસ કરી રહ્યા હતા. એમાં દરિયામાં વાવાઝોડું આવ્યું અને સ્ટીમબર ડૂબી ગઈ પરંતુ એમાંના ૩૦૦ નેતાઓ બચી ગયા. એ બધા બીજી સ્ટીમબરમાં બેઠા અને આગળ ચાલ્યા. નસીબજોગે એ સ્ટીમબર પણ વાવાઝોડામાં ડૂબી ગઈ અને એની સાથે બધા નેતા પણ ડૂબી ગયા. તો હવે બચ્યું કોણ ?’ શિક્ષક છગને વર્ગમાંના વિદ્યાર્થીઓને પૂછ્‌યું.
બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલી ઉઠ્યા, ‘દેશ બચ્યો...’ ‘દેશ બચ્યો’

[Top]
 

આજ ની રેસીપી

સ્વાસ્થ્ય-સૌંદર્યરક્ષક ડ્રિન્ક્સ

તડબૂચ ડ્રિંક


તડબૂચ ખાવાને બદલે ડ્રિંક્સ વઘુ લાભદાયક છે. તડબૂચને નાના ટુકડામાં કાપો અને મિક્સીમાં નાખો. થોડો વખત ચલાવો. ગાળીને ડ્રિંક તૈયાર કરો. તેનું સેવન મીઠું અને ખાંડ નાખ્યા વિના જ કરો.

ફાયદા ઃ જો તડબૂચ ડ્રિંકનું સેવન નિયમિત કરવામાં આવે તો તે કિડની સ્ટોનથી દૂર રાખે છે. પેટ અને આંતરડાની સફાઈ કરે છે. શરીરમાંથી ટોક્સિન્સ કાઢીને ચહેરા પર ચમક લાવે છે. ચહેરાને ખીલથી દૂર રાખે છે.

 

આમળાં ડ્રિંક


સામગ્રી ઃ ૨-૨ તાજાં આમળાં, ૧ ગ્લાસ પાણી, ચપટી સંિધાલૂણ.

રીત ઃ આમળાંને છીણી લો પછી પાણી નાખી બ્લેન્ડરમાં ચલાવો. ગાળીને તરત પી લો.

ફાયદા ઃ આમળામાં વિટામીન સી મુખ્ય સ્ત્રોત છે. તે શીતળતા આપે છે. વાયુ, કફ, પિત્ત દોષને દૂર કરે છે. જો તેનું સેવન નિયમિત રીતે ૩-૪ મહિના સુધી કરવામાં આવે તો આંખોમાં ચમક અને ચહેરા પર કાંતિ આવી જાય છે. આના ઉપયોગથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે, ચામડીના રોગ દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી જળવાઈ રહે છે. સાથે વાળને કાળા રાખવામાં પણ તે વિશે ઉપયોગી છ.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved