Last Update : 04-May-2012, Friday

 
સલામ સીબીઆઈ ! શાબાશ સીબીઆઈ ! આભાર સીબીઆઈ !

- કેટલાક મોટા મગરમચ્છોને જેલ ભેગા કર્યા તો પણ હજી ઘણા મગરમચ્છો બાકી છે !
- સીબીઆઈના વડા અમર પ્રતાપ સંિહનો પ્રતાપ
- ટુ-જી સ્કીમથી જગમોહન રેડ્ડી, બાબુસંિહ કુશવાહા વગેરે સકંજામાં

સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન... એનું નામ પડતા ભલભલાના ટાંટીયા ઘૂ્રજવા લાગે અને કેટલાક ખુશ થાય કે... ચાલો, બલા ટળી !
‘બલા ટળી’ એટલા માટે કે - સીબીઆઈની છાપ એવી થઈ ગએલી કે.. કોઈ પણ ગુનાને વર્ષો સુધી લટકતો રાખવો હોય તો.. સીબીઆઈને સોંપી દો ! (જેમ આપણી કોર્ટોમાં છે. કોર્ટોમાં ૫૦ વર્ષ જૂના કેસો હજારોની સંખ્યામાં ખડકલાબંધ ભેગા થયેલ હોય છે.)
સીબીઆઈની આવી મેલી મથરાવટીમાં છેલ્લા વર્ષોમાં સુધારો થયો છે. સીબીઆઈએ છેલ્લા વર્ષોમાં ૬૦ થી ૭૦ ટકા જેટલા કિસ્સા ઉકેલ્યા છે. કોઇ પણ રાજયમાં પોલિસ કિસ્સા ઉકેલે એના પ્રમાણમાં આ પરિણામ ઘણું સારું કહેવાય. એમ છતાં આ કેન્દ્રિય સંસ્થા હાઈ પ્રોફાઇલ કિસ્સાઓમાં લાચાર હોય એવું લાગે છે કારણ કે મુલાયમસંિહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ, માયાવતી, જય લલિતા જેવા મોટા માથાના કિસ્સાઓમાં સીબીઆઈ માત્ર નામની જ દેખાય છે. બાકી આગળ કશું જ કરી શકતી નથી.
જો કે સીબીઆઈના કેટલાક ઓફિસરોએ મોટા મગરમચ્છોનો શિકાર કરવાની હંિમત પણ દાખવી છે. એ શિકારમાં એ. રાજા, સુરેશ કલમાડી, કની મોજી, કર્ણાટકના રેડ્ડી બંઘુ, આન્ધ્રનાં જગમોહન રેડ્ડી, ઉત્તર પ્રદેશના બાબુસંિહ કુશવાહા, રાજસ્થાનના મહિપાલ મદેરાણા, મઘ્ય પ્રદેશના ભાજપના ધારાસભ્ય ઘુ્રવ નારાયણ સંિહ જેવા મોટા મગરમચ્છો છે. ગુજરાત-મહારાષ્ટ્રના સીબીઆઈના સાહેબો પેલા રાજયોના સીબીઆઈના સાહેબો જેવા છાતીવાળા સાહેબો નથી લાગતા. સત્તા હોય પણ છાતી ન હોય એ શું કામની ? દા.ત. મનમોહન સંિહ છે. એમની પાસે અમાપ સત્તા છે પણ છાતી ?
અત્યારે સી બી આઈમાં કેટલાક ચુનંદા આઈએએસ અને આઈપીએસ ઓફિસરો છે કે જેમના કારણે રાજકારણના કેટલાક મોટા માથાઓને જેલના સળીયા પાછળ જવું પડયું છે.
સી બી આઈના હાલના વડા અમર પ્રતાપ સંિહે અધિકારીઓની ટીમ દેશના જૂદા જૂદા ભાગોમાં મોટા મોટા મગરમચ્છો ઉપર જે રીતે લગામ ખેંચી રહી છે એ જોઈને દેશી સામાન્ય જનતામાં સી બી આઇ પ્રત્યે વિશ્વાસ થવા લાગ્યો છે.
ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડથી મનમોહન સંિહની સરકારનો બીજો હિસ્સો શરૂ થએલો. શરૂમાં જનતાને જ્ઞાની જનતાને પણ ખ્યાલ નહીં કે... ‘સ્પેકટ્રમ’ શું ચીજ છે ? એમાં ભ્રષ્ટાચાર કઇ રીતે થઇ શકે ?
એ વખતે સી બી આઈની આબરૂ બોફોર્સ તોપોના કમીશનની તપાસ તથા બિહારના લાલુના ઘાસચારાના કૌભાંડની તપાસમાં સી બી આઈએ જે રીતે ઢીલાશ વર્તેલી એથી સી બી આઈ અવિશ્વાસથી ઘેરાયેલી હતી. પરંતુ ડીઆઈજી એસ કે પલસાનિયા આ ભ્રષ્ટાચારની તપાસ કરતા હતા. એમણે નક્કી કરેલું કે... ભલે જે થવાનું હોય તે થાય પણ સ્પેકટ્રમની વહેંચણી તપાસ કરવામાં તેઓ તળીયા સુધી જવું પડે તો જશે.
એમને સાથ આપવા માટે એસ. પી. વિવેક પ્રિયદર્શી હતા. બનાવના તાર મનમોહન સરકારના એક મહત્વના પ્રધાન એ. રાજા અને મનમોહન સરકારના ભાગીદાર પક્ષ ડીએમકેના પ્રમુખ કરુણા નિધીની પુત્રી અને સંસદ સભ્ય કનીમોઝી સુધી જોડાયેલા હતા.
ડીઆઈજી પલસાનિયાએ કેસને ‘ફુલ પ્રુફ’ કરવા માટે એ. રાજા અને કનિમોજી વિરૂઘ્ધ પુરાવા રાત દિવસ એક કરીને એકઠા કરેલા. પરિણામે કમીમોજીને પહેલાં જેલ ભેગા કર્યા. પછી એ. રાજાનો વારો કર્યો.
દરમ્યાનમાં પેલા પલસાનીયા રીટાયર્ડ થઇ ગયા એટલે ચારે બાજુ તંત્રમાં વાતો થવા લાગી કે પલસાનિયા જતા હવે કેસને ઢીલો કરી દેવાશે અને પછી વીંટો વાળીને ખૂણામાં ફેંકી દેવાશે. પરંતુ એવું ન બન્યું.
પલસાનિયાની જગ્યાએ આવેલા બીજા આઇએસ અધિકારી એચ સી અવસ્થીએ પલસાનિયાએ જયાં સુધી કામ કરેલું ત્યાંથી આગળ વધારવાનું કામ કર્યું.
સી બી આઈ કે પોલિસ ખાતા ઉપર રાજકીય દબાણ ન હોય અને એના સાહેબો લાંચ એટલે કે તોડબાજી કરવાથી દૂર રહે તો દરેક કેસમાં પરિણામ લાવી શકે છે અને એ રીતે ગુનાખોરી ઓછી થઇ શકે છે. પરંતુ જયાં ગુનાખોર જાણતો હોય કે પૈસા વેરીશું તો અથવા રાજકીય દબાણ લાવીશું તો... એને કંઇ જ થવાનું નથી, એનો વાળ વાંકો પણ થાય તેમ નથી.. એટલે એ બિન્દાસ પણે ગુનાખોરી કર્યા કરે છે.
ટુ-જી કૌભાંડમાં ફસાયેલા પૂર્વ પ્રધાન દયાનિધિ મારને પણ રાજીનામુ આપવું પડયું કારણ કે તેઓ પણ કોમ્યુનિકેશન પ્રધાન રહેલા. મનમોહન સંિહે અત્યારે એમને કપડાં પ્રધાન બનાવ્યાં છે. સી બી આઈએ જે સ્ટેટસ રિપોર્ટ આ બનાવનો કરેલો એમાં દયાનિધિ મારનનું નામ હતું એટલે સરકારને છૂટકો જ નહોતો.
કર્ણાટકમાં સત્તા મેળવીને ભાજપ અને સંઘ ફુલાયા ફરતા હતા પરંતુ સી બી આઈએ જયારે ભંડો ફોડયો ત્યારે એમની પોલ ખુલ્લી પડી ગઈ. ખાણના માફીયા સરદારો રેડ્ડી બંઘુઓએ ભાજપ અને સંઘને અબજો રૂપિયા આપ્યા તથા ભાજપે એ રૂપિયા મતદારોમાં છૂટાહાથે વેર્યા એટલે કર્ણાટકમાં ભાજપની સરકાર બની.
એ પહેલાં કર્ણાટકમાં જનતા દળ અને ભાજપની સંયુકત સરકાર હતી. ૨૦૦૭માં એ સરકાર ઉથલી પડી એટલે આ ખાણ માફીયાઓએ ખનીજની દાણચોરી કરવાની શરતે ભાજપ-સંઘના સ્વયંસેવક યેદુરપ્પાને રૂપિયા ૨૦,૦૦,૦૦,૦૦,૦૦૦ આપ્યા અને પછી ૨૦૦૮માં રાજયમાં ચૂંટણીઓ થઇ અને ભાજપ સત્તામાં આવી તથા સંઘના ચુસ્ત સ્વયંસેવકોને બધે જ મુખ્ય પ્રધાન બનાવવાની સંઘ- ભાજપની નીતિ પ્રમાણે યેદુરપ્પાન ેમુખ્ય પ્રધાન બનાવ્યા.
ભાજપ સત્તામાં આવી એટલે પેલા રેડ્ડી બંઘુઓ ભાજપને ‘બ્લેક મેઇલ’ કરવા લાગ્યા તથા ખાણમાંથી કાચા લોખંડની ખનીજ માટીની દાણચોરી મોટા પાયે શરૂ કરી. એ કામ દેશદ્રોહનું હતું પરંતુ સંઘ અને ભાજપના મોં રૂપિયાના કારણે બંધ રહ્યા. રેડ્ડી બંઘુઓ એ રીતે કર્ણાટક અને દેશને લૂંટવાનું કામ કરતા હતા.
આ લૂંટ સામે સી બી આઈને કામ સોંપાયું- સી બી આઈના જોઈન્ટ ડાયરેકટર વી. વી. લક્ષ્મી નારાયણે ભાજપની છત્રી નીચે છટકતા ફરતા રેડ્ડી બંઘુઓને જાળમાં લેવા આઘુનિક ટેકનીકની મદદ લીધી. એમણે સેટેલાઇટની મદદ લઇને રેડ્ડી બંઘુઓ કઇ રીતે ખાણોમાંથી ગેરકાયદેસર ટ્રકોની ટ્રકો ભરીને દાણચોરી કરે છે એ દુનિયા સમક્ષ રજૂ કર્યું. ભાજપનું અને યેદુરપ્પાનું રક્ષણ મેળવીને તેઓ બે વર્ષ સુધી સી બી આઈને લટકાવતા રહેલા અંતે ૨૦૧૧માં તેઓ સકંજામાં આવ્યા અને અત્યારે જેલમાં છે.
રાજસ્થાનના કોંગ્રેસના પ્રધાનને સેકસ કૌભાંડ અને હત્યામાં સંડોવતી ભંવેરી દેવીના પ્રકરણને સી બી આઈએ જે હોંશિયારીથી અને ઝડપથી ઉકેલ્યું એથી સી બી આઈમાં વઘુ વિશ્વાસ જાગવા લાગ્યો છે.
સી બી આઈના જોઇન્ટ ડીરેકટર આરપી અગ્રવાલે આ હાઈ પ્રોફાઈલ સેક્સ કૌભાંડની તપાસ કરીને પુરવાર કરી આપ્યું કે ભંવરી દેવીની હત્યાનું કાવતરું રાજસ્થાનના કોંગ્રેસી પ્રધાન મહિપાલ મદેરાણા અને ધારાસભ્ય મલખાન સંિહ બિશ્નોઇએ રચેલું. ભંવરી દેવી એ બંને કોંગ્રેસી નેતાઓને બ્લેક મેલ કરવા સાથે એક સીડી જાહેર કરવા માટે ધમકાવી રહી હતી.
સી બી આઈ એ રાજસ્થાન પોલિસે સંયુકતપણે આ ખૂનનો ઉકેલ લાવવા ભંવરી દેવીને જયાં બાળવામાં આવેલી એ ખાડામાં ગયા અને ત્યાંના આસપાસના વિસ્તારમાં લાશના ટુકડા ભેગા કર્યા.
એ સાથે ઇંદિરા ગાંધી નહેર ને ખાલી કરાવીને અંદરથી પણ તપાસ કરાવી. આ કેસમાં કોઇ મજબૂત પુરાવો નહોતો કે સાક્ષી પણ નહોતા. વળી આરોપના તાર રાજસ્થાન સરકારના એક પ્રધાન સુધી જતા હતા. તો પણ અગ્રવાલ સાહેબે એક એક પુરાવા જોડી જોડીને મદેરણા અને બિશ્નોઈ ફરતો ગાળીયો મજબૂત કરીને છેવટે એમને જેલ ભેગા કર્યાં.
કર્ણાટક અને આન્ધ્રમાં સી બી આઈના જોઇન્ટ ડિરેકટર વી વી લક્ષ્મીનારાયણે દેશના રાજકારણીઓ અને હાઈ પ્રોફાઈલ આરોપીઓમાં હાહાકાર મચાવી દીધો છે.
મહારાષ્ટ્ર કેડરના ૧૯૯૦ની બેચના આ લો પ્રોફાઇલ ઓફિસરે કર્ણાટકના ભાજપના રેડ્ડી બંઘુઓને જેલમાં મોકલ્યા પછી આન્ધ્રના કોંગ્રેસ મુખ્ય પ્રદાન સ્વ. વાઇ એસ આરના પુત્ર જગમોહન રેડ્ડી ઉપર આવક કરતાં વઘુ સંપત્તિ હોવાના આરોપસર હૈદ્રાબાદના બંજારા હિલ્સ પર આવેલા એ જગમોહનના બંગલા ઉપર દરોડો પાડયો. એ બંગલાની કંિમત લગભગ ૮૫ કરોડ રૂપિયાથી વઘુ છે. કારણ કે વી વી લક્ષ્મીનારાયણના કહેવા પ્રમાણે આ કંિમત અટકળે કરવામાં આવેલી છે. બંગલાની કંિમત આંકવા માટે સી બી આઈના માણસો, ઇન્કમટેક્સનો સ્ટાફ, મ્યુનિ. કોર્પો.ના ઓફિસરો વગેરે કામે લાગેલા. રેડ્ડીએ જમીન રૂપિયા ૨૫ કરોડમાં ને મકાન બાંધવામાં રૂપિયા ૬૦ કરોડ ખર્ચેલા.
એ બંગલો ત્રણ જ માળનો છે પણ ૫,૬૦૭ ચોરસવારમાં ફેલાયેલો છે. એમાં ૬૦ રૂમ છે જે બધા જ એરકન્ડીશન છે.
ઉત્તર પ્રદેશના બાબુસંિહ કુશવાહાને પણ સી બી આઈએ આ રીતે વેર્યા છે.
કુશવાહા માયાવતી સરકારના એક મહત્વના અને માયાવતીના નિકટના પ્રધાન હતા. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન નામની કેન્દ્ર સરકારની યોજનામાં અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાના આરોપસર સી બી આઈએ એમની ધરપકડ કરેલી. સી બી આઈએ મહિનાઓ સુધી ગુપ્ત તપાસ કર્યા પછી માયાવતી સરકારના આરોગ્ય પ્રધાન હતા એ આ કુશવાહાની ધરપકડ કરેલી. આ ભ્રષ્ટાચાર રૂપિયા ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧ ખર્વ) કરતાં વઘુ છે. આ સંદર્ભમાં સી બી આઈએ ૧૦ જણની ધરપકડ કરી છે.
- ગુણવંત છો. શાહ

છાબડી
હાર્ટ એટેકનો સંકેત અઠવાડિયા પહેલાં મળશે
કેલિફોર્નિયાના સ્કિપ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે... એક સાધારણ લોહીના ટેસ્ટથી હાર્ટએટેકનો ખ્યાલ બે ત્રણ અઠવાડિયા પહેલાં આવી જશે.
આ ટેસ્ટની સગવડ બધાને એકાદ વર્ષમાં મળી જશે. એની કંિમત ૫૦૦૦ રૂપિયા જેવી થશે.
હાર્ટએટેક આવવાની જાણાકરી અગાઉથી મળી જતા એને અટકાવવા કે બીજા ઉપાય લઇ શકાય છે.
દુનિયામાં કેન્સર પછી વઘુ મૃત્યુ થનારની સંખ્યા હાર્ટ એટેકની છે... દર વર્ષે ૧.૭ કરોડ લોકો દર વર્ષે હાર્ટ એટેકથી મરે છે.

 

બહુ કે’વાય !
બધા ગામોમાં બધા જ મકાન એક જ માળના !
જોધપુર રાજસ્થાનના ફલૌદી તાલુકાના પીલવા અને એની આજુબાજુના સંંંખ્યાબંધ ગામડાઓમાં બધા જ મકાન એક માળના જ છે. લગભગ ૨૦૦ વર્ષથી કોઇએ મકાન ઉપર બીજો માળ નથી લીધો.
આ બધા ગામોમાં મળીને લગભગ ૨૦,૦૦૦ ઘરો હશે અને કુલ વસ્તી બધાની મળીને ૧૦૦,૦૦૦ હશે.
એ વિસ્તારના માણસોને બગતસંિહ નામના લોક દેવતામાં અતૂટ શ્રઘ્ધા છે. એ બગતસંિહનું અવસાન ૧૮૬૨માં થયું હતું. એ વખતે તેઓ પોતાના મકાનના બીજા માળે સૂતેલા હતા. ત્યાંના લોકો માને છે કે તેઓ દેવગતિને પામ્યા અને ધીરે ધીરે તેઓ લોકદેવતા તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા.
દર પૂનમે પીલવામાં બગતસંિહની યાદમાં મેળો ભરાય છે. એમાં સાંચોર, બાડમેર, જેસલમેર, બિકાનેર વગેરે શહેરોમાંથી પણ હજારો શ્રઘ્ધાળુઓ ભાગ લે છે.
એ બગતસંિહ પ્રત્યે શ્રઘ્ધાના કારણે ત્યાંના રહેવાસીઓ બીજો માળ નથી બંધાવતા. કોઇકે હંિમત કરીને બીજો માળ બંધાવ્યો હોય તો થોડા સમય પછી એ પડાવી નાંખવો પડે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેઓલ પરિવાર તથા હિમેશ રેશમિયા વચ્ચેનું મનદુઃખ દુર થયું
પ્રિયંકા ચોપરાને 'ક્રીશ-થ્રી'માં ગીત ગાવાની ઓફર કરાઈ
'હિમ્મતવાલા'ની રિમેકમાં અજય દેવગણ જીતેન્દ્રનાં ટ્રેડમાર્ક જેવાં સફેદ કપડાં નહિ પહેરે
આગામી ફિલ્મમાં કેટરિના કૈફ આમિર ખાન એકબીજા સાથે મારામારી કરતા જોવા મળશે
સલમાન ખાન 'એક થા ટાઈગર'નું શૂટિંગ પૂરું કરવાની અણી પર છેઃ વિવેક ઓબેરોય 'શેર' સાઈન કરી
ડોલર રૃ.૫૩.૪૭ઃ બેઝલ- થ્રી માર્ગરેખાએ બેંકિંગ, ઓટો, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૫૧ તૂટયો
FIIની સંપત્તિમાં રૃા ૪૭ હજાર કરોડનું ધોવાણ
આઇપીએલમાં બોલરોએ પણ કૌવત બતાવીને નિર્ણાયક ભુમિકા ભજવી છે
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનના પુત્રએ રેસ્ટોરામાં મારામારી કરી
ગેલ ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી સાથે વિન્ડિઝ તરફથી ફરી રમશે
મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ૦-૩થી હાર્યું

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આસિફને જેલમાંથી છોડી મુકાયો

ઓડ મલાઉ ભાગોળ કાંડનો આજે ચુકાદો
એક બંદર શહેર કે અંદરઃ અદ્લ ફિંગરપ્રિન્ટ ને આયુર્વેદનો જાણતલ !

તાંત્રિક વિધિ માટે યુવતિનું અપહરણ બાદ બળાત્કાર

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved