Last Update : 04-May-2012, Friday

 
વૈવિઘ્યનો વરસાદ
છેલ્લાં થોડાં વર્ષમાં હંિદી ફિલ્મોમાં જોવા મળેલી સૌથી નોંધપાત્ર બાબત છેઃ તેમનું વિષયવૈવિઘ્ય. ‘વિકી ડોનર’ જેવી નાજુક અને લપસણા વિષય પરની ફિલ્મ સુરુચિપૂર્ણ રીતે બને, એટલું જ નહીં તે સફળ પણ થાય, એ બદલાયેલા સમયની તાસીર છે. ફિલ્મના વિષયમાં અત્યારે જોવા મળતું વૈવિઘ્ય સુખદ આશ્ચર્ય જન્માવે છે. બાકી, હંિદી ફિલ્મો અને ફિલ્મકારો વૈવિઘ્યના પ્રેમ માટે ખાસ જાણીતા નથી. વર્ષો સુધી ફિલ્મકારો વિષયવસ્તુ કરતાં પણ વધારે ખાતરીબંધ સફળતાના સુવર્ણમૃગની તલાશમાં રહ્યા. ફિલ્મ સાથે લાખો-કરોડો રૂપિયા સંકળાયેલા હોય ત્યારે સફળતાની ઇચ્છા સ્વાભાવિક છે, પણ સફળતાના નામે એકધારાપણું અને એકવિધતા ઘણા સમય સુધી હંિદી ફિલ્મોની મોટી મર્યાદા બની.
ફિલ્મોના આરંભકાળમાં ધાર્મિક, ઐતિહાસિક, પૌરાણિક, સ્ટંટ અને પોશાકચિત્રોની બોલબાલા રહી. પરંતુ એ જ ગાળામાં કલકત્તાની ન્યૂ થિએટર્સ અને પૂણેની પ્રભાત ફિલ્મ કંપનીઓએ સામાજિક વિષયો પર અવનવી ફિલ્મો બનાવીને ચીલો ચાતરવાના સફળ પ્રયાસ કર્યા. તેમણે દર્શાવી આપ્યું કે સફળતા સુધી પહોંચવાનો કોઇ એક જ રસ્તો હોય એવું માની લેવાય નહીં. જૂનાજાણીતા અને ચીલાચાલુ રસ્તાઓ સિવાય પણ, બનાવનારમાં દૃષ્ટિ, તાકાત અને સજ્જતા હોય તો, સફળતા સુધી પહોંચી શકાય છે.
મહેબૂબખાનની ‘ઔરત’ અને ‘રોટી’ જેવી ફિલ્મો ચાળીસીના દાયકાની નોંધપાત્ર ફિલ્મો તરીકે આજે પણ ગણાય છે. એ જ દાયકાના અંતે મહેબૂબખાને યુવક-યુવતી વચ્ચેની ‘જસ્ટ ફ્રેન્ડશીપ’નો વિષય લઇને ‘અંદાઝ’ બનાવી, તેણે એ પ્રકારની ફોર્મ્યુલાની દિશા ખોલી આપી. લગભગ એ જ અરસામાં દૂન સ્કૂલના અઘ્યાપક ચેતન આનંદ નિર્દેશક તરીકે ‘નીચા નગર’ બનાવીને ઊભી કરેલી સમાંતર સિનેમાની કેડી આગળ જતાં આર્થિક નહીં તો બીજી રીતની સફળતાનો રાજમાર્ગ બની.
રોમેન્ટિક, રોનાધોના ટાઇપ, થ્રીલર કે સસ્પેન્સ ફિલ્મોનો તો પાર નથી. એમાં પણ એકાદ ફિલ્મ હિટ થઇ, એટલે એ પ્રકારની ફિલ્મોનો ઢગલો. નાગની એક ફિલ્મ ચાલે, એટલે હંિદી ફિલ્મોમાં નાગ અને બીન કાયમી થઇ જાય. ‘પતિ, પત્ની ઔર વો’ની ફિલ્મો ચાલે, એટલે પાર્ટીમાં પિયાનો પર બેસીને પ્રણયગાન ગાવાનાં દૃશ્યોની ભરમાર થઇ જાય. મોટપણે ભૂલાઇ ગયેલી બાળપણની પ્રીત અને ફરી ભેગા થવાની કશ્મકશ વળી મુખ્ય કથા બને. એક-બે ડાકુ ફિલ્મો ચાલે, એટલે ઘોડાના ડાબલાથી સિનેમાનો પડદો ગાજવા લાગે. વચ્ચે વચ્ચે દેશભક્તિના ઉભરા આવે એટલે ્ર‘મેરા ભારત મહાન’ની રંગીન રજૂઆતો થાય.
રાજેશ ખન્નાના નવી પેઢીને હાસ્યાસ્પદ લાગતા રોમાન્સમાંથી અમિતાભ બચ્ચનના એન્ગ્રીયંગ મેનનો પ્રવેશ થાય, એટલે ફિલ્મોમાં સંગીત સહિત બાકીનું બઘું ગૌણ થઇ જાય. બસ, એક અમિતાભ, અનેક દુશ્મનો, ઢીશુમ ઢીશુમ અને હીરોનો સદા જય હો.
વિષયવસ્તુની રીતે કંગાળ અને બીબાઢાળ કહેવાય એવી ફિલ્મોની વચ્ચે કોઇ બિમલ રોય, કોઇ ગુરુદત્ત, કોઇ હૃષિકેશ મુખર્જી કે કોઇ બાસુ ચેટર્જી, કોઇ શશિ કપૂર ને કોઇ સાંઇ પરાંજપે ને એવા બીજા થોડા તાજગીભરી ફિલ્મો લઇને આવે, પણ તેમનું પ્રમાણ સમ ખાવા પૂરતું જ. શ્યામ બેનેગલ અને ગોવંિદ નિહલાણી જેવા કામ કરતા હોય, પણ તેમનું કામ થયા પહેલાં જ અપવાદના ખાનામાં મુકાતું હોય.
ઉદારીકરણ અને મલ્ટિપ્લેક્સના આરંભ પછી બદલાયેલાં ગણિતમાં ચોક્કસ પ્રેક્ષકવર્ગને ઘ્યાનમાં રાખીને ફિલ્મો બનતી થઇ છે. એટલે જ, ‘ફસ ગયે ઓબામા’ અને ‘ગાંધી ટુ હિટલર’ જેવી અજબગજબના વિષયો પરની ફિલ્મો હવે બની શકે છે અને તેને બનાવનારા દેવામાં ડૂબીને પાયમાલ- ‘દેવાદાસ’- બની જતા નથી.
નવું કે જુદું બઘું જ સારું હોય એવું જરૂરી નથી, પરંતુ ગણ્યાંગાંઠ્‌યાં બીબાંમાંથી છૂટકારો મળે અને જમાનાને અનુરૂપ નવા વિષયોની આખી દુનિયા ખુલી જાય એ પણ મોટી ઉપલબ્ધિ છે. સો વર્ષના પડાવે આવીને ઊભેલી હંિદી ફિલ્મો હજુ પણ નવા અને સમાજને જુદા જુદા સ્તરે સ્પર્શતા વિષયો શોધે, બહાર લાવે અને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે, એવી અપેક્ષા રહે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved