Last Update : 04-May-2012, Friday

 

રાષ્ટ્રિય પીણું... ‘ચા’ ?!

 
કહે છે કે ‘ચા’ રાષ્ટ્રિય પીણું બનવાની છે !
જો કે હજી ફાઇનલ નથી થયું, પણ એની ચર્ચા ચાલી રહી છે. પરંતુ ધારો કે ‘ચા’ ખરેખર રાષ્ટ્રીય પીણું બની જાય તો ? ...
* * *
સૌથી પહેલાં તો વિજય માલ્યા આખી વાતનો વિરોધ કરતાં કહેશે કે આ તો મારો ધંધો બરબાદ કરવાનું કાવત્રુ છે !
* * *
દૂબઈમાં બેઠેલો દાઉદ પણ ખાનગીમાં એના ભાઈલોગને ફોનો કરશે, ‘ભાઈલોગ ! તૈયાર રહેના.. યે ઇન્ડીયાવાલોંને હમારે પેટ પે લાત મારને કા પિલાન બનાયેલા હૈ મગર અપુન બી ચૂપ નંઈ બૈઠનેવાલે !’
* * *
પણ સિરીયસલી, ‘ચા’ને જો રાષ્ટ્રિય પીણું બનાવવામાં આવે તો એનું સન્માન પણ કરવું પડશે ને ? એટલે સરકાર એની ‘આચારસંહિતા’ બહાર પાડશે...
- ‘એક અડધી...’ ‘બે કટંિગ...’ એવાં અપમાનજનક શબ્દો ચા માટે નહિ વાપરી શકાય.
- ‘કડક મીઠી’ અને ‘મોળી’ જેવાં દ્વિઅર્થી સેક્સી શબ્દો પણ ચા માટે નહિ વાપરી શકાય.
- ‘ચા કરતાં કીટલી ગરમ’ એવી કહેવત તો શબ્દકોષમાંથી જ દૂર કરવી પડશે. કારણ કે રાષ્ટ્રિય પીણા કરતાં પેલી ગોબાવાળી કીટલીને વધારે માન શી રીતે આપી શકાય ?
* * *
બીજા પણ કેટલાક ફેરફારો કરવા પડશે. જેમ કે..
- ફૂટપાથ પર, છાપરી નીચે, તાડપત્રી નીચે કે હાઇવે પર ગમે ત્યાં ચા વેચવા પર પ્રતિબંધ મુકાવમાં આવશે.
- કેન્ટીન, રેસ્ટોરન્ટ, હોટલ વગેરે વ્યવસ્થિત જગાએ જ ચા જરૂર સર્વ કરી શકાશે. પણ તેનું સન્માન જાળવવા માટે બધાએ ઊભા ઊભા ચા પીવી પડશે.
- સબડકા બોલાવીને રકાબીમાંથી ચા પીનાર પર ‘માનહાનિ’નો કેસ થશે.
- ચા પર પોપડી બાઝી જાય એટલી ઠંડી પડી જવા દીધા પછી પીનારાઓ પર રાષ્ટ્રિય પ્રતિકની ‘અવહેલના’ નો કેસ થશે.
* * *
ચા બનાવનારાઓએ પણ અમુક ચીજોનું ઘ્યાન રાખવું પડશે. દાખલા તરીકે...
- ચાની પત્તીને વારંવાર ઉકાળીને એને કપડાં વડે ભેગી કરી, પોટલી બનાવી, સાણસી વડે એને ક્રુરતાપૂર્વક નીચોવી નીચોવીને રસ કાઢનાર ક્રુર કારીગરોને સખત જેલની સજા થશે !
- ચાની ચૂસાઇ ગયેલી પત્તીને ગમે ત્યાં ફેંકનારને પણ જનમટીપથી ઓછી સજા નહિ થાય.
- અને એંઠી ચાના કપને માત્ર પાણીમાં ઝબોળીને ધોઈ નાંખનારને પોલીસ જાહેરમાં ‘ધોઈ’ નાંખશે !
* * *
અને હા, મોંઘેરા મહેમાન તરીકે આવીને સોફામાં પહોળા થઇને પડ્યા પડ્યા મોં મચકોડીને ઘરની ગૃહિણી આગળ ‘હું તો ચા પીતો જ નથી એવું બોલનારને...’
.....
.....
... પાણી પણ નહિ આપવામાં આવે !
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved